સોમવારે EDએ રાહુલ ગાંધીની 9 કલાક સુધી કરી પૂછપરછ, આજે ફરી બોલાવવામાં આવ્યા
નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આજે સતત બીજા દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરશે. જોકે, આ પહેલા ગઇ કાલે એટલે કે સોમવારે EDએ રાહુલ ગાંધીની લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. મોડી રાત સુધી ચાલી રહેલી પૂછપરછ દરમિયાન રાહુલે ED ઓફિસરને કહ્યું કે શું રાત્રે રોકવાનો ઈરાદો છે. જો હા, તો હું રાત્રિભોજન પછી આવીશ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હીના 24 અકબર રોડ સ્થિત કોંગ
નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આજે સતત બીજા દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરશે. જોકે, આ પહેલા ગઇ કાલે એટલે કે સોમવારે EDએ રાહુલ ગાંધીની લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. મોડી રાત સુધી ચાલી રહેલી પૂછપરછ દરમિયાન રાહુલે ED ઓફિસરને કહ્યું કે શું રાત્રે રોકવાનો ઈરાદો છે. જો હા, તો હું રાત્રિભોજન પછી આવીશ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હીના 24 અકબર રોડ સ્થિત કોંગ્રેસના મુખ્યાલયથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના મુખ્યાલય સુધી મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એજન્સી પૂછપરછ દરમિયાન તેમના જવાબથી સંતુષ્ટ ન હતી. તેમની પાસેથી કેટલાક કાગળો પણ મંગાવવામાં આવ્યા છે. રાહુલ ગાંધી ઘણી વખત એજન્સીના સવાલનો જવાબ આપવાનું ટાળતા જોવા મળ્યા હતા. આ પછી તેમને આજે એટલે કે મંગળવારે ફરીથી બોલાવવામાં આવ્યા છે. સોમવારે રાહુલ ગાંધીને પૂછપરછના વિરોધ માટે કોંગ્રેસના સેંકડો કાર્યકરો દિલ્હીમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ રણદીપ સુરજેવાલા, કેસી વેણુગોપાલ અને ઘણા વરિષ્ઠ નેતાઓને વિરોધ વચ્ચે અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
આ અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતે ટ્વીટ કરી વિડીયો જાહેર કરી જાણકારી આપી હતી. EDના સમન્સ સામે કોંગ્રેસે સત્યાગ્રહ માર્ચ કાઢ્યો હતો. જોકે, રાહુલ ગાંધી ED ઓફિસમાંથી બહાર નીકળ્યા પછી તુરંત જ, આ નેતાઓને લગભગ 11.30 વાગ્યે પોલીસ કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. પાર્ટીના પ્રવક્તા અને સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ આરોપ લગાવ્યો કે પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમ સાથે પોલીસની ઝપાઝપી થઈ હતી. તેમના ચશ્મા જમીન પર પટકાયા હતા, તેમની ડાબી પાંસળીમાં હેરલાઇન ફ્રેક્ચર છે. સાંસદ પ્રમોદ તિવારી પણ રોડ પર પટકાયા હતા. જેનાથી તેમને માથામાં ઇજાઓ અને પાંસળીમાં ફ્રેક્ચર છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે શું આ લોકશાહી છે? જોકે, દિલ્હી પોલીસે કહ્યું કે પોલીસ દ્વારા બળપ્રયોગને કારણે કોઈ ઈજાગ્રસ્ત થવાની ઘટના તેમના ધ્યાન પર આવી નથી.
Advertisement