Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નૂપુર શર્મા, નવીન જિંદાલ અને સબા નકવી સહિત 9 લોકો સામે ફરિયાદ, નફરત ફેલાવવા બદલ દિલ્હી પોલીસની કાર્યવાહી

દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પર નફરતના સંદેશાઓ ફેલાવવા બદલ 9 લોકો સામે કેસ નોંધ્યો છે. દિલ્હીની સ્પેશિયલ સેલે પયગંબર વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા સહિત 9 લોકો સામે કેસ નોંધ્યો છે. આ તમામ લોકો વિરુદ્ધ અલગ-અલગ ધર્મો વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરીને વાતાવરણ બગાડવા બદલ FIR નોંધવામાં આવી છે. નૂપુર શર્મા ઉપરાંત, સાયબર યુનિટે ભાજપના પૂર્વ પ્રવક્તા નવીન à
નૂપુર શર્મા  નવીન જિંદાલ અને સબા નકવી સહિત 9 લોકો સામે ફરિયાદ  નફરત ફેલાવવા બદલ દિલ્હી પોલીસની કાર્યવાહી
દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પર નફરતના સંદેશાઓ ફેલાવવા બદલ 9 લોકો સામે કેસ નોંધ્યો છે. દિલ્હીની સ્પેશિયલ સેલે પયગંબર વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા સહિત 9 લોકો સામે કેસ નોંધ્યો છે. આ તમામ લોકો વિરુદ્ધ અલગ-અલગ ધર્મો વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરીને વાતાવરણ બગાડવા બદલ FIR નોંધવામાં આવી છે. નૂપુર શર્મા ઉપરાંત, સાયબર યુનિટે ભાજપના પૂર્વ પ્રવક્તા નવીન કુમાર જિંદાલ, શાદાબ ચૌહાણ, સબા નકવી, મૌલાના મુફ્તી નદીમ, અબ્દુલ રહેમાન, ગુલઝાર અંસારી, અનિલ કુમાર મીના અને પૂજા શકુન સામે પણ કેસ નોંધ્યો છે.
દિલહી પોલીસે બે FIR નોંધી
એક તરફ પયગંબર મોહમ્મદ વિશે વાંધાજનક ટીપ્પણી કરનારાઓ પર શિકંજો કસવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ જ્ઞાનવાપી વિવાદને લઈને શિવલિંગની મજાક ઉડાવનારાઓ પર પણ ધરપકડની તલવાર લટકી ગઈ છે. દિલ્હી પોલીસે પત્રકાર સબા નકવી વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે, જેમણે તાજેતરમાં એક ટ્વિટ દ્વારા શિવલિંગ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ ટ્વીટના કારણે તેની સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે.
દિલ્હી પોલીસે બે FIR નોંધી છે. પ્રથમ એફઆઈઆર નુપુર શર્મા વિરુદ્ધ છે, જેમણે તાજેતરમાં એક ટીવી ડિબેટ દરમિયાન પયગંબર વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. દેશમાં તેમજ ઈસ્લામિક દેશોમાં તેમની સામેના વિરોધ વચ્ચે ભાજપે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. ધાર્મિક લાગણી ભડકાવવા માટે સોશિયલ મીડિયાનો વારંવાર ઉપયોગ કરનારા લોકો સામે પોલીસે બીજી એફઆઈઆર નોંધી છે.
ઉશ્કેરણીજનક નિવેદનો વડે વાતાવરણ બગાડવાનો આરોપ
બીજી એફઆઈઆરમાં નવીન જિંદાલ, શાદાબ ચૌહાણ, સબા નકવી, મૌલાના મુફ્તી નદીમ, અબ્દુલ રહેમાન, ગુલઝાર અંસારી અને અનિલ કુમાર મીનાનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના IFSC યુનિટે FIR નોંધી છે. પોલીસે તેમના પર ઉશ્કેરણીજનક નિવેદનો કરીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. IFSC DCP કેપીએસ મલ્હોત્રાએ કહ્યું કે વિવિધ ધર્મના ઘણા લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. મલ્હોત્રાએ કહ્યું કે આ નિવેદનોને પ્રોત્સાહન આપવામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવશે.
અનેક લોકોના નામ સામે આવ્યા
ડીસીપીએ કહ્યું કે તેમનું યુનિટ સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સામે તપાસ કરી રહ્યું છે. આ તપાસમાં જેઓ દોષિત જણાશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ કેસમાં ઘણા લોકોના નામ પણ સામે આવ્યા છે, જેમની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.