Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જેડીયૂના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનું નિધન ,પુત્રીએ આપી જાણકારી

JDUના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનું નિધન થયું છે. તેમની દિકરીએ આ વાતની પુષ્ટી કરી છે. 75 વર્ષની ઉંમરમાં શરદ યાદવે અંતિમ શ્વાસ લીધા છે. બિહારની રાજનીતિમાં પોતાની અલગ ઓળખ ઉભી કરનારા શરદ યાદવના નિધનથી કાર્યકર્તાઓ દુ:ખી છે. તેમની પુત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કરી જાણકારી  આપી   જેડીયુના પૂર્વ પ્રમુખ શરદ યાદવનું નિધન થયું છે. તેમની પુત્રીએ આ સમાચારની પુષ્ટિ કરી છે. શરદ યાદવે 75 વર્ષની વયà«
જેડીયૂના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનું નિધન  પુત્રીએ આપી જાણકારી

JDUના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનું નિધન થયું છે. તેમની દિકરીએ આ વાતની પુષ્ટી કરી છે. 75 વર્ષની ઉંમરમાં શરદ યાદવે અંતિમ શ્વાસ લીધા છે. બિહારની રાજનીતિમાં પોતાની અલગ ઓળખ ઉભી કરનારા શરદ યાદવના નિધનથી કાર્યકર્તાઓ દુ:ખી છે. તેમની પુત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કરી જાણકારી  આપી

Advertisement

Advertisement

જેડીયુના પૂર્વ પ્રમુખ શરદ યાદવનું નિધન થયું છે. તેમની પુત્રીએ આ સમાચારની પુષ્ટિ કરી છે. શરદ યાદવે 75 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. બિહારની રાજનીતિમાં એક અલગ ઓળખ ધરાવતા શરદ યાદવની વિદાયથી સૌ કોઈ શોકમાં ગરકાવ થઈ ગયા છે. તેમની સમાજવાદી રાજનીતિએ તેમને લોકોમાં લોકપ્રિય બનાવ્યા હતા. પરંતુ હવે એ મહાન નેતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું.

Advertisement

તેમણે વર્ષ 2016માં જેડીયુમાંથી રાજીનામું આપ્યા બાદ પોતાની નવી પાર્ટી બનાવી. આ પછી તેમણે આ પાર્ટીને રાષ્ટ્રીય જનતા દળમાં ભેળવી દીધી. તેમની પુત્રી સુભાષિની કોંગ્રેસમાં છે.

પહેલી વખત જબલપુરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા

શરદ યાદવે પહેલી વખત જબલપુરથી લોકસભા ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. શરદ યાદવ ત્યારે જબલપુર વિશ્વવિદ્યાલય વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ હતા. તેમને જેલમાં રહીને ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. તેમને જયપ્રકાશ નારાયણની પહેલ પર તમામ વિપક્ષી દળો તરફથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તેમને કોંગ્રેસની ટિકિટ પરથી લડી રહેલા શેઠ ગોવિંદદાસના પુત્ર રવિમોહન દાસનો હરાવ્યા હતા.


શરદ યાદવ ભારત સરકારમાં ઘણા મહત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યા છે

શરદ યાદવ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના કન્વીનર હતા. પરંતુ જ્યારે તેમની પાર્ટી ગઠબંધનથી અલગ થઈ ગઈ, ત્યારે તેમણે કન્વીનર પદ પરથી રાજીનામું આપી દીધું. રાજકીય જોડાણોના નિષ્ણાત ખેલાડી ગણાતા શરદ યાદવને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના રાજકીય ગુરુ માનવામાં આવતા હતા. મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લાના બાબાઈ ગામમાં 1 જુલાઈ 1947ના રોજ જન્મેલા શરદ યાદવ ભારત સરકારમાં ઘણા મહત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યા છે. તેમના પિતાનું નામ નંદ કિશોર યાદવ અને સુમિત્રા યાદવ હતું. તેણે રોબર્ટસન કોલેજ, જબલપુરમાંથી બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી. તેમની મોટાભાગની રાજકીય કારકિર્દી બિહારમાં રહી હતી. તેમણે રેખા યાદવ સાથે 15 ફેબ્રુઆરી 1989ના રોજ લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર અને એક પુત્રી છે.

Tags :
Advertisement

.