સંજય રાઉતે કહ્યું, પોતાનાઓએ જ દગો કર્યો, નવી સરકાર રાજ્યના હિતમાં કામ કરે
ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ શિવસેના સાંસદ સંજય રાઉતની પહેલી પ્રતિક્રિયા આવી છે. સંજય રાઉતે કહ્યું કે જ્યારે પણ મહારાષ્ટ્રમાં નવી સરકાર આવશે ત્યારે તેમની પાસે એવી જ અપેક્ષા છે કે તેઓ રાજ્યના હિત માટે કામ કરે. તમામ પક્ષો તેને સમર્થન આપશે. જો કે તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમને અમારા જ લોકો દ્વારા છેતરવામાં આવ્યા છે. અમારા જ લોકોએ પીઠમાં ખંજર માર્યુ છે. તેમણે વધુમાં કહ્યું કે, આજે à
Advertisement
ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ શિવસેના સાંસદ સંજય રાઉતની પહેલી પ્રતિક્રિયા આવી છે. સંજય રાઉતે કહ્યું કે જ્યારે પણ મહારાષ્ટ્રમાં નવી સરકાર આવશે ત્યારે તેમની પાસે એવી જ અપેક્ષા છે કે તેઓ રાજ્યના હિત માટે કામ કરે. તમામ પક્ષો તેને સમર્થન આપશે. જો કે તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમને અમારા જ લોકો દ્વારા છેતરવામાં આવ્યા છે. અમારા જ લોકોએ પીઠમાં ખંજર માર્યુ છે.
તેમણે વધુમાં કહ્યું કે, આજે મેં બળવાખોર ધારાસભ્યો સાથે વાત કરી, હું નામ નહીં આપીશ, શિવસેનાના ધારાસભ્યો પર દબાણ કરાયુ છે. હવે સવાલ એ છે કે જે લોકોએ શિવસેના સામે બળવો કર્યો, શું તેમના નેતા મુખ્યમંત્રી બનશે? તેમણે વધુમાં કહ્યું કે, એકનાથ શિંદે કટ્ટર શિવસૈનિક છે. તેમણે ઘણા વર્ષોથી પાર્ટીમાં કામ કર્યું છે. હવે જો તેઓ ભાજપ સાથે જશે તો તેમના માટે શુભકામના.
જો કે, તેમણે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે, હું બધુ જાણું છું કે આ બધા પાછળ કોણ છે. ખરેખર કોનો હાથ છે? રાઉતે કહ્યું કે આખો દેશ જાણે છે અને જોઈ રહ્યો છે.
સંજય રાઉતે વધુમાં કહ્યું કે આ બાળાસાહેબની શિવસેના છે. અમે અમારું કામ કરતા રહીશું અને બાળાસાહેબના માર્ગ પર ચાલીશું. તેમણે કહ્યું કે અમે સત્તા માટે નથી બન્યા, સત્તા અમારા માટે બનાવવામાં આવી છે. હવે તેમના કામના આધારે તેઓ ફરીથી સત્તામાં આવશે.
EDની નોટિસ પર વાત કરતા તેણે કહ્યું કે કાલે હું EDની સામે જઈશ. તેમણે કહ્યું કે, સરકાર બને કે ન બને. ઈડી જે પણ કાર્યવાહી કરશે, હું ઈડી સમક્ષ જઈશ. તેણે કહ્યું કે, મેં હમણાં જ શરદ પવાર સાથે વાત કરી છે. તેણે મને કહ્યું કે અમે બધા તમારી સાથે છીએ. તેથી જ હું ડરતો નથી.