Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવે હનુમાનજીના જન્મ સ્થળ વિશે દ્વિધા- કિષ્કિંધા કે અંજનેરી કયું છે સાચું જન્મ સ્થળ

ભગવાન હનુમાનનું સાચું જન્મસ્થળ કયું હતું આ વિશે અલગ-અલગ અભિપ્રાય હોઈ શકે છે, પરંતુ હવે તે વિવાદ બની ગયો છે. જેના ઉકેલ માટે આજે નાશિકમાં ધર્મ સંસદ બોલાવવામાં આવી છે. જેનું આયોજન શ્રી મંડલાચાર્ય પીઠાધીશ્વર મહંત સ્વામી અનિકેત શાસ્ત્રી દેશપાંડે દ્વારા કરવામાં આવ્યું છે. સ્વામી અનિકેતનું કહેવું છે કે ધર્મ સંસદમાં ભગવાન હનુમાનના જન્મસ્થળ અંગે દેશભરના સંતો પોતાના વિચારો રજૂ કરશે.આ ધ
હવે હનુમાનજીના જન્મ સ્થળ વિશે દ્વિધા  કિષ્કિંધા કે અંજનેરી કયું છે સાચું જન્મ સ્થળ
ભગવાન હનુમાનનું સાચું જન્મસ્થળ કયું હતું આ વિશે અલગ-અલગ અભિપ્રાય હોઈ શકે છે, પરંતુ હવે તે વિવાદ બની ગયો છે. જેના ઉકેલ માટે આજે નાશિકમાં ધર્મ સંસદ બોલાવવામાં આવી છે. જેનું આયોજન શ્રી મંડલાચાર્ય પીઠાધીશ્વર મહંત સ્વામી અનિકેત શાસ્ત્રી દેશપાંડે દ્વારા કરવામાં આવ્યું છે. સ્વામી અનિકેતનું કહેવું છે કે ધર્મ સંસદમાં ભગવાન હનુમાનના જન્મસ્થળ અંગે દેશભરના સંતો પોતાના વિચારો રજૂ કરશે.આ ધર્મ સંસદમાં લેવાયેલા નિર્ણયને તમામ લોકોએ સ્વીકારવો પડશે. હકીકતમાં, કર્ણાટકના કિષ્કિંદાના મહંત ગોવિંદ દાસે દાવો કર્યો હતો કે કિષ્કિંધા ભગવાન હનુમાનનું જન્મસ્થળ છે. તેમણે આ વાત પર ધર્મ ચર્ચાનો પડકાર પણ ફેંક્યો હતો.

જન્મ સ્થળ હંમેશા એક જ રહે છે
આ ધર્મસંસદમાં લેવાયેલા નિર્ણયને તમામ લોકોએ સ્વીકારવો પડશે. હકીકતમાં, કર્ણાટકના કિષ્કિંદાના મહંત ગોવિંદ દાસે દાવો કર્યો હતો કે કિષ્કિંદા ભગવાન હનુમાનનું જન્મસ્થળ છે. તેમણે આ વિષય પર ચર્ચાનો પડકાર પણ આપ્યો હતો. વાલ્મીકિ રામાયણનો ઉલ્લેખ કરીને, તેમણે એવી માન્યતાને ખોટી સાબિત કરી હતી કે ભગવાન હનુમાનનો જન્મ મહારાષ્ટ્રના અંજનેરીમાં થયો હોવાનું માનવામાં આવે છે. મહંત ગોવિંદ દાસ પોતે રવિવારે રથ લઈને ત્ર્યંબકેશ્વર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે મહર્ષિ વાલ્મીકિએ રામાયણમાં ક્યાંય લખ્યું નથી કે હનુમાનજીનો જન્મ અંજનેરીમાં થયો હતો. જન્મ સ્થળ હંમેશા એક જ રહે છે અને ક્યાંય એવું નથી લખ્યું કે ભગવાન હનુમાનનો જન્મ નાશિકના અંજનેરીમાં થયો હતો. નાશિક પુરોહિત સંઘના પ્રમુખ સતીશ શુક્લા અને વૈષ્ણવ અને શૈવ અખાડાઓએ તેમના દાવાને પડકાર્યો છે. આ લોકોનું કહેવું છે કે નાશિકનું અંજનેરી હનુમાનજીનું જન્મસ્થળ છે.

અંજનેરીએ નાશિક-ત્ર્યંબકેશ્વરના પર્વતોમાં બનેલા કિલ્લાઓમાં સ્થિત
હાલમાં આ વિવાદ અંગે કોઈપણ કોર્ટમાં કે સરકારી સ્તરે કોઈ દાવો કરવામાં આવ્યો નથી. જોકે, નાશિક પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આયોજકોને નોટિસ પાઠવી છે. તમને જણાવી દઈએ કે અંજનેરીએ નાશિક-ત્ર્યંબકેશ્વરના પર્વતોમાં બનેલા કિલ્લાઓમાંથી એક છે. જે ભગવાન હનુમાનનું જન્મસ્થળ માનવામાં આવે છે. અંજનેરી ત્ર્યંબક રોડ પર નાસિકથી 20 કિમી દૂર છે. તેનું નામ હનુમાનની માતા અંજનીના નામ પરથી રાખવામાં આવ્યું છે. અંજનેરી ટેકરી પર હનુમાનજી સાથે અંજની માતાનું મંદિર પણ છે. કહેવાય છે કે હનુમાનજીનો જન્મ આ પર્વત પર થયો હતો. 
જો  વિવાદ નહીં ઉકેલાય તો અંતિમ નિર્ણય શંકરાચાર્ય લેશે
સ્વામી અનિકેત શાસ્ત્રીએ હનુમાનજીના જન્મસ્થળ પરના દાવા વિશે કહ્યું, 'દેશભરમાં 9 સ્થળો ભગવાન હનુમાનજીના જન્મસ્થળ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, નાસિકના દાવાને કોઈએ નકારી કાઢ્યો નથી. હાલમાં આ અંગે ચર્ચા કરવા માટે ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. નાસિક રોડ પર આવેલ પંચાયતન સિદ્ધપીઠમ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ ધર્મ સંસદમાં સાધુઓના નિર્ણય પર વિચાર કરવામાં આવશે. આ પછી પણ જો કોઈ વિવાદ થશે તો આ વિવાદ શૃંગેરી મઠના શંકરાચાર્ય સમક્ષ મૂકવામાં આવશે અને તેમનો નિર્ણય તમામે સ્વીકારવો પડશે.
Advertisement
Tags :
Advertisement

.