રાજસ્થાન સંકટને ખાળવા સોનિયા અને રાહુલ ગાંધીની કસોટી, જાણો શું થઇ શકે
રાજસ્થાન (Rajasthan)માં કોંગ્રેસ (Congress) માટે કપરાં ચઢાણ જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) દર્શાવેલા બળવાખોર વલણ બાદ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) માટે પરિસ્થિતીને સંભાળવા માટે શું કરવું તે મુશ્કેલી જોવા મળી રહી છે. રાજસ્થાન ગયેલા પક્ષના નિરિક્ષકો આજે બપોરે સોનિયા ગાંધીને અહેવાલ રજૂ કરશે પણ ત્યાં સુધી તેઓ શું નિર્ણય લઇ શકે છે તેના પર સહુની નજર મંડાઇ છે. સોનિયા à
Advertisement
રાજસ્થાન (Rajasthan)માં કોંગ્રેસ (Congress) માટે કપરાં ચઢાણ જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) દર્શાવેલા બળવાખોર વલણ બાદ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) માટે પરિસ્થિતીને સંભાળવા માટે શું કરવું તે મુશ્કેલી જોવા મળી રહી છે. રાજસ્થાન ગયેલા પક્ષના નિરિક્ષકો આજે બપોરે સોનિયા ગાંધીને અહેવાલ રજૂ કરશે પણ ત્યાં સુધી તેઓ શું નિર્ણય લઇ શકે છે તેના પર સહુની નજર મંડાઇ છે.
સોનિયા અને રાહુલ ગાંધી પાસે 2 વિકલ્પ
રાજકીય ગતિવીધીઓ પર નજર રાખી રહેલા સુત્રોનું માનીએ તો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પાસે બે જ વિકલ્પ બચ્યાં છે. ગાંધી પરિવાર પાસે પહેલો વિકલ્પ એ છે કે અશોક ગેહલોતને પ્રમુખ પદની રેસમાંથી હટાવી દેવામાં આવે અને રાજસ્થાનની ચૂંટણી સુધી તેમને મુખ્યમંત્રી પદે રહેવા દેવામાં આવે. જો પાર્ટી જીતે તો પછી શું કરવું તે નિર્ણય કરવામાં આવે. જો પક્ષ ચૂંટણીમાં હારે તો અશોક ગેહલોત માટે તે છેલ્લી તક રાખી શકાય.
અશોક ગેહલોતનું રાજીનામું લઇ શકાય
આ ઉપરાંત એવો પણ વિકલ્પ છે કે અશોક ગેહલોતને પ્રમુખ પદની ચૂંટણીમાંથી હટાવી તેમનું રાજીનામું લઇ લેવું જોઇએ. જો કે આમ કરવાથી પંજાબ જેવી સ્થિતિનું પુનરાવર્તન થઇ શકે છે. આવી સ્થિતિમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી માટે આ સ્થિતિ કફોડી બની છે. રાજસ્થાનમાં ઉભી થયેલી સ્થિતિને ખાળવામાં સોનિયા અને રાહુલ ગાંધીની કસોટી થશે.
ગાંધી પરિવારના વફાદાર નેતાઓએ જ બળવો કર્યો
દેશમાં ભાજપ સત્તાસ્થાને આવ્યા બાદ કોંગ્રેસ નબળી થઇ રહી છે. માત્ર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તે સત્તા પર છે. આ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ, ગુલામ નબી આઝાદ અને સુષ્મિતા દેવ સહિત ઘણા મોટા અને ગાંધી પરિવારના નજીકના નેતાઓએ પાર્ટી છોડી દીધી હતી. કપિલ સિબ્બલ સમાજવાદી પક્ષમાં જોડાઇને રાજ્યસભાના સાંસદ બની ગયા છે. આ સિવાય કેપ્ટન અમરિંદર સિંહ જેવા નેતાઓએ પંજાબમાં પોતાની પાર્ટી બનાવીને ચૂંટણી લડી અને કોંગ્રેસને હરાવવામાં ભૂમિકા ભજવી. સુનીલ જાખડ જેવા નેતાઓ પણ 5 દાયકા જૂના સંગઠનને છોડીને ભાજપમાં જોડાયા છે.
અશોક ગેહલોત ગાંધી પરિવારના વફાદાર
અશોક ગેહલોતની છબી હંમેશા પાર્ટીના માણસ અને ગાંધી પરિવારના વફાદારની રહી છે. ઈન્દિરા ગાંધીના સમયથી અત્યાર સુધી તેઓ પરિવારની નજીક રહ્યા હતા અને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે અન્ય નેતાઓ કરતા સારા સંબંધો હતા. આ જ કારણ હતું કે જ્યારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પ્રમુખ પદ માટે અશોક ગેહલોતની પસંદગી કરી હતી.
આજે રિપોર્ટ અપાશે
જો કે મુખ્યમંત્રી પદની લાલચમાં અશોક ગેહલોતે જે રમત રમી તેનાથી ગાંધી પરિવાર પણ સ્તબ્ધ છે. અજય માકને સોમવારે કહ્યું હતું કે સોનિયાએ લેખિત રિપોર્ટ માંગ્યો છે અને તેના પછી કોઈ નિર્ણય લેવામાં આવશે. આવી સ્થિતિમાં હવે સવાલ એ છે કે અશોક ગેહલોતને લઈને ગાંધી પરિવાર પાસે શું વિકલ્પ છે.