PM MODI સામે કથિત ટિપ્પણી કરનારા રાજા પટેરિયાની ધરપકડ
કોંગ્રેસ (Congress) નેતા અને પૂર્વ મંત્રી રાજા પટેરિયા (Raja Pateria)ની પન્ના પોલીસે તેમની કથિત 'મોદીને મારી નાખો' ટિપ્પણીના સંબંધમાં એમપીના દમોહના હટ્ટાના તેમના નિવાસસ્થાનથી સવારે 5.30 વાગે ધરપકડ કરી હતી. નરોત્તમ મિશ્રાની સૂચના પર રાજા પટેરિયા વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે રાજા પટેરિયાએ પીએમ મોદી સાથે કથિત વાંધાજનક ટિપ્પણી કરતાં દેશભરમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો. પટેરિયાના નિવેàª
Advertisement
કોંગ્રેસ (Congress) નેતા અને પૂર્વ મંત્રી રાજા પટેરિયા (Raja Pateria)ની પન્ના પોલીસે તેમની કથિત 'મોદીને મારી નાખો' ટિપ્પણીના સંબંધમાં એમપીના દમોહના હટ્ટાના તેમના નિવાસસ્થાનથી સવારે 5.30 વાગે ધરપકડ કરી હતી. નરોત્તમ મિશ્રાની સૂચના પર રાજા પટેરિયા વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે રાજા પટેરિયાએ પીએમ મોદી સાથે કથિત વાંધાજનક ટિપ્પણી કરતાં દેશભરમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો.
પટેરિયાના નિવેદનથી હંગામો
પૂર્વ મંત્રી રાજા પટેરિયાએ 'પીએમને મારવાની' વાત કરીને દેશભરમાં હંગામો મચાવ્યો છે. ભાજપના નેતાઓએ તેમના નિવેદનની આકરી નિંદા કરી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાથી લઈને પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્માએ આ નિવેદનની સખત નિંદા કરી.
પોલીસે ફરિયાદ નોંધી
આ પછી ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાના નિર્દેશ પર પન્ના પોલીસે પટેરિયા વિરુદ્ધ શાંતિ ભંગ કરવા અને અશાંતિ ફેલાવવા બદલ FIR નોંધી હતી. રાજા પટેરિયા કહે છે કે મેં હત્યાની વાત નથી કરી, પરંતુ આગામી ચૂંટણીમાં મોદીને હરાવવાની વાત કરી છે.
જાણો તેમણે શું નિવેદન આપ્યું હતું.
રાજા પટેરિયા રવિવારે પન્નામાં કોંગ્રેસના એક કાર્યક્રમમાં કાર્યકરો સાથે વાત કરી રહ્યા હતા. વાયરલ વીડિયો અનુસાર, આમાં તે કહી રહ્યા છે કે 'મોદી ચૂંટણી ખતમ કરશે'. મોદી ધર્મ, જાતિ, ભાષાના આધારે ભાગલા પાડશે. દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓનું જીવન ભારે જોખમમાં છે. બંધારણ બચાવવું હોય તો મોદીની હત્યા કરવા માટે તૈયાર રહો, હત્યા એટલે કે હરાવવાનું કામ કરો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.