નેધરલેન્ડના સાંસદનું નૂપુર શર્માના સમર્થનમાં ટ્વિટ, ગુજરાતના પૂર્વ પોલીસ અધિકારીથી લઇને તારિક ફતહે શું કહ્યું?
પયગંબર મોહમ્મદ વિશે કથિત રીતે વિવાદિત નિવદન આપવા બદલ ભાજપે નૂપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. તો બીજી તરફ હવે તેના આ નિવેદનને લઇને ખાડી દેશોમાં પણ વિરોધના સૂર ઉઠ્યા છે. કુવૈત, ઇરાન અને કતાર સહિતના દેશોએ આ મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી છે. ત્યારે એવા લોકો પણ છે કે જેઓ નૂપુર શર્માના સમર્થનમાં આવી રહ્યા છે. કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે કે એક ડચ સાંસદ દ્વારા પણ નૂપુર શર્માના àª
Advertisement
પયગંબર મોહમ્મદ વિશે કથિત રીતે વિવાદિત નિવદન આપવા બદલ ભાજપે નૂપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. તો બીજી તરફ હવે તેના આ નિવેદનને લઇને ખાડી દેશોમાં પણ વિરોધના સૂર ઉઠ્યા છે. કુવૈત, ઇરાન અને કતાર સહિતના દેશોએ આ મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી છે. ત્યારે એવા લોકો પણ છે કે જેઓ નૂપુર શર્માના સમર્થનમાં આવી રહ્યા છે. કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે કે એક ડચ સાંસદ દ્વારા પણ નૂપુર શર્માના સમર્થનમાં ટ્વિટ કરવામાં આવ્યું છે. આ સિવાય ગુજરાતના એક પૂર્વ પોલીસ અધિકારી અને પાકિસ્તાની મૂળના લેખકે પણ નૂપુર શર્માને સમર્થન કર્યુ છે.
નેધરલેન્ડના સાંસદે ભારતીયોને શું સલાહ આપી?
નૂપુરના સમર્થનમાં નેધરલેન્ડના સાંસદ ગર્ટ વિલ્ડર્સે અનેક ટ્વિટ કર્યા છે. જેમાં તેમણે ભારતીયોને નૂપુરને સમર્થન કવાની સલાહ આપી છે. વાઈલ્ડર્સ નેધરલેન્ડની પાર્ટી ઓફ ફ્રીડમના નેતા પણ છે. વાઈલ્ડર્સે કહ્યું, 'આ ખૂબ જ હાસ્યાસ્પદ છે કે ભારતીય નેતા નૂપુર શર્માએ પયગંબર વિશે સાચું કહ્યું તેના માટે આરબ અને ઈસ્લામિક દેશો ગુસ્સે છે. ભારતે શા માટે માફી માંગવી જોઈએ?' વાઈલ્ડર્સે ભારતીયોને નૂપુર શર્માનો બચાવ કરવાની સલાહ આપી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું 'તુષ્ટિકરણ ક્યારેય કામ કરતું નથી. તે વસ્તુઓને વધુ ખરાબ બનાવે છે. એટલા માટે મારા ભારતના મિત્રો, તમારે મુસ્લિમ દેશોની ધમકીથી ડરવાની જરુર નથી. સ્વતંત્રતા માટે ઉભા થાઓ અને તમારા નેતા નુપુર શર્માનો બચાવ કરવામાં ગર્વ અનુભવો. તેમણે આગળના ટ્વિટમાં લખ્યું કે ઇસ્લામિક રાષ્ટ્રોમાં લોકશાહી નથી, કાયદાનું શાસન નથી, સ્વતંત્રતા પણ નથી. તે દંભીઓનું સાંભળશો નહીં. તેઓ લઘુમતીઓ પર અત્યાચાર ગુજારે છે અને માનવ અધિકારોનો અનાદર કરે છે. તેમની ટીકા થવી જોઈએ!
Advertisement
ટ્વિટ બાદ ગર્ટને ધમકી મળી
ગર્ટ વાઈલ્ડર્સને નૂપુરના સમર્થનમાં ટ્વિટ કરવા બદલ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેણે આનો બદલો લીધો છે. વાઈલ્ડર્સે કહ્યું કે મને પાકિસ્તાનથી લઈને તુર્કી સુધી ધમકીઓ આપવામાં આવી રહી છે, પરંતુ આ ધમકીથી કંઈ મળશે નહીં. હું સત્ય કહેવાનું બંધ નહીં કરું.
Advertisement
ગુજરાતના પૂર્વ પોલીસ અધિકારીએ શું કહ્યું?
ગુજરાતના પૂર્વ પોલીસ અધિકારી ડીજી વણઝારા પણ નૂપુર શર્માના સમર્થનમાં આવ્યા છે. વણઝારા ગુજરાત ATSના વડા રહી ચૂક્યા છે. તેમણે લખ્યું, નુપુર શર્માનું નિવેદન ઐતિહાસિક અને ધાર્મિક રીતે સાચું છે. તેથી આ અંગે કોઈ કાયદાકીય કે રાજકીય પગલાં લઈ શકાય નહીં. તે પણ એવા સમયે જ્યારે જેહાદીઓ તેને જાનથી મારી નાખવાની અને બળાત્કારની ધમકી આપી રહ્યા છે, આ એક કાયરતાપૂર્ણ કૃત્ય છે. ભારતના સન્માનની રક્ષા માટે તમામ હિંદુઓએ તેમનું સમર્થન કરવું જોઈએ.
તારિક ફતેહે નૂપુર માટે સુરક્ષાની માંગ કરી
પાકિસ્તાની મૂળના પ્રખ્યાત લેખક તારિક ફતેહે પણ નૂપુરની તરફેણમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ઈસ્લામિક જેહાદીઓ નૂપુરને ધમકી આપી રહ્યા છે. પોલીસે તેમને સુરક્ષા આપવી જોઈએ. તારિકે કહ્યું, 'લોકો હિંદુ દેવી-દેવતાઓની મજાક ઉડાવે છે. તેના વિશે કોઈ વાત કરતું નથી, પરંતુ નૂપુરે કંઈક કહ્યું તો તેના માટે આવો હોબાળો મચી ગયો. નાઈજીરીયામાં એક મુસ્લિમે ચર્ચમાં લોકોની હત્યા કરી અને કોઈએ આ મુદ્દો ઉઠાવવાની હિંમત કરી નહીં.