Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઇસ્લામિક દેશોના સંગઠન OICની POK મુલાકાત પર ભારતની લાલ આંખ, કહ્યું આંતરિક મામલામાં ન દે દખલ

ભારતે ફરી એકવાર ઈસ્લામિક દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ને ઠપકો આપ્યો છે. કાશ્મીર અંગે સતત નિવેદનબાજી કર્યા બાદ હવે આ સંગઠનના મહાસચિવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની મુલાકાત લીધી,અને પીઓકે અંગે  ટિપ્પણી કરી.  ભારતે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. OICના આ કૃત્યની વિદેશ મંત્રાલયે નિંદા કરી છે.OICને જમ્મુ-કાશ્મીર સાથે કોઇ લેવા દેવા નથીઃ વિદેશ મંત્રાલય વિદેશ મંત્રાલયન
ઇસ્લામિક દેશોના સંગઠન oicની pok મુલાકાત પર ભારતની લાલ આંખ  કહ્યું આંતરિક મામલામાં ન દે દખલ
Advertisement
ભારતે ફરી એકવાર ઈસ્લામિક દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ને ઠપકો આપ્યો છે. કાશ્મીર અંગે સતત નિવેદનબાજી કર્યા બાદ હવે આ સંગઠનના મહાસચિવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની મુલાકાત લીધી,અને પીઓકે અંગે  ટિપ્પણી કરી.  ભારતે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. OICના આ કૃત્યની વિદેશ મંત્રાલયે નિંદા કરી છે.

OICને જમ્મુ-કાશ્મીર સાથે કોઇ લેવા દેવા નથીઃ વિદેશ મંત્રાલય 
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અમે OICના મહાસચિવની PoKની મુલાકાત અને મુલાકાત દરમિયાન જમ્મુ અને કાશ્મીર પરની ટિપ્પણીની સખત નિંદા કરીએ છીએ. અમે પુનરોચ્ચાર કરીએ છીએ કે OICને જમ્મુ-કાશ્મીર સાથે કોઇ લેવા દેવા નથી." કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. ભારતની આંતરિક બાબતોમાં દખલ કરવાનો કોઈપણ પ્રયાસ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે."
OIC પહેલેથીજ વિશ્વનીયતા ગુમાવી ચૂક્યું છેઃ વિદેશ મંત્રાલય 
વિદેશ મંત્રાલયે કહ્યું, "ઓઆઈસી પહેલાથી જ તેની તમામ વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યું છે. તે ઘણા મુદ્દાઓ પર સતત સાંપ્રદાયિક, એકતરફી અને તથ્યાત્મક રીતે ખોટા પક્ષ લઇ રહ્યું છે. તેના મહાસચિવ કમનસીબે પાકિસ્તાનના પ્રવક્તા બની ગયા છે".
કાશ્મીર પર OICનું શું હતું નિવેદન?
નોંધપાત્ર રીતે, ઇસ્લામિક દેશોના સંગઠનના મહાસચિવ, હિસેન બ્રાહિમ તાહાએ સોમવારે પીઓકેની મુલાકાત લીધા પછી કહ્યું કે કાશ્મીર વિવાદ OICના એજન્ડામાં ટોચની પ્રાથમિકતા પર છે. વાસ્તવમાં, બ્રાહિમ તાહા PoK ટૂર પર પહોંચ્યા હતા જ્યાં તેમણે કહ્યું કે ઇસ્લામિક દેશોનું સંગઠન ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતનો રસ્તો શોધી રહ્યું છે જેથી કાશ્મીર વિવાદનો ઉકેલ લાવી શકાય.
તેમણે કહ્યું હતું કે તેઓ અન્ય દેશોને કાશ્મીર વિવાદ અંગે એકસાથે આવવા માટે કહી રહ્યા છે, જેથી આ મુદ્દાને વહેલી તકે ઉકેલી શકાય. અમે પાકિસ્તાન સહિત અન્ય દેશો સાથે આ વિષય પર બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી રહ્યા છીએ. તે જ સમયે, બ્રાહિમ તાહાએ રાષ્ટ્રપતિ આવાસ પર મીડિયા સાથે વાત કરતા કહ્યું કે કાશ્મીરની વર્તમાન સ્થિતિ પર એક વ્યાપક મૂલ્યાંકન રિપોર્ટ પણ સંગઠનને સોંપવામાં આવશે.
બ્રાહિમ તાહાએ કહ્યું કે કાશ્મીર વિવાદ એક રાજદ્વારી મુદ્દો છે જેની ચર્ચા રસ્તા પર ઉભા રહીને થઈ શકતી નથી. એટલા માટે અમને આ મુદ્દે અન્ય દેશો, સંગઠનોના સમર્થનની જરૂર છે. PoKના રાષ્ટ્રપતિ ભવનમાં મીડિયા સાથે વાત કરતી વખતે હિસેન બ્રાહિમ તાહા સાથે PoKના પ્રમુખ સુલતાન મહમૂદ, વડાપ્રધાન સરદાર તનવીર ઇલ્યાસ, પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના કાશ્મીર પર સલાહકાર કમર ઝમાન કૈરા પણ હાજર હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×