Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સમાજવાદી પાર્ટીનો રામપુરનો કિલ્લો ધ્વસ્ત, ભાજપના ઘનશ્યામ લોધીની મોટી જીત

યુપીની રામપુર લોકસભા સીટની પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઘનશ્યામ લોધીનો વિજય થયો છે. તેમણે સપાના ઉમેદવાર મોહમ્મદ આસીમ રઝાને હરાવ્યા છે. સપા અને આઝમ ખાનનો મજબૂત કિલ્લો તોડીને ભાજપે મોટી જીત નોંધાવી છે. ભાજપના ઉમેદવાર ઘનશ્યામ લોધીએ સમાજવાદી પાર્ટીના અસીમ રઝાને 42 હજારથી વધુ મતોથી હરાવ્યા છે.આઝમખાન ધારાસભ્ય બન્યા બાદ સીàª
સમાજવાદી પાર્ટીનો રામપુરનો કિલ્લો ધ્વસ્ત  ભાજપના ઘનશ્યામ લોધીની મોટી જીત
યુપીની રામપુર લોકસભા સીટની પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઘનશ્યામ લોધીનો વિજય થયો છે. તેમણે સપાના ઉમેદવાર મોહમ્મદ આસીમ રઝાને હરાવ્યા છે. સપા અને આઝમ ખાનનો મજબૂત કિલ્લો તોડીને ભાજપે મોટી જીત નોંધાવી છે. ભાજપના ઉમેદવાર ઘનશ્યામ લોધીએ સમાજવાદી પાર્ટીના અસીમ રઝાને 42 હજારથી વધુ મતોથી હરાવ્યા છે.
આઝમખાન ધારાસભ્ય બન્યા બાદ સીટ ખાલી પડી હતી
2014 બાદ ભાજપે ફરી એકવાર રામપુર લોકસભા સીટ કબજે કરી છે. 2019માં રામપુરના લોકોએ આ સીટ માટે સપાના આઝમ ખાનને સાંસદ તરીકે મોકલ્યા હતા. પરંતુ ધારાસભ્ય બન્યા બાદ તેમણે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ 23 જૂને પેટાચૂંટણી માટે મતદાન થયું હતું.
આઝમ ખાનની શાખ ગઇ
રામપુર લોકસભા પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટી કરતાં આઝમ ખાનની શાખ દાવ પર લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે અસીમ રઝા માત્ર એક ચહેરો છે, હકીકતમાં આઝમ ખાન ચૂંટણી લડી રહ્યા છે. આઝમ ખાને પોતે ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હતી. સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પણ પ્રચારમાં નહોતા ઉતર્યા. ચૂંટણી પ્રચાર દરમિયાન તો આઝમ ખાને એવું પણ કહ્યું હતું કે રામપુરના લોકો મારા મોઢાને કાળું ના કરતા. 
ભાજપની મોટી જીત
રામપુર સપા નેતા આઝમ ખાનનો ગઢ માનવામાં આવે છે. અહીંથી ભાજપની જીતને મોટી જીત માનવામાં આવી રહી છે. બીજી તરફ યુપીની બીજી સીટ આઝમગઢમાં ભાજપના ઉમેદવાર દિનેશ લાલ યાદવ 'નિરહુઆ' સપાના ઉમેદવાર ધર્મેન્દ્ર યાદવથી આગળ ચાલી રહ્યા છે. જેનું હજુ પરિણામ આવ્યું નથી. 
સમર્પિત કાર્યકરોની જીત
રામપુરથી ભાજપના ઉમેદવાર ઘનશ્યામ સિંહ લોધીએ જીત્યા બાદ કહ્યું, હું મારી જીત પાર્ટીના કાર્યકરોને સમર્પિત કરું છું. તેમણે દિવસ-રાત મહેનત કરી. હું રામપુરના લોકોનો આભાર માનું છું. ભાજપ હંમેશા લોકોના વિકાસ માટે કામ કરે છે.
રામપુરમાં ભાજપની જીતના અનેક તારણ કાઢવામાં આવી રહ્યા છે. ભાજપના પ્રવક્તા હરીશ શ્રીવાસ્તવે કહ્યું કે આ જીત સાબિત કરે છે કે ભાજપ 2024ની લોકસભા ચૂંટણીમાં રાજ્યની તમામ 80 બેઠકો જીતવા જઈ રહી છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના પ્રવક્તા ભુવન જોશીએ હાર માટે બસપા પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે પરિણામો એ વાતનો પુરાવો છે કે બસપા ભાજપની બી ટીમ છે અને તેણે એનડીએનો ભાગ બનવું જોઈએ.
Advertisement
Tags :
Advertisement

.