Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓસ્ટ્રેલિયાની સંસદે ભારતની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને આપી મંજૂરી, જાણો શું મળશે ફાયદો

ઓસ્ટ્રેલિયાની સંસદે (Australian Parliament)મંગળવાર (22 નવેમ્બરે) ભારતની સાથે મુક્ત વ્યાપાર કરાર (FTA) ને મંજૂરી આપી છે. હવે બંને દેશ આપસી સહમતિથી નિર્ણય કરશે કે આ કરાર કઈ તારીખથી લાગૂ થશે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીજે એક ટ્વીટમાં આ જાણકારી આપી છે. કે ભારતની સાથે અમારી મુક્ત વ્યાપાર કરાર સંસદમાંથી પાસ થઈ ગયો છે. ભારત-ઓસ્ટ્રેલિયા (India Australia)આર્થિક સહયોગ અને વ્યાપાર કરાર (AI-ECTA)ને લાગૂ કરતા પહà
ઓસ્ટ્રેલિયાની સંસદે ભારતની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને આપી મંજૂરી  જાણો શું મળશે ફાયદો
ઓસ્ટ્રેલિયાની સંસદે (Australian Parliament)મંગળવાર (22 નવેમ્બરે) ભારતની સાથે મુક્ત વ્યાપાર કરાર (FTA) ને મંજૂરી આપી છે. હવે બંને દેશ આપસી સહમતિથી નિર્ણય કરશે કે આ કરાર કઈ તારીખથી લાગૂ થશે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીજે એક ટ્વીટમાં આ જાણકારી આપી છે. કે ભારતની સાથે અમારી મુક્ત વ્યાપાર કરાર સંસદમાંથી પાસ થઈ ગયો છે. ભારત-ઓસ્ટ્રેલિયા (India Australia)આર્થિક સહયોગ અને વ્યાપાર કરાર (AI-ECTA)ને લાગૂ કરતા પહેલા ઓસ્ટ્રેલિયન સંસદની (Australian Parliament)મંજૂરીની જરૂર હતી. ભારતમાં આ પ્રકારના કરારને કેન્દ્રીય મંત્રીમંડળ મંજૂરી આપે છે. 
ભારતે શું કહ્યું?
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે એક ટ્વીટમાં કહ્યું, ખુશી છે કે ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહયોગ અને વેપાર કરારને ઓસ્ટ્રેલિયાની સંસદે મંજૂરી આપી દીધી છે. તેમણે આગળ લખ્યું- આપણી ગાઠ મિત્રતાને કારણે, આ આપણા માટે વ્યાપાર સંબંધોને પૂરી ક્ષમતા સાથે આગળ વધારવા અને મોટા પાયા પર આર્થિક વૃદ્ધિને ગતિ આપવા માટે મંચ તૈયાર કરે છે.
Advertisement

ગોયલે મંગળવારે દિલ્હીમાં એક કાર્યક્રમમાં કહ્યું કે હવે ઓસ્ટ્રેલિયન સરકાર પોતાની કાર્યકારી પરિષદની મંજૂરી લેશે. આ સિવાય મંત્રાલયે કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી લેવી પડશે. તેમણે કહ્યું કે આ મંજૂરીઓને જલદી હાસિલ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે આ કરાર ભારત માટે ન્યાય સંગત અને સારો છે. 
શું થશે ફાયદો? 
એક અધિકારીએ કહ્યું કે હવે બંને પક્ષો પરસ્પર સંમતિથી નક્કી કરશે કે આ કરાર કઈ તારીખથી અમલમાં આવશે. કસ્ટમ સત્તાવાળાઓ આ અંગે નોટિફિકેશન બહાર પાડશે. FTA અમલમાં આવ્યા પછી, કાપડ, ચામડું, ફર્નિચર, જ્વેલરી અને મશીનરી સહિત ભારતમાંથી 6,000 થી વધુ ઉત્પાદનોને ઓસ્ટ્રેલિયન બજારમાં ડ્યૂટી ફ્રી એક્સેસ મળશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.