Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડેરા સમર્થક અને નિહંગ સિખ થયા આમને-સામને, ફાયરિંગ થયું, સ્થિતિ તણાવપૂર્ણ

પંજાબના (Punjab) અમૃતસરમાં (Amritsar) રવિવારે સાંજે ડેરા વ્યાસના સભ્યો અને નિહંગ સિખો વચ્ચે થયેલી મારામારીમાં બંન્ને પક્ષના કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાં છે. અમૃતસરમાં થયેલું આ ઘર્ષણ પશુઓને વ્યાસની જમીનમાંથી લઈ જવાનેના કારણે થયું છે.મળતી જાણકારી પ્રમાણે તરના દળના નિહંગ પોતાના પશુઓને ડેરાની જમીનથી લઈ જઈ રહ્યાં હતા. આ દરમિયાન ડેરા પ્રેમિઓએ તેમને આવું કરતા અટકાવ્યા અને પછી તે ઘર્ષણ સર્જાયુàª
ડેરા સમર્થક અને નિહંગ સિખ થયા આમને સામને  ફાયરિંગ થયું  સ્થિતિ તણાવપૂર્ણ
પંજાબના (Punjab) અમૃતસરમાં (Amritsar) રવિવારે સાંજે ડેરા વ્યાસના સભ્યો અને નિહંગ સિખો વચ્ચે થયેલી મારામારીમાં બંન્ને પક્ષના કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાં છે. અમૃતસરમાં થયેલું આ ઘર્ષણ પશુઓને વ્યાસની જમીનમાંથી લઈ જવાનેના કારણે થયું છે.
મળતી જાણકારી પ્રમાણે તરના દળના નિહંગ પોતાના પશુઓને ડેરાની જમીનથી લઈ જઈ રહ્યાં હતા. આ દરમિયાન ડેરા પ્રેમિઓએ તેમને આવું કરતા અટકાવ્યા અને પછી તે ઘર્ષણ સર્જાયું અને તેમાં તલવારો પણ નિકળી અને હવામાં ગોળીબાર પણ થયો.
સામાન્ય બોલાચાલી બાદ એક તરફથી તલવાર ઉડી તો બીજી તરફથી ફાયરિંગ થયું. જેના લીધે અનેક લોકો ઘાયલ થયાં છે. આ ઝઘડો વ્યાસ પુલ પાસે થયો. પોલીસે જણાવ્યું કે, હાલ સ્થિતિ કંટ્રોલમાં છે અને ઈજાગ્રસ્તોની સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
આ મામલે અમૃતસર ગ્રામ્ય સિનિયર પોલીસ (Police) અધિક્ષક સ્વપ્ન શર્માએ કહ્યું કે, ડેરા વ્યાસ અને નિહંગો વચ્ચેનું ઘર્ષણ એટલું ઉગ્ર હતું કે હવામાં ઓછામાં ઓછું સાત રાઉન્ડ ફાયરિંગ થયું. ફાયરિંગના કારણે પાંચ થી છ લોકો ઈજાગ્રસ્ત થયાં. જોકે આ બનાવમાં કોઈ મોત થયું નથી. આ મામલે તપાસ ચાલી રહી છે.
Advertisement

Tags :
Advertisement

.