Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આફતાબ રોજ ફ્રિજ ખોલીને શ્રદ્ધાનું કાપેલુ માથુ જોતો, વાંચો ચોંકાવનારી હકિકતો

શ્રદ્ધા વોકર (Shraddha Walker) ની ઘાતકી હત્યા (Murder) મામલે જેલમાં બંધ આફતાબ પૂનાવાલા વિશે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ આફતાબ પૂનાવાલા (Aftab Poonawala) એ જ રૂમમાં સૂતો હતો જ્યાં શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, તેણે શ્રદ્ધાનું માથું કાપીને ફ્રીજમાં રાખ્યું હતું, જેને તે દરરોજ જોતો હતો. આ દરમિયાન તે ફ્રિજ પણ સાફ કરતો અને બાકીના અંગોન
આફતાબ રોજ ફ્રિજ ખોલીને શ્રદ્ધાનું કાપેલુ માથુ જોતો  વાંચો ચોંકાવનારી હકિકતો
શ્રદ્ધા વોકર (Shraddha Walker) ની ઘાતકી હત્યા (Murder) મામલે જેલમાં બંધ આફતાબ પૂનાવાલા વિશે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ આફતાબ પૂનાવાલા (Aftab Poonawala) એ જ રૂમમાં સૂતો હતો જ્યાં શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, તેણે શ્રદ્ધાનું માથું કાપીને ફ્રીજમાં રાખ્યું હતું, જેને તે દરરોજ જોતો હતો. આ દરમિયાન તે ફ્રિજ પણ સાફ કરતો અને બાકીના અંગોને કાળી પોલીથીનમાં રાખીને જંગલમાં સંતાડી દેતો હતો.
આફતાબની ધરપકડ 
દેશભરમાં અરેરાટી જગાવનારા દિલ્હીના શ્રદ્ધા વોકર હત્યા કેસની  દિલ્હી પોલીસ ઉંડી તપાસ કરી રહી છે.  આરોપી આફતાબ અમીન પૂનાવાલાએ તેની હત્યાના કાવતરાના ભાગરૂપે દિલ્હીના છતરપુરમાં એક ફ્લેટ ભાડે લીધો હતો. આફતાબને તેની ગર્લફ્રેન્ડ શ્રદ્ધાની હત્યા કરવા, તેના શરીરના 35 ટુકડા કરવા અને તેનો નિકાલ કરવા બદલ દિલ્હી પોલીસ દ્વારા આફતાબની ધરપકડ કરવામાં આવી હતી.

બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા
પોલીસે ખુલાસો કર્યો કે આફતાબ એક ફૂડ બ્લોગર હતો જે રાજધાનીમાં કોલ સેન્ટરમાં કામ કરતો હતો. તેણે કહ્યું કે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.  આરોપી અને પીડિતા, જેઓ ડેટિંગ સાઇટ પર મળ્યા હતા, તેઓ 2019 થી લિવ-ઇન રિલેશનશિપમાં હતા અને આ વર્ષે દિલ્હી ગયા હતા. અગાઉ તેઓ મુંબઇમાં રહેતા હતા.

ફ્લોર પર લોહી સાફ કરતા પહેલા ગૂગલ પર સર્ચ કર્યુ
પોલીસે જણાવ્યું કે આફતાબે ગૂગલ સર્ચ કર્યા બાદ ફર્શ પરથી લોહીના ડાઘ કેટલાક કેમિકલ વડે સાફ કર્યા અને ડાઘવાળા કપડાનો નિકાલ કર્યો. ત્યારબાદ તેણે મૃતદેહને બાથરૂમમાં રાખ્યો અને નજીકની દુકાનમાંથી ફ્રિજ ખરીદ્યું. બાદમાં તેણે લાશના નાના-નાના ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા હતા.
લગ્નના દબાણથી નારાજ હતો
પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, બંને મુંબઈમાં એક ડેટિંગ એપ પર મળ્યા હતા. તેઓ ત્રણ વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં હતા અને દિલ્હી શિફ્ટ થઈ ગયા હતા. તરત જ શ્રદ્ધાએ આફતાબ પર લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. જેના કારણે ત્યાં આફતાબ અને શ્રધ્ધા વચ્ચે ઘણી વાર ઝઘડા થતા હતા.ક્યારેક મામલો એટલો વધી જતો  કે આફતાબ શ્રધ્ધાને માર મારતો હતો.

આફતાબની કબૂલાત
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, "આરોપીએ અમને જણાવ્યું હતું કે તેણે તેના શરીરના ટુકડા કરી દીધા હતા અને તેને છતરપુર એન્ક્લેવ નજીકના જંગલ વિસ્તારોમાં ફેંકી દીધા હતા. તેની ધરપકડ કરવામાં આવી છે અને તેની તપાસ ચાલુ છે." સૂત્રોએ જણાવ્યું કે આફતાબ એ જ રૂમમાં સૂતો હતો જ્યાં તેણે પીડિતાના શરીરના ટુકડા કર્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે તે શ્રદ્ધાનો ચહેરો ફ્રિજમાં રાખતો હતો અને શરીરના અંગો નષ્ટ કર્યા પછી ફ્રિજ સાફ કરતો હતો.

 પહેલા ઘણી છોકરીઓ સાથે સંબંધો હતા
સૂત્રોએ જણાવ્યું કે, આફતાબને શ્રદ્ધા પહેલા ઘણી યુવતીઓ સાથે સંબંધો હતા. ગુનો કરતા પહેલા, તેણે અમેરિકન ક્રાઈમ ડ્રામા શ્રેણી ડેક્સ્ટર સહિત અનેક ક્રાઈમ ફિલ્મો અને વેબ સિરીઝ પણ જોઈ હતી. સપ્ટેમ્બરમાં, શ્રદ્ધાના એક મિત્રએ તેના પરિવારને જણાવ્યું હતું કે તેઓ છેલ્લા અઢી મહિનાથી તેના સંપર્કમાં નથી અને તેનો મોબાઇલ નંબર પણ બંધ હતો. તેણીના પરિવારે તેણીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તપાસ્યા અને આ સમયગાળા દરમિયાન કોઈ અપડેટ મળ્યું ન હતું. 
આફતાબે પોલીસ સમક્ષ કહ્યું, "YES, I KILLED HER"
પોલીસે આફતાબની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે  "YES, I KILLED HER" વધુ ચોંકાવનારી માહિતી એ પણ બહાર આવી હતી કે  આફતાબ શ્રદ્ધાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી મિત્રો સાથે વાત કરતો કરતો હતો જેથી તેના મિત્રોને કોઇ પણ જાતની શંકા ના જાય. જો કે હજું શ્રદ્ધાનો ફોન ગાયબ છે જેથી પોલીસ ફોનને શોધી રહી છે. 

22 દિવસમાં અનેક રુમ ફ્રેશનર ખાલી કર્યા
 દિલ્હી પોલીસની ટીમ મહેરૌલીમાં આરોપી આફતાબના ઘરે પહોંચી હતી. પોલીસે ફ્રિજની સાથે ઘરમાં નૂડલ્સ અને વોટર હીટર પણ મળી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે દુર્ગંધથી બચવા માટે રૂમ ફ્રેશનરની સાથે અગરબત્તીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેણે લગભગ 22 દિવસમાં ઘણા બધા રૂમ ફ્રેશનર ખાલી કર્યા હતા. રૂમમાંથી થર્મોકોલ પણ મળી આવ્યો છે.

વેક્યુમ ક્લીનરનો પણ ઉપયોગ કરાયો
આ સિવાય શ્રદ્ધાની હત્યા બાદ વેક્યુમ ક્લીનરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આફતાબ ખાદ્યપદાર્થો ખરીદવા આસપાસ પણ ગયો ન હતો. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાના શરીરના અંગો કાપવા માટે માત્ર એક જ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આફતાબે શરીરના અંગો કાપવા માટે મીની કરવતનો ઉપયોગ કર્યો હતો. મીની આરી હજુ સુધી મળી શકી નથી. આ દરમિયાન શ્રધ્ધાના મૃત શરીરના ટુકડા જંગલમાંથી મળી આવ્યા છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે જંગલમાંથી મળેલા ટુકડા ફોરેન્સિક ટીમ દ્વારા મળી આવ્યા છે. તેમને તેના પિતાના ડીએનએ સેમ્પલ સાથે મેચ કરવા માટે મોકલવામાં આવશે. અન્ય ભાગોની શોધ ચાલુ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.