વડાપ્રધાન મોદીએ નાગપુરને આપી AIIMS અને વંદે ભારત ટ્રેનની સૌગાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલગ-અલગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા મહારાષ્ટ્ર પહોંચ્યા હતા. પીએમ સવારે જ નાગપુર પહોંચ્યા, જ્યાં તેમણે નાગપુરથી બિલાસપુર વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી. આ પછી તેમણે નાગપુર મેટ્રોના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. તેમણે શાળાના વિદ્યાર્થીઓ સાથે મેટ્રોમાં મુસાફરી પણ કરી હતી. આ દરમિયાન પીએમ બાળકો સાથે વાતચીત કરતા પણ જોવા મળ્યા હતàª
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલગ-અલગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા મહારાષ્ટ્ર પહોંચ્યા હતા. પીએમ સવારે જ નાગપુર પહોંચ્યા, જ્યાં તેમણે નાગપુરથી બિલાસપુર વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી. આ પછી તેમણે નાગપુર મેટ્રોના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. તેમણે શાળાના વિદ્યાર્થીઓ સાથે મેટ્રોમાં મુસાફરી પણ કરી હતી. આ દરમિયાન પીએમ બાળકો સાથે વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાને નાગપુર મેટ્રોના બીજા તબક્કાનો શિલાન્યાસ કર્યો. ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહ દરમિયાન મહારાષ્ટ્રના રાજ્યપાલ બીએસ કોશ્યરી, સીએમ એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પણ હાજર હતા.
હિન્દુ હ્રદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે સમૃદ્ધિ માર્ગનું ઉદ્ઘાટન
પીએમ મોદીએ નાગપુર-મુંબઈ વચ્ચે બનાવવામાં આવી રહેલા સમૃદ્ધિ હાઈવેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. કુલ 701 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વેના નાગપુરથી મુંબઈ સુધીના 520 કિલોમીટરના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું છે. 55,000 કરોડના ખર્ચે બનેલો આ એક્સપ્રેસ વે મહારાષ્ટ્રના 10 જિલ્લાઓ અને અમરાવતી, ઔરંગાબાદ અને નાસિકના મુખ્ય શહેરી વિસ્તારોમાંથી પસાર થશે. એક્સપ્રેસ વે નજીકના 14 અન્ય જિલ્લાઓ સાથે કનેક્ટિવિટી સુધારવામાં મદદ કરશે, જેનાથી વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના પ્રદેશો સહિત રાજ્યના લગભગ 24 જિલ્લાઓના વિકાસમાં મદદ મળશે.
વિદર્ભ ક્ષેત્ર માટે નાગપુર ખાતે AIIMSનું ઉદ્ઘાટન
પીએમ મોદીએ મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તાર માટે પણ મોટી ભેટ આપી.. તેમણે આધુનિક ક્ષમતાઓ ધરાવતી AIIMSનું નાગપુર ખાતે ઉદ્ઘાટન કર્યું. પીએમએ જુલાઈ 2017માં આ AIIMSનો શિલાન્યાસ કર્યો હતો. આ AIIMS સમગ્ર વિદર્ભ ક્ષેત્રને આધુનિક તબીબી સુવિધાઓ પૂરી પાડવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ખાસ કરીને ગઢચિરોલી, ગોંદિયા અને મેલઘાટ જેવા વિસ્તારોમાં રહેતા લોકો માટે આ એઇમ્સ આશિર્વાદરૂપ પુરવાર થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement