Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 78મી જન્મજયંતિ, રાહુલ અને પ્રિયંકાની શ્રદ્ધાંજલી

આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 78મી જન્મજયંતિ છે. આ અવસર પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વીર ભૂમિ ખાતે તેમને શ્રદ્ધાંજલી આપી હતી. આ પ્રસંગે રાહુલ-પ્રિયંકા સાથે રોબર્ટ વાડ્રા, સાંસદ કેસી વેણુગોપાલ અને એલઓપી મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા.રાહુલ ગાંધીએ આ અવસર પર પોતાના પિતાને યાદ કરીને ટ્વિટ કર્યું. તેમણે ટ્વિટમાં રાજીવ ગાંધીનો એક વિડીયો શેર કર્યો છે. આ વિàª
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 78મી જન્મજયંતિ  રાહુલ અને પ્રિયંકાની શ્રદ્ધાંજલી
આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 78મી જન્મજયંતિ છે. આ અવસર પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વીર ભૂમિ ખાતે તેમને શ્રદ્ધાંજલી આપી હતી. આ પ્રસંગે રાહુલ-પ્રિયંકા સાથે રોબર્ટ વાડ્રા, સાંસદ કેસી વેણુગોપાલ અને એલઓપી મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા.
રાહુલ ગાંધીએ આ અવસર પર પોતાના પિતાને યાદ કરીને ટ્વિટ કર્યું. તેમણે ટ્વિટમાં રાજીવ ગાંધીનો એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોને શેર કરતા તેમણે લખ્યું, "પાપા, તમે મારી સાથે છો, મારા દિલમાં દરેક ક્ષણે. હું હંમેશા તમે દેશ માટે જોયેલું સપનું પૂરું કરવાનો પ્રયાસ કરીશ."
Advertisement

 વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજીવ ગાંધીની જન્મજયંતિ પર ટ્વિટ કર્યું. તેમણે લખ્યું, 'આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીજીને તેમની જન્મજયંતિ પર  શ્રદ્ધાંજલી.'

કોંગ્રેસે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર રાજીવ ગાંધીની તસવીર શેર કરતા કહ્યું કે, ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ પર અમે તેમને સલામ કરીએ છીએ. 21મી સદીના ભારતના આર્કિટેક્ટ તરીકે ઓળખાતા, તેમના વિઝન દ્વારા ભારતમાં IT અને ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિની શરૂઆત થઈ. આજે આપણે તેમનો વારસો ઉજવીએ છીએ.
ઉલ્લેખનિય છે કે રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ થયો હતો. રાજીવ ગાંધીએ 37 વર્ષની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.