Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેરલમાં કુસ્તી, ત્રિપુરામાં દોસ્તી PM મોદીએ લેફ્ટ અને કોંગ્રેસ પર સાધ્યું નિશાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) સોમવાર 13 ફેબ્રુઆરીએ ત્રિપુરાના અગરતલામાં સ્વામી વિવેકાનંદ મેદાનમાં જાહેર સભામાં હાજરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રિપુરામાં (Tripura) છે અને અગરતલામાં (Agartala) ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદી છેલ્લા બે દિવસમાં બીજીવખત ત્રિપુરામાં છે. અહીં સ્વામી વિવેકાનંદ મેદાનમાં ભારે જનમેદની ઉમટી છે. આ દરમિયાન તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું
કેરલમાં કુસ્તી  ત્રિપુરામાં દોસ્તી pm મોદીએ લેફ્ટ અને કોંગ્રેસ પર સાધ્યું નિશાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) સોમવાર 13 ફેબ્રુઆરીએ ત્રિપુરાના અગરતલામાં સ્વામી વિવેકાનંદ મેદાનમાં જાહેર સભામાં હાજરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રિપુરામાં (Tripura) છે અને અગરતલામાં (Agartala) ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદી છેલ્લા બે દિવસમાં બીજીવખત ત્રિપુરામાં છે. અહીં સ્વામી વિવેકાનંદ મેદાનમાં ભારે જનમેદની ઉમટી છે. આ દરમિયાન તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ-ડાબેરીઓ ત્રિપુરાને તબાહ કરશે, પૂર્ણ બહુમતીવાળી સરકારની જરૂર છે. પીએમે કહ્યું કે મને આ ચૂંટણીમાં જ્યાં પણ જવાની તક મળી છે, મેં જોયું છે કે ત્રિપુરાના લોકોએ ફરી એકવાર ભાજપની સરકાર બનાવવાનું મન બનાવી લીધું છે.
દિલ્હીમાં તમારો દિકરો છે
તેમણે કહ્યું કે, અમે ત્રિપુરામાં શાંતિ અને કાયદાનું શાસન સ્થાપિત કર્યું છે. આ એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન તમામ પક્ષોના ઝંડા દેખાય છે, અગાઉના સમયથી વિપરિત જ્યારે માત્ર એક જ પક્ષ હતો. ડબલ એન્જિન સરકાર માટે તમારો સાથ જોઈને મારી ખુશી પણ બમણી થઈ ગઈ. ત્રિપુરાના લોકોએ જાહેર કર્યું છે કે તેઓ દરેકના સમર્થન અને વિકાસ સાથેની સરકાર ઈચ્છે છે.
વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું કે, આજે ભાજપ તરફી માહોલ છે કારણ કે ત્રિપુરાના લોકોને વિકાસ દેખાઈ રહ્યો છે. ત્રિપુરામાં આજે કોઈ એવો પરિવાર નથી જેની ભાજપ સરકારે આગળ આવીને સેવા કરી ના હોય. આ વખતે પણ ત્રિપુરાના લોકોના આશિર્વાદ મળી રહ્યો છે. ત્રિપુરાના લોકોએ એકવાર ફરી ભાજપને જીતાડવાનું મન મનાવી લીધું છે. દિલ્હીમાં તમારો દિકરો બેઠો છે જે દરેક માતાનું દુ:ખ સમજે છે.
ડાબેરીઓ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું
ડાબેરીઓ પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે, વિકાસની પહેલી શરત હોય છે કે, કાયદો વ્યવસ્થાનું રાજ સ્થપાય. ડાબેરીઓએ ત્રિપુરાને વિનાશના રસ્તે ધકેલી દીધાં હતા. અહીં જે હાલ હતા તેને ત્રિપુરાના લોકો ક્યારેય પણ ભૂલી શકશે નહી. ડાબેરીઓએ ત્રિપુરાના લોકોને પોતાના ગુલામ સમજ્યા હતા. હવે ત્રિપુરામાં ભાજપનું હિરા મોડલ ચાલી રહ્યું છે.
તેમણે કહ્યું કે, ડાબેરીઓએ ત્રિપુરાને વિનાશના રસ્તે ધકેલી દીધાં હતા. સરકારી ઓફિસોમાં કાડરનો કબ્જો, પોલીસ મથકો અને ધંધા-વ્યવસાય પર કાડરનો કબ્જો હતો. ડાબેરીઓએ ત્રિપુરાના લોકોને ગુલામ અને પોતાને બાદશાહ માની લીધાં હતા. ડાબેરીઓ અને કોંગ્રેસ પોતાની સત્તાની ભુખને સંતોષવા કંઈ પણ કરી શકે છે આ કેરળમાં કુશ્તી કરે છે અને ત્રિપુરામાં દોસ્તી કરે છે.
સરકારની ઉપલબ્ધી ગણાવી
મહારાજ રાધા કિશોર માણિક્ય બહાદુરજી અને ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગૌરે જે માર્ગ બતાવ્યો, તેના આધાર પર ભાજપે ત્રિપુરાને સુશાસન આપ્યું છે. તેમના દૌરનો વિકાસ આજે પણ ત્રિપુરાની શાન છે. ત્રિપુરાની આ ઓળખને 21મી સદીનો નવો આયામ આપવા અમે હાઈ-વે, આઈ-વે, રેલવે અને એરવેનો સંકલ્પ લીધો હતો.
સરકારની ઉપલબ્ધીઓ વર્ણવતા તેમણે કહ્યું કે, બિમારીની હાલતમાં સારવારનો ખર્ચ કોઈ પણ ગરીબ માટે સૌથી મોટી ચિંતા હોય છે. તેથી કેન્દ્રની ભાજપ સરકારે આયુષ્માન ભારત લઈને આવ છે. આ યોજના હેઠળ ત્રિપુરાના લગભગ બે લાખ લોકો હોસ્પિટલમાં પોતાની ફ્રીમાં સારવાર કરાવી છે.
તેમણે કહ્યું કે, ડબલ એન્જીન સરકારના ડબલ લાભનું વધુ એક ઉદાહરણ છે પીએમ કિસાન યોજના. આ યોજના હેઠળ ખેડુતોને આપવામાં આવતી સમ્માન નિધિની રાશિ 6 હજાર રૂપિયા પ્રતિ વર્ષથી વધીને 8 હજાર કરવામાં આવેશે. તેમણે ઉમેર્યું કે, જેમને અત્યાર સુધી PMAY હેઠળ પાક્કુ ઘર નથી મળ્યું હું એ તમામ લોકોને આશ્વસ્ત કરૂ છું કે રાજ્યમાં ભાજપ સરકારના શપથ લીધાં બાદ તેમને જલ્દી જ ઘર મળી જશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.