અરવિંદ કેજરીવાલે ચાઇનાની વસ્તુઓનો બહિષ્કાર કરવા કરી અપીલ, કહ્યું કેન્દ્રની શું મજબુરી છે ?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે જ્યારે ચીન સરહદ પર અટકચાળો કરી રહ્યું છે ત્યારે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર શા માટે ચીનથી આયાત ચાલુ રાખી રહી છે ? તે ચીનનો બહિષ્કાર કેમ નથી કરતી? કેજરીવાલે કહ્યું કે હું લોકોને ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરું છું. અમે ભારતીય ઉત્પાદનો ખરીદીશું ભલે તેની કિંમત બમણી હોય. તેમણે કહ્યું કે ભારત સરકારે ચીનના સામાન પર પ્ર
Advertisement
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે જ્યારે ચીન સરહદ પર અટકચાળો કરી રહ્યું છે ત્યારે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર શા માટે ચીનથી આયાત ચાલુ રાખી રહી છે ? તે ચીનનો બહિષ્કાર કેમ નથી કરતી? કેજરીવાલે કહ્યું કે હું લોકોને ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરું છું. અમે ભારતીય ઉત્પાદનો ખરીદીશું ભલે તેની કિંમત બમણી હોય. તેમણે કહ્યું કે ભારત સરકારે ચીનના સામાન પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
ચાઈનીઝ ચીજવસ્તુઓ પર પ્રતિબંધ
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે ચીન તરફથી આપણી સરહદ પર વારંવાર હુમલા થાય છે. કેજરીવાલે કહ્યું કે આપણા જવાનો ચીનની હરકતોનો જડબાતોડ જવાબ આપે છે, પરંતુ ક્યારેક આમાં જવાનો જીવ પણ ગુમાવે છે. આવી સ્થિતિમાં ચીનનો બહિષ્કાર કરવો જોઈએ. તેમણે કહ્યું કે હાલમાં ચીન સાથે 95 અબજ ડોલરનો વેપાર થઈ રહ્યો છે. તેમણે પૂછ્યું કે કેન્દ્રની શું મજબૂરી છે કે ચીન સાથે વેપાર વધી રહ્યો છે.
ઉદ્યોગપતિઓ,ધનિકો દેશ છોડી રહ્યા છે
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઉદ્યોગપતિઓ અને ધનિકો ભારત છોડી રહ્યા છે કારણ કે ભાજપ સરકાર તેમને કામ કરવા દેતી નથી. સરકાર ED અને CBI દ્વારા તેમને પરેશાન કરી રહી છે. તેમણે કહ્યું કે ઇન્ડિયન્સને ભગાડવામાં આવી રહ્યા છે.અને ચીનને ગળે લગાવાઇ રહ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા 5 થી 7 વર્ષમાં 12.5 લાખ લોકોએ દેશ છોડી દીધો છે. CBI અને ED ઉદ્યોગપતિઓની પાછળ છોડી દેવામાં આવે છે અને ચોરોને પાર્ટીમાં સ્થાન આપવામાં આવે છે.
મોંઘવારી અંગે કેન્દ્ર પર પ્રહાર
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મોંઘવારી અંગે પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે જનતા મોંઘવારીથી પરેશાન છે. કેજરીવાલે કહ્યું કે કેન્દ્રના રિપોર્ટ અનુસાર દેશમાં મોંઘવારીનો દર 7 ટકા છે, જ્યારે દિલ્હીમાં તે 4 ટકા છે. તેમણે કહ્યું કે દિલ્હી દેશનું સૌથી સસ્તું શહેર છે કારણ કે અહીં અમે તમામ સુવિધાઓ મફતમાં પ્રદાન કરીએ છીએ. કેજરીવાલે કહ્યું કે સૌથી વધુ મોંઘવારી ભાજપ શાસિત રાજ્યોમાં છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.