Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બે વારના નિષ્ફળ પ્રયાસો બાદ સોમવારે ફરી દિલ્હીના મેયરની ચૂંટણી માટે MCDની બેઠક

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના (MCD) મેયરની પસંદગી માટે દિલ્હી કોર્પોરેશનના ગૃહની આવતીકાલે સોમવારે બેઠક બોલાવવામાં આવી છે. અગાઉના મેયરની ચૂંટણીના બે વારના નિષ્ફળ પ્રયત્નો બાદ સોમવારે આ બેઠક મળવાની છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ (ડીએમસી એક્ટ) 1957 હેઠળ, મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી મ્યુનિસિપલ બોડીની જ પ્રથમ બેઠકમાં થવી જોઈએ પણ મહાનગરપાલિકાની ચૂંટણીને બે મહિના જેટલો સમà
બે વારના નિષ્ફળ પ્રયાસો બાદ સોમવારે ફરી દિલ્હીના મેયરની ચૂંટણી માટે mcdની બેઠક
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના (MCD) મેયરની પસંદગી માટે દિલ્હી કોર્પોરેશનના ગૃહની આવતીકાલે સોમવારે બેઠક બોલાવવામાં આવી છે. અગાઉના મેયરની ચૂંટણીના બે વારના નિષ્ફળ પ્રયત્નો બાદ સોમવારે આ બેઠક મળવાની છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ (ડીએમસી એક્ટ) 1957 હેઠળ, મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી મ્યુનિસિપલ બોડીની જ પ્રથમ બેઠકમાં થવી જોઈએ પણ મહાનગરપાલિકાની ચૂંટણીને બે મહિના જેટલો સમય વિત્યો હોવા છતાં હજુ સુધી દિલ્હીને નવા મેયર નથી મળ્યા.
આ  અગાઉ MCDની બેઠક 6 જાન્યુઆરી અને 24 જાન્યુઆરી એમ બે વખત બોલાવવામાં આવી હતી પણ ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP)ના કોર્પોરેટરોના હોબાળાને કારણે પ્રિસાઇડિંગ ઓફિસરે ચૂંટણી યોજ્યા વિના કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.
જણાવી દઈએ કે, ગત 7મી ડિસેમ્બરે MCD ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. આ ચૂંટણીમાં AAP 134 કાઉન્સિલરોના વિજય સાથે મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. ભાજપ 104 બેઠકો જીતી હતી, તો કોંગ્રેસે 9 બેઠકો જીતી હતી. આવતીકાલે યોજાનારી ગૃહની બેઠકમાં ભાજપે મેયર પદ માટે રેખા ગુપ્તાને ઉમેદવાર બન્યા છે, તો AAP તરફથી શૈલી ઓબેરોય મેયર પદની દોડમાં સામેલ છે. ડેપ્યુટી મેયર માટે AAPએ આલે મોહમ્મદ ઈકબાલ તેમજ ભાજપે કમલ બાગરીને મેદાનમાં ઉતાર્યા છે. આવતીકાલે સોમવારે મેયર અને નાયબ મેયરની સાથે એમસીડીની સ્ટેન્ડિંગ કમિટીના 6 સભ્યોની પણ ચૂંટણી યોજાશે.
ગયા વર્ષે 4 ડિસેમ્બરના રોજ ચૂંટણી પછી 250 ચૂંટાયેલા સભ્યો ધરાવતા MCDના ગૃહનું પ્રથમ સત્ર સંપૂર્ણપણે વ્યર્થ રહ્યું હતું. જ્યારે બીજા સત્રમાં ચૂંટાયેલા કાઉન્સિલરોએ શપથ લીધા પછી ચૂંટાયેલા સભ્યોએ શપથ લીધા હતા. શપથવિધિની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પ્રિસાઇડિંગ ઓફિસર અને ભાજપના કોર્પોરેટર સત્ય શર્મા દ્વારા ગૃહનું બીજું સત્ર આગલી તારીખ સુધી સ્થગિત કરી દીધું હતું. ભાજપના સભ્યોએ ચેમ્બરની બહાર AAPના અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, તો AAPના સભ્યોએ ગૃહમાં લગભગ 5 કલાક સુધી શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.