Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નોરા અને જેકલીનના ચોંકાવનારા ખુલાસા, જેકલિન અને પીંકી ઇરાની વચ્ચે થયો આ મુદ્દે ઝઘડો

બે દિવસમાં બોલીવુડ બ્યુટી જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીની દિલ્હીમાં દિલ્હી પોલીસની સામે પરેડ કરવામાં આવી હતી. પરંતુ સવાલ એ છે કે છેતરપિંડીના આ કેસમાં શું આ માત્ર બે જ મોટા ચહેરા છે કે પછી કેટલાક ચહેરા હજુ પણ બાકી છે? જો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDની તપાસમાં એક રીતે નોરાને ક્લીનચીટ મળી ગઈ છે. હજુ કેટલાક ચહેરાઓ બહાર આવવાના બાકીહાલમાં સવાલ એ છે કે 200 કરોડના સૌથી મોટા શો
નોરા અને જેકલીનના ચોંકાવનારા ખુલાસા  જેકલિન અને પીંકી ઇરાની વચ્ચે થયો આ મુદ્દે ઝઘડો
બે દિવસમાં બોલીવુડ બ્યુટી જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીની દિલ્હીમાં દિલ્હી પોલીસની સામે પરેડ કરવામાં આવી હતી. પરંતુ સવાલ એ છે કે છેતરપિંડીના આ કેસમાં શું આ માત્ર બે જ મોટા ચહેરા છે કે પછી કેટલાક ચહેરા હજુ પણ બાકી છે? જો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDની તપાસમાં એક રીતે નોરાને ક્લીનચીટ મળી ગઈ છે. 
હજુ કેટલાક ચહેરાઓ બહાર આવવાના બાકી
હાલમાં સવાલ એ છે કે 200 કરોડના સૌથી મોટા શો ઠગનો શોસ્ટોપર કોણ છે? બે દિવસમાં જ બોલિવૂડની સુંદરીઓ જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીની દિલ્હીમાં દિલ્હી પોલીસની સામે પરેડ કરવામાં આવી હતી, પરંતુ સવાલ એ છે કે શું છેતરપિંડીના આ કેસમાં આ બે જ મોટા ચહેરા છે કે હજુ કેટલાક ચહેરાઓ બહાર આવવાના બાકી છે.

સંબંધ અને ગિફ્ટ્સ બંને આ હીરોઇને માટે માથાનો દુખાવો
બોલિવુડમાં સૌથી મોટા ઠગ, સુકેશ ચંદ્રશેખર પાસેથી મોંઘી ગિફ્ટ લઈને, જેકલીન અને નોરા ફતેહી ગઈકાલ સુધી ખુશીમાં રાચતી હતી, હવે એ જ સંબંધ અને ગિફ્ટ્સ બંને આ હીરોઇને માટે માથાનો દુખાવો બની ગયા છે. જો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDની તપાસમાં એક રીતે નોરાને ક્લીનચીટ મળી ગઈ છે. પરંતુ હવે દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW) એ બંને અભિનેત્રીઓ પર સકંજો કસ્યો છે.

અભિનેત્રીઓ વચ્ચેના સંબંધો સુકેશ અને પિંકી ઈરાની વિશે પણ પૂછપરછ 
બુધવારે, જ્યારે EOWએ જેકલીન ફર્નાન્ડિસને સુકેશ ચંદ્રશેખર માટે સતત 8 કલાક સુધી પૂછપરછ કરી, ગુરુવારે નોરા ફતેહીએ દિલ્હી પોલીસના પ્રશ્નોનો સામનો કરવો પડ્યો. બંને દિવસે આ બંને અભિનેત્રીઓ વચ્ચેના સંબંધો સુકેશ અને પિંકી ઈરાની વિશે પણ પૂછપરછ કરી હતી. દરમિયાન પીંકી ઇરાની પણ આર્થિક ગુના વિંગની ઓફિસમાં હાજર હતી બંને અભિનેત્રીઓને સામે બેસીને પૂછપરછ કરવામાં આવી હતી. કારણ કે પિંકી ઈરાની એ ઈવેન્ટ મેનેજર છે જેણે જેકલીન અને નોરાને પહેલીવાર સુકેશ ચંદ્રશેખર સાથે ઓળખાણ કરાવી હતી. જ્યારે જેકલીનની સુકેશ સાથે મિત્રતા થઈ ત્યારે પિંકી ઈરાની સુકેશ વતી જેકલીનને કરોડોની ગિફ્ટ લાવતી અને મોકલતી. જેકલીન બાદ હવે દિલ્હી પોલીસના EOWએ નોરા ફતેહીને રડાર પર લીધી છે. ગુરુવારે, નોરા ફતેહીને દિલ્હી પોલીસે EOWની ઑફિસમાં બોલાવી હતી અને તેને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ સાથે પિંકી ઈરાનીની પણ પૂછપરછ કરવામાં આવી હતી..
જેકલીન ઈવેન્ટ મેનેજર પિંકી ઈરાની સાથે શાબ્દિક ઘર્ષણ
મળતી માહિતી મુજબ, જ્યારે જેકલીન અને પિંકી ઈરાનીને સામસામે બેસીને પૂછપરછ કરવામાં આવી રહી હતી ત્યારે જેકલીન ઈવેન્ટ મેનેજર પિંકી ઈરાની સાથે શાબ્દિક ઘર્ષણમાં આવી ગઈ હતી ઝધડો પણ થયો હતો, આરોપ છે કે જેકલિન સુકેશના ગુનાહિત ભૂતકાળ અંગે જાણતી હોવા છતા તેણે ચંદ્રશેખર પાસેથી ભેટ લીધી? અને આ તે સવાલ છે જેની આસપાસ દિલ્હી પોલીસની તપાસ હાલમાં ફરી રહી છે..પિંકી ઈરાની જેકલીન સાથે તેના સ્પષ્ટીકરણ અને કેટલાક જવાબો પર ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. સ્થિતિ એવી બની કે જે અધિકારીઓએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા તેઓ બંનેને શાંત પાડવાના પ્રયાસો કરવા લાગ્યા. 

અભિનેત્રી જેકલીનને આ ગુનામાં સુકેશની  ક્રાઇમ પાર્ટનર હોવાનું શોધી કાઢ્યું
જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીને સત્ય જાણવા છતાં સુકેશ ચંદ્ર શેખર પાસેથી કરોડોની ગિફ્ટ મેળવી હોવાની શંકા છે. EOW તેમજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આ કેસમાં સુકેશ વિરુદ્ધ દિલ્હી પોલીસ દ્વારા નોંધાયેલી FIRની તપાસ કરી રહી છે. કારણ કે આ પણ મની લોન્ડરિંગનો મામલો છે. તેથી આ એંગલથી મામલાની તપાસ કરવામાં આવી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેની અત્યાર સુધીની તપાસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીનને આ ગુનામાં સુકેશની  ક્રાઇમ પાર્ટનર હોવાનું શોધી કાઢ્યું છે. અર્થાત્, જેકલીને બધું જાણતી હોવા છતાં તેણે સુકેશ પાસેથી કરોડોની ગિફ્ટ્સ લીધી હતી. તેણે સુકેશની છેતરપિંડીના પૈસામાંથી ઘણી એશ કરી હતી. ઇડીએ આ મામલે કોર્ટમાં પૂરક ચાર્જશીટ પણ આપી હતી. જેમાં સુકેશ સાથે જેકલીનના આ કનેક્શનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આ પહેલા પણ દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે જેકલીનને બે વખત પૂછપરછ માટે બોલાવી હતી. પણ જેકલીન ત્યાં આવવાની જરૂર ન લાગી ન હતી, પરંતુ જ્યારે પોલીસે ત્રીજી વખત તેની સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી તો તે બુધવારે પૂછપરછ માટે આવી હતી.  

લગભગ છ કલાક સુધી તેની પૂછપરછ ચાલી
ED બાદ હવે બંને અભિનેત્રીઓને દિલ્હી પોલીસના સવાલોનો સામનો કરવો પડશે. ગુરુવારે, દિલ્હી પોલીસના EWOએ સવારે 11 વાગ્યે નોરા ફતેહીને પૂછપરછ માટે તેની ઓફિસમાં બોલાવી હતી. પરંતુ તે 1 વાગે ત્યાં પહોંચી હતી. જ્યારે પિંકી ઈરાની બપોરે 12 વાગ્યાથી ત્યાં હાજર હતી. પહેલા આ બંનેની અલગ-અલગ પૂછપરછ કરવામાં આવી હતી અને બાદમાં બંનેને સામ-સામે બેસીને સવાલો થયા જેના તેમના દ્વારા જવાબ આપવામાં આવ્યા હતા. અભિનેત્રી નોરા ફતેહી વાદળી કાર અને કાળા કપડામાં EOWની ઓફિસે પહોંચી હતી. લગભગ છ કલાક સુધી તેની પૂછપરછ ચાલી. ઇકોનોમિક ઓફેન્સીસ વિંગના અધિકારીઓએ મહાઠગ સુકેશ સાથેના સંબંધો અંગે પ્રશ્નો પૂછ્યા, સુકેશ સાથેના નાણાકીય વ્યવહારોના ઇતિહાસની વિગતો પણ પૂછી
જાણો  નોરાને પોલાસે  શું પૂછ્યું 
પ્રશ્ન નંબર-1- તમે 2020માં ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં ગયા હતા, તે કાર્યક્રમનું આયોજન કોણે કર્યું?
પ્રશ્ન નંબર-2- તમે સુકેશ સાથે સતત ચેટ કેમ કરતા હતા?
પ્રશ્ન નંબર 3- લીના દ્વારા આયોજિત કાર્યક્રમ અંગે તમારો સંપર્ક કોણે કર્યો?
પ્રશ્ન નંબર-4- સુકેશની પત્ની લીનાએ તમને શું ભેટ આપી હતી?

સુકેશે કહ્યું – હું તમારો બહુ મોટો ફેન છું
પૂછપરછ દરમિયાન, નોરા ફતેહીએ EOW ના અધિકારીઓના પ્રશ્નોના જવાબ આપ્યા, જણાવ્યું કે તે મહાથઠગના સંપર્કમાં કેવી રીતે આવી. નોરાએ સૌથી પહેલા ઈવેન્ટના બદલામાં મળેલી ગિફ્ટ વિશે જણાવ્યું. નોરાએ કહ્યું કે ઇવેન્ટ સારી રહ્યી હતી બાદમાં લીના મને મળી અને મને એક ગુચી બેગ અને આઇફોન આપ્યો. લીનાએ કહ્યું કે મારા પતિ તમારા મોટા ફેન છે, તેઓ અત્યારે તમને મળી શકતા નથી પરંતુ ફોન પર વાત કરી શકે છે. લીનાએ સુકેશને લાઉડસ્પીકર પર જોડ્યો, સુકેશે કહ્યું – હું તમારો બહુ મોટો ફેન છું. ત્યારે લીનાએ કહ્યું કે તે  એક કાર્યક્રમના ટોકન તરીકે નવી BMW આપવા  માંગે  છે. નોરાએ આગળ કહ્યું, 'મને પાછળથી ફોન આવ્યો, ફોન કરનારે પોતાને શેખર તરીકે ઓળખાવ્યો, મેં આગળના સોદા માટે મારા સંબંધીનો નંબર શેખરને મોકલ્યો.' નોરા ફતેહી BMW કાર વિશે વાત કરે છે જે EOW જાણવા માંગતી હતી.

બીજી ડીલ હેઠળ ટોકન તરીકે BMW લેવામાં આવી
નોરાએ કહ્યું, 'મેં મારા સંબંધી બોબીને કહ્યું કે શેખરને કહે કે મને BMWની જરૂર નથી. મારી પાસે BMW છે. બોબી શેખરને કહે છે કે નોરા ફતેહીને BMW નથી જોઈતી. શેખરે કહ્યું- ઠીક છે અને પછી બાદમાં તેણે બોબીને BMW ઓફર કરી. બાદમાં બીજી ડીલ હેઠળ ટોકન તરીકે BMW લેવામાં આવી, નવી 5 સીરીઝની BMW જે બોબીના નામે રજીસ્ટર થયેલ છે.
મળેલી ગિફ્ટની લિસ્ટ પણ માંગ્યું
નોરાએ એજન્સી સાથે સુકેશ સાથેની વાતચીતના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે. આ પહેલા નોરાની 2 સપ્ટેમ્બરે પણ પૂછપરછ કરવામાં આવી છે. આ બીજી વખત છે જ્યારે દિલ્હી પોલીસે નોરા ફતેહીની પૂછપરછ કરી છે. પોલીસે નોરા અને જેકલીનને સુકેશ ચંદ્રશેખર પાસેથી મળેલી ગિફ્ટની લિસ્ટ પણ માંગ્યું છે. હવે એવું માનવામાં આવે છે કે ED અને EOW આ કેસમાં ઘણા વધુ બોલિવુડ ચહેરાઓને બેનકાબ કરી શકે છે.
Advertisement
Tags :
Advertisement

.