Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અઢી વર્ષમાં ત્રીજીવાર સરકાર ઉથલાવવાના પ્રયાસ - શરદ પવાર

મહારાષ્ટ્રના રાજકીય ઉથલપાથલ વચ્ચે એન.સી.પી નેતા શરદ પવારે પ્રેસ કોનેફરન્સ કરી ભાજપ સામે નિશાન સાંધ્યું છે સાથે જ તેમણે ઉદ્ધવ ઠાકરે સરકારને સાખ આપવા અંગે પણ એન.સી.પીનું વલણ પણ સપષ્ટ કર્યું છે.રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મહારાષ્ટ્રમાં શિવસેનાની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી (MVA) સરકારને કોઈ ખતરો નથી. શરદ પવારે કહ્યું કે તેમà
અઢી વર્ષમાં ત્રીજીવાર સરકાર ઉથલાવવાના પ્રયાસ   શરદ પવાર

મહારાષ્ટ્રના રાજકીય ઉથલપાથલ વચ્ચે એન.સી.પી નેતા શરદ પવારે પ્રેસ કોનેફરન્સ કરી ભાજપ સામે નિશાન સાંધ્યું છે સાથે જ તેમણે ઉદ્ધવ ઠાકરે સરકારને સાખ આપવા અંગે પણ એન.સી.પીનું વલણ પણ સપષ્ટ કર્યું છે.રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મહારાષ્ટ્રમાં શિવસેનાની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી (MVA) સરકારને કોઈ ખતરો નથી. શરદ પવારે કહ્યું કે તેમને મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને ખાતરી આપી છે કે શાસક ગઠબંધન સંકટનો ઉકેલ  બહુ જલ્દી  શોધી કાઢશે.

Advertisement

"મહારાષ્ટ્ર સરકાર સરળતાથી ચાલી રહી છે," 
આજે મિડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં અઢી વર્ષમાં આવું ત્રીજી વાર થઇ રહ્યુ છે.જ્યારે સરકાર ઉથલાવવાનો પ્રયાસ થયો હોય. અમે શિવસેનાની પડખે ઉભા રહીશું . સાથે જ તેમણે એવી પણ આશા વ્યક્ત કરી હતી કે આ સમસ્યાના પણ જલ્દીથી કોઇ ઉકેલ આવશે. હાલમાં મહારાષ્ટ્રમાં કોઇ પરિવર્તનની જરુર નથી અઢી વર્ષથી અહીં સરકાર બરાબર કામ કરી રહી છે. 

મહારાષ્ટ્ર સરકાર "સરળ રીતે ચાલી રહી છે": કટોકટી વચ્ચે શરદ પવાર
શિવસેનાના ટોચના નેતા એકનાથ શિંદરે કથિત રીતે ભાજપ શાસિત ગુજરાતમાં 21 અન્ય પક્ષના ધારાસભ્યો સાથે સુરતની મેરિડિયન હોટલમાં ગયા પછી  એન.સી.પી નેતાની આ ટિપ્પણીઓ આવી છે. શિવસેનાના ટોચના નેતા એકનાથ શિંદે 21 અન્ય પક્ષના ધારાસભ્યો સાથે ભાજપના ગઢ ગુજરાતમાં સુરતની એક હોટલમાં ગયા હતા અને ઉદ્ધવ ઠાકરે સરકારમાં ભંગાણ એંધાણ સમયે તેમની ટિપ્પણીઓ આવી હતી. NCP વડા, હાલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પર વિપક્ષની બેઠક માટે દિલ્હીમાં છે, આજે રાત્રે તે ઉદ્ધવ ઠાકરેને મળશે.
 
Tags :
Advertisement

.