Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લદ્દાખની જામિયા મસ્જીદમાં ભીષણ આગ, મોટા પાયે થયું નુકસાન, આ કારણે લાગી હતી આગ

લદ્દાખના દ્રાસમાં આવેલી જામિયા મસ્જીદમાં ભીષણ આગ લાગી છે. જામિયા મસ્જીદ આગની ચપેટમાં આવતા ભારે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. લદ્દાખના કારગિલ જિલ્લાના દ્રાસમાં સ્થિત સેન્ટ્રલ જામિયા મસ્જીદમાં બુધવારે સાંજે ભીષણ આગ લાગી ગઈ. તેનાથી મસ્જીદમાં ભારે નુકસાન થયું છે.આગ પર કાબુ મેળવાયોઘટનાની જાણ થતાં જ સેના, પોલીસ અને ફાયર સ્ટાફે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો છે. આગ ઝડપથી
લદ્દાખની જામિયા મસ્જીદમાં ભીષણ આગ  મોટા પાયે થયું નુકસાન  આ કારણે લાગી હતી આગ
લદ્દાખના દ્રાસમાં આવેલી જામિયા મસ્જીદમાં ભીષણ આગ લાગી છે. જામિયા મસ્જીદ આગની ચપેટમાં આવતા ભારે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. લદ્દાખના કારગિલ જિલ્લાના દ્રાસમાં સ્થિત સેન્ટ્રલ જામિયા મસ્જીદમાં બુધવારે સાંજે ભીષણ આગ લાગી ગઈ. તેનાથી મસ્જીદમાં ભારે નુકસાન થયું છે.
આગ પર કાબુ મેળવાયો
ઘટનાની જાણ થતાં જ સેના, પોલીસ અને ફાયર સ્ટાફે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો છે. આગ ઝડપથી આખી મસ્જીદમાં ફેલાઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા આગ પર કાબુ મેળવવા માટે અન્ય વિસ્તારોમાંથી ફાયર વિભાગની ગાડીઓ બોલાવી લેવામાં આવી હતી. 
શોર્ટ સર્કિટના કારણે લાગી આગ
મળતી વિગતો પ્રમાણે મસ્જીદના કેરટેકરે કહ્યું કે, આ સૌથી જુની મસ્જીદ છે. દ્રાસ એક સંવેદનશીલ વિસ્તાર હોવા છતાં અહીં એક પણ ફાયર સર્વિસ નથી. પહેલાં પણ અહીં આવી દુર્ઘટના ઘટી ચુકી છે પરંતુ તંત્રએ કોઈ બોધપાઠ લીધો નથી. હાલ તો આગ પર કાબુ મેળવી લેવાયો છે પણ મસ્જીદમાં મોટા પાયે નુંકસાન થયું છે. શોર્ટ  સર્કિટના કારણે આગ લાગી હોવાનું કહેવાય રહ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.