Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સંજય રાઉત કેસમાં ઇડીનો ખુલાસો, બેનામી આવક તરીકે 1 કરોડ રૂપિયા મળ્યાં

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી એવા 60 વર્ષીય રાજનેતા સંજય રાઉતની રવિવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. EDના પ્રાદેશિક કાર્યાલયમાં છ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. શિવસેનાના સાંસદ સંજય રાઉત અને તેમના પરિવારને મુંબઈમાં ચાલીના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગેરરીતિથી રૂ. 1 કરોડ મળ્યા હોવાના આક્ષેપ હતાં. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ વિશેષ
સંજય રાઉત કેસમાં ઇડીનો ખુલાસો   બેનામી આવક તરીકે 1 કરોડ રૂપિયા મળ્યાં
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી એવા 60 વર્ષીય રાજનેતા સંજય રાઉતની રવિવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. EDના પ્રાદેશિક કાર્યાલયમાં છ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. શિવસેનાના સાંસદ સંજય રાઉત અને તેમના પરિવારને મુંબઈમાં ચાલીના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગેરરીતિથી રૂ. 1 કરોડ મળ્યા હોવાના આક્ષેપ હતાં. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ વિશેષ કોર્ટને આ માહિતી આપી છે. 
 
રાઉત 4 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં
PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) કોર્ટના જસ્ટિસ એમજી દેશપાંડેએ રાઉતને 4 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધો છે. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં સંજય રાઉતની કસ્ટડી માંગતી વખતે આ દાવો કર્યો હતો. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ મામલો ઉપનગરીય ગોરેગાંવમાં પાત્રા ચાલના પુનઃવિકાસમાં અનિયમિતતા અને નાણાકીય સંપત્તિના વ્યવહાર સાથે સંબંધિત છે, જેમાં તેની પત્ની અને તેમના કથિત સહયોગીઓ સામેલ છે. જોકે સંજય રાઉતે દાવો કર્યો હતો કે તેમની સામેના આરોપો પાયાવિહોણા છે અને રાજકીય બદલાની ભાવનાથી તેમની સામેઆ કેસ કરી આરોપ લગાવવામાં આવ્યા છે.
 
છ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ 
મહારાષ્ટ્રમાં છેલ્લાં ઘણાં સમયથી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામે મુશ્કેલીઓ પુરી થવાનું નામ નથી વઇ રહી તેમના  નજીકના સાથી અને રાજ્ય સભા સાંસદ સંજય રાઉતની રવિવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટમાં EDની પ્રાદેશિક કચેરીમાં છ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કર્યા બાદ આ ધરપકડ કરવામાં આવી હતી.
EDએ 8 દિવસની કસ્ટડી માંગી હતી
તપાસ એજન્સીએ સોમવારે રાઉતને વિશેષ પીએમએલએ કોર્ટમાં રજૂ કરી અને આઠ દિવસની કસ્ટડી માંગી. પરંતુ ન્યાયાધીશે બચાવપક્ષ અને ફરિયાદ પક્ષની દલીલો સાંભળ્યા બાદ કહ્યું કે, આઠ દિવસની લાંબી કસ્ટડીની જરૂર નથી. હું માનું છું કે જો આરોપીને 4 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલવામાં આવે તો તે માટેનો હેતુ માટે પૂરતો હશે.

'રાઉતને ઘરેથી મળેલા પૈસાનો સ્ત્રોત જણાવો'
દરમિયાન, શિવસેનાના એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથના ધારાસભ્ય દીપક કેસકરે કહ્યું કે રાઉતે તેમના ઘરેથી મળી આવેલા 11 લાખ રૂપિયાના સ્ત્રોત વિશે EDને જાણ કરવી જોઈએ. કેસકરે કહ્યું, “દરેક વ્યક્તિ ઘરે યોગ્ય પ્રમાણમાં રોકડ રાખે છે. અમે જોયું છે કે જ્યારે તમે મુસાફરી કરો છો ત્યારે તમે બે લાખ રૂપિયા સુધીની રોકડ સાથે લઈ શકો છો. જો રકમ આ મર્યાદા કરતા વધુ હોય તો તે રકમ કઈ બેંકમાંથી ઉપાડવામાં આવી હતી તે જણાવવાનું રહે છે.
Advertisement
Tags :
Advertisement

.