રેલવે સ્ટેશનનો ફુટ ઓવર બ્રીજ તુટ્યો, 20 મુસાફરો ઈજાગ્રસ્ત
મહારાષ્ટ્રના (Maharashtra) ચંદ્રપુરમાં એક મોટો અકસ્માત થયો છે. બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ દરમિયાન અનેક મુસાફરો પુલ પરથી નીચે પડી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે પુલની ઉંચાઈ આશરે 60 ફૂટ હતી અને 60 ફૂટની ઊંચાઈએથી લોકો ટ્રેક પર નીચે પડ્યા હતા.આ દુર્ઘટનામાં લગભગ 20 મુસાફરો ગંભીર રીતે ઘવાયા છે. જેમાંથી 8ની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. મુસાફરો 1 નંબàª
મહારાષ્ટ્રના (Maharashtra) ચંદ્રપુરમાં એક મોટો અકસ્માત થયો છે. બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ દરમિયાન અનેક મુસાફરો પુલ પરથી નીચે પડી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે પુલની ઉંચાઈ આશરે 60 ફૂટ હતી અને 60 ફૂટની ઊંચાઈએથી લોકો ટ્રેક પર નીચે પડ્યા હતા.
આ દુર્ઘટનામાં લગભગ 20 મુસાફરો ગંભીર રીતે ઘવાયા છે. જેમાંથી 8ની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. મુસાફરો 1 નંબરના પ્લેટફોર્મ પરથી 4 નંબરના પ્લેટફોર્મ પર જવા માટે આ ફુટ ઓવરબ્રીજ પાર કરી રહ્યાં હતા અને અચાનક આ પુલનો એક ભાગ તુટી (Bridge Collapsed) ગયો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યાં છે.
પુલ તૂટી પડવાની ઘટના પર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, આ ઘટના લગભગ 5 વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે અચાનક પુલ વચ્ચેથી નીચે આવી ગયો હતો. રેલવેએ (Railway) ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ દરમિયાન લગભગ 20 લોકો ઘાયલ થયા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement