Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સિકંદરાબાદમાં ઇલેકટ્રીક સ્કૂટરના શો રુમમાં આગ, 6ના મોત

હૈદરાબાદના સિકંદરાબાદ વિસ્તારમાં સોમવારે રાત્રે ઇલેકટ્રીક સ્કૂટરના શો રુમમાં ભીષણ આગ લાગતાં 6ના મોત થયા છે. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ઇલેક્ટ્રિક સ્કૂટરનો શોરૂમ આવેલો હતો, જ્યારે તેની ઉપર ચાર માળની એક હોટલ હતી. આગના કારણે ઉપરના માળે 25-30 લોકો ફસાઈ ગયા હતા અને એક મહિલા સહિત લગભગ 6 લોકો આગને કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યારે અડધો ડઝન જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.પ્રાપ્ત માહિતી
સિકંદરાબાદમાં ઇલેકટ્રીક સ્કૂટરના શો રુમમાં આગ  6ના મોત
Advertisement
હૈદરાબાદના સિકંદરાબાદ વિસ્તારમાં સોમવારે રાત્રે ઇલેકટ્રીક સ્કૂટરના શો રુમમાં ભીષણ આગ લાગતાં 6ના મોત થયા છે. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ઇલેક્ટ્રિક સ્કૂટરનો શોરૂમ આવેલો હતો, જ્યારે તેની ઉપર ચાર માળની એક હોટલ હતી. આગના કારણે ઉપરના માળે 25-30 લોકો ફસાઈ ગયા હતા અને એક મહિલા સહિત લગભગ 6 લોકો આગને કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યારે અડધો ડઝન જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ આગ બિલ્ડિંગના બેઝમેન્ટમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ચાર્જિંગ યુનિટથી શરૂ થઈ હતી અને બિલ્ડિંગમાં પ્રસરી ગઈ હતી. આગના કારણે સમગ્ર વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી અને ઘણા મહેમાનો પોતાનો જીવ બચાવવા ઉપરના માળેથી નીચે કૂદી પડ્યા હતા. રૂબી હોટલની બિલ્ડીંગના બેઝમેન્ટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ શોરૂમમાં બાઇકની બેટરી ફાટી હતી, ત્યારબાદ આગ આખી બિલ્ડીંગને લપેટમાં લઇ લીધી હતી.
આગ ઝડપથી સમગ્ર હોટેલ બિલ્ડીંગમાં ફેલાઈ ગઈ હતી. હોટલમાં લગભગ 23થી 25 ​​લોકો હતા. આગ અને ધુમાડા અને ગૂંગળામણને કારણે અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. સાથે જ અનેક લોકો ઘાયલ પણ થયા છે. આગ જોઈને કેટલાક લોકોએ બારીમાંથી નીચે કૂદવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે અનેક લોકો ઘાયલ પણ થયા છે. મંત્રી ટી શ્રીનિવાસ યાદવ, ગૃહમંત્રી મહમૂદ અલી અને હૈદરાબાદ શહેર પોલીસ કમિશનર આનંદ પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા હતા.
પોલીસે કહ્યું કે  કેટલાક લોકોએ બિલ્ડિંગ પરથી કૂદકો માર્યો હતો અને સ્થાનિક લોકોએ તેમને બચાવ્યા હતા. તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઘટનાના પલે ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવાની કોશિશ કરી હતી.

Advertisement
Tags :
Advertisement

.

×