Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સોનાલી ફોગાટ કેસની તપાસ હવે CBI કરશે

બીજેપી નેતા અને સોશિયલ મીડિયા સ્ટાર સોનાલી ફોગાટના મોતનું રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી. તાજેતરમાં સોનાલીનું પરિવાર હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરને મળ્યું હતું અને સીબીઆઈ તપાસની માંગ કરી હતી. પરિવારની વિનંતીના આધારે હરિયાણા સરકારે ગોવાના મુખ્યમંત્રીને પત્ર લખીને મામલાની સીબીઆઈ તપાસની માંગણી કરી હતી. ત્યાર બાદ ગોવાના સીએમ પ્રમોદ સાવંતે પણ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી.ગોવાના
સોનાલી ફોગાટ કેસની તપાસ હવે cbi કરશે
બીજેપી નેતા અને સોશિયલ મીડિયા સ્ટાર સોનાલી ફોગાટના મોતનું રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી. તાજેતરમાં સોનાલીનું પરિવાર હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરને મળ્યું હતું અને સીબીઆઈ તપાસની માંગ કરી હતી. પરિવારની વિનંતીના આધારે હરિયાણા સરકારે ગોવાના મુખ્યમંત્રીને પત્ર લખીને મામલાની સીબીઆઈ તપાસની માંગણી કરી હતી. ત્યાર બાદ ગોવાના સીએમ પ્રમોદ સાવંતે પણ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી.
ગોવાના સીએમએ કહ્યું કે હરિયાણાના સીએમએ ભલામણ કરી હતી અને અમે સીબીઆઈ તપાસને લગતી ઔપચારિકતાઓ પૂરી કરી છે. સોનાલી ફોગાટનું ગયા અઠવાડિયે ગોવામાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. પ્રાથમિક તબક્કે મૃત્યુનું કારણ હાર્ટ એટેક માનવામાં આવતું હતું. પરંતુ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પોલીસે ‘અકુદરતી મૃત્યુ’ના કેસમાં હત્યાનો આરોપ ઉમેર્યો હતો. 
ઉલ્લેખનિય છે કે સોનાલી ફોગાટનું 23 ઓગસ્ટના રોજ ગોવામાં અવસાન થયું હતું. તેમને ગંભીર હાલતમાં ગોવાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ગોવા પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ઘણા લોકોની ધરપકડ કરી છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સોમવારે કહ્યું કે તેમની સરકાર સોનાલી ફોગાટ હત્યા કેસમાં એક્શન ટેકન રિપોર્ટ (ATR) હરિયાણા સરકારને સુપરત કરશે. ગોવા સરકારે હરિયાણા સરકારને 15 પેજનો રિપોર્ટ આપ્યો છે. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.