Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RSS અને સંઘના વડાએ સોશિયલ મીડિયાની બદલી DP, વિપક્ષને આપ્યો વળતો જવાબ

દેશ આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરી રહ્યો છે અને આ અવસર પર 'હર ઘર તિરંગા' અભિયાન પણ શરૂ કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા વડાપ્રધાન મોદી (PM Modi) એ લોકોને અપીલ કરી હતી કે તેઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેમની પ્રોફાઈલ ફોટો પર તિરંગો લગાવે. આ પછી, સોશિયલ મીડિયા પર તિરંગાની પ્રોફાઇલ તસવીરોનું પૂર આવ્યું. વડાપ્રધાનની અપીલ બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ પોતાના સોશિયલ મીડિયા એકાઉà
rss અને સંઘના વડાએ સોશિયલ મીડિયાની બદલી dp  વિપક્ષને આપ્યો વળતો જવાબ
દેશ આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરી રહ્યો છે અને આ અવસર પર 'હર ઘર તિરંગા' અભિયાન પણ શરૂ કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા વડાપ્રધાન મોદી (PM Modi) એ લોકોને અપીલ કરી હતી કે તેઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેમની પ્રોફાઈલ ફોટો પર તિરંગો લગાવે. આ પછી, સોશિયલ મીડિયા પર તિરંગાની પ્રોફાઇલ તસવીરોનું પૂર આવ્યું. 
વડાપ્રધાનની અપીલ બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તસવીર બદલી ન હતી, ત્યારે કોંગ્રેસને મોકો મળ્યો અને તે સંઘ અને સરકાર પર હુમલો કરી રહી હતી. દરમિયાન સ્વતંત્રતા દિવસ પહેલા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને સંઘના વડા મોહન ભાગવતે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના પ્રોફાઇલ ફોટો પર પોતાના પરંપરાગત ભગવા ધ્વજની જગ્યા પર તિરંગા ધ્વજ લગાવ્યો છે. RSSએ આજે ​​કેપ્શન સાથે એક વિડીયો પણ ટ્વીટ કર્યો છે, 'આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરો, દરેક ઘરમાં તિરંગો ફરકાવો, રાષ્ટ્રીય સ્વાભિમાન જગાડો'. આ વિડીયો વિપક્ષને પણ જવાબ છે જે તિરંગાને લઈને સંઘ પર સવાલ ઉઠાવી રહ્યા હતા. 
Advertisement

RSSના પ્રચાર વિભાગના સહ-પ્રભારી નરેન્દ્ર ઠાકુરે જણાવ્યું હતું કે, સંઘ તેના તમામ કાર્યાલયોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ સંઘ પ્રત્યેના તેના વલણ માટે રાષ્ટ્રધ્વજની ટીકા કરી રહી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે, સંઘના સ્પષ્ટ સંદર્ભમાં, આ મહિનાની શરૂઆતમાં સવાલ કર્યો હતો કે શું નાગપુરમાં પોતાના મુખ્યાલય પર 52 વર્ષ સુધી રાષ્ટ્રધ્વજ ન ફરકાવનાર સંગઠન પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પ્રોફાઈલ ફોટો પર તિરંગો લગાવવાના વડાપ્રધાનના આગ્રહને માનશે? જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે તેના 'હર ઘર તિરંગા' કાર્યક્રમ હેઠળ લોકોને 13 થી 15 ઓગસ્ટ દરમિયાન તેમના ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા અથવા પ્રદર્શિત કરવા અપીલ કરી છે.
Tags :
Advertisement

.