Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી મામલે કાલે નિર્ણય, સુરક્ષા માટે કરાઈ કિલ્લેબંધી

વારાણસીના જ્ઞાનવારી-શ્રૃંગાર ગૌરી મામલે (Gyanvapi sringar gauri case) કાલે 12 સપ્ટેમ્બરે નિર્ણય આવવાનો છે. જ્ઞાનવારી-શ્રૃંગાર ગૌરી કેસમાં વારાણસી જિલ્લા કોર્ટે કેસ ચાલવા યોગ્ય છે કે નહી. આ વાત પર નિર્ણય સંભળાવશે. કોર્ટનો નિર્ણય આવે તે પહેલા વારાણસીમાં વહિવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે.આ મામલે વારાણસીમાં (Varanasi) સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. ઈન્ટર ડિસ્ટ્રીક્ટ બોર્ડર્સ પર ચેકિંગ અને એલર
જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી મામલે કાલે નિર્ણય  સુરક્ષા માટે કરાઈ કિલ્લેબંધી
વારાણસીના જ્ઞાનવારી-શ્રૃંગાર ગૌરી મામલે (Gyanvapi sringar gauri case) કાલે 12 સપ્ટેમ્બરે નિર્ણય આવવાનો છે. જ્ઞાનવારી-શ્રૃંગાર ગૌરી કેસમાં વારાણસી જિલ્લા કોર્ટે કેસ ચાલવા યોગ્ય છે કે નહી. આ વાત પર નિર્ણય સંભળાવશે. કોર્ટનો નિર્ણય આવે તે પહેલા વારાણસીમાં વહિવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે.
આ મામલે વારાણસીમાં (Varanasi) સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. ઈન્ટર ડિસ્ટ્રીક્ટ બોર્ડર્સ પર ચેકિંગ અને એલર્ટ વધારી દેવામાં આવ્યું છે. આ સાથે જ તંત્રએ હોટલ, ધર્મશાળા અને ગેસ્ટ હાઉસમાં પણ ચેકિંગ કરી દીધું. સોશિયલ મીડિયા પર પણ સતત નજર રાખવાનો નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.
આજે વારાણસીમાં કમિશ્નરેટની સુરક્ષા સમીક્ષાને લઈને એક બેઠક યોજવામાં આવી. જેમાં કાયદો વ્યવસ્થાના પડકારોનો સામનો કરવાની તૈયારીઓ પર ચર્ચા થઈ. બેઠકમાં ધર્મગુરૂઓ અને અન્ય આગેવાનો સાથે સંવાદ સ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો છે. સમગ્ર કમિશ્નરેટ વિસ્તારમાં કલમ 144 (Section 144) પણ લાગૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી વિવાદ મામલે કોર્ટે 12 સપ્ટેમ્બર સુધી નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. બંન્ને પક્ષોની સુનવણી પુર્ણ થઈ ચુકી છે. કાશ  વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જીદને લઈને અડધો ડઝનથી વધારે કેસો અલગ-અલગ કોર્ટમાં પેન્ડિંગ છે. 
આ મામલે તત્કાલીન સિવિલ જજ રવિ કુમાર દિવાકરે સર્વેનો આદેશ આપ્યો હતો. આ બાદ જ્ઞાનવાપી મસ્જીદના પરિસરમાં સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે બાદ મસ્જીદના વજુખાનામાં શિવલિંગ હોવાનો દાવો કરવામાં આવ્યો જ્યારે મુસ્લિમ પક્ષે તેને ફુવારો ગણાવ્યો. આ મામલે વિવાદ એટલો વધી ગયો છે કે સર્વે વિરૂદ્ધ અંજુમન ઈંતેજામિયા કમિટી સુપ્રીમ કોર્ટમાં ગઈ છે.
Advertisement

Tags :
Advertisement

.