Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે રાત્રે વડોદરામાં હતા? એકનાથ શિંદે પણ ગુવાહાટીથી ગુજરાત આવ્યાની અટકળો

મહારાષ્ટ્રની રાજકીય કટોકટી ખૂબ જ અલગ સ્વરુપ લઇ રહ્યી છે. એક તરફ બળવાખોરધારાસભ્યોએ નવા સંગઠનનું નામ શિવસેના બાલાસાહેબ રાખતાં જ નવા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ત્યારે આક સમાચાર એવાં પણ સામે આવ્યાં છે કે દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે રાત્રે ઈન્દોર થઈને વડોદરા પહોંચ્યા હતાં, સાથે જ ગુપચુપ રીતે મહારાષ્ટ્ર સંકટના બાગી એકનાથ શિંદે પણ ગુવાહાટીથી વડોદરા પહોંચ્યાના સમાચાર અહેવાલો છે. જો કà«
દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે રાત્રે વડોદરામાં હતા  એકનાથ શિંદે પણ ગુવાહાટીથી  ગુજરાત આવ્યાની અટકળો
મહારાષ્ટ્રની રાજકીય કટોકટી ખૂબ જ અલગ સ્વરુપ લઇ રહ્યી છે. એક તરફ બળવાખોરધારાસભ્યોએ નવા સંગઠનનું નામ શિવસેના બાલાસાહેબ રાખતાં જ નવા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ત્યારે આક સમાચાર એવાં પણ સામે આવ્યાં છે કે દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે રાત્રે ઈન્દોર થઈને વડોદરા પહોંચ્યા હતાં, સાથે જ ગુપચુપ રીતે મહારાષ્ટ્ર સંકટના બાગી એકનાથ શિંદે પણ ગુવાહાટીથી વડોદરા પહોંચ્યાના સમાચાર અહેવાલો છે. જો કે હજુ સુધી આ સમાચારોની કોઇ પુષ્ટિ નથી થઇ પણ મહારાષ્ટ્ર સંકટને લઈને સતત નવા સમાચારો સામે આવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બીજેપી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ગઈકાલે રાત્રે ઈન્દોર થઈને વડોદરા ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદે પણ ગુવાહાટી છોડીને વડોદરા પહોંચ્યા હોવાના એહેવાલો છે. સાથે જ લોકેશન વિશે કોઈને ખબર ન પડી એટલે ફડણવીસે ઈન્દોરનો રૂટ પસંદ કર્યો. સાથે જ આ સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વડોદરા સર્કિટ હાઉસમાં રોકાયા હતાં. તેઓ મળ્યાં છે કે કેમ તે અંગે હજુ કોઇ સ્પષ્ટ માહિતી નથી પણ હાલમાં મહારાષ્ટ્રમાં ફરી એકાવાર ભાજપની સત્તા બનાવવાની અટકળોને હવા મળી છે. 
24 જૂનની રાત્રે અચાનક ઈન્દોર આવી પહોંચ્યા
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ 24 જૂનની રાત્રે અચાનક ઈન્દોર પહોંચી ગયા હતા. તેમની ઈન્દોર મુલાકાત સંપૂર્ણપણે ગોપનીય હતી અને તેઓ ગુપ્ત રીતે ખાસ વિમાનમાં મુંબઈથી ઈન્દોર આવ્યા હતા. અહીંથી તેઓ નલખેડા પહોંચ્યા અને મા બગલામુખીની પૂજા કરી. દરમિયાન સમાચાર આવ્યા કે તેઓ ઈન્દોરથી વડોદરા ગયા છે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે ફડણવીસ મોડી રાત્રે નલખેડા પહોંચ્યા હતા અને રાત્રે જ વિશેષ પૂજા કરી હતી અને સવારે મુંબઈ જવા નીકળ્યા હતાં.
ફડણવીસનો કાર્યક્રમ એટલો સિક્રેટ હતો 
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. આ દરમિયાન ગુપ્ત રીતે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ ઈન્દોર આવ્યા અને અહીંથી રાત્રે જ નલખેડા પહોંચ્યા. ફડણવીસનો કાર્યક્રમ એટલો સિક્રેટ હતો કે કોઈને તેની ખબર પણ ન પડી. તેમણે નલખેડામાં મા બગલામુખીના દર્શન પણ કર્યા. મધ્યપ્રદેશના નલખેડામાં આવેલું બગલામુખી મંદિર તંત્ર સાધના માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. મા બગલામુખીને રાજશક્તિની દેવી માનવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવાના સમીકરણો હાલમાં જોવા મળી રહ્યા છે.
આ પહેલાં પણ આવી ચૂક્યાં છે નલખેડા
જણાવવામાં આવી રહ્યું છે કે બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ લગભગ 10 વાગે નાલખેડા પહોંચ્યા હતા અને 25 જૂને સવારે લગભગ 5 વાગે મુંબઈ જવા રવાના થયા હતા. સૂત્રોનું માનીએ તો બગલામુખી મંદિરના પંડિતોએ દેવેન્દ્ર ફડણવીસ માટે વિશેષ પૂજા કરી હતી. અગાઉ મહારાષ્ટ્રમાં ચૂંટણી બાદ જ્યારે સરકાર બની ત્યારે પણ નલખેડાના પંડિતોએ મુંબઈ જઈને વિધિ કરી હતી. જ્યારે તેઓ પહેલીવાર સીએમ બન્યા ત્યારે પણ તેઓ શપથ પહેલા નલખેડામાં માતાના દર્શન માટે પહોંચ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નલખેડા બગુલામુખી મંદિરના અવારનવાર મુલાકાત લેતા હોય છે.
Advertisement
Tags :
Advertisement

.