Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આઝાદીના 75 વર્ષ પૂર્ણ, PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ

ભારત તેની આઝાદીનું 75મું વર્ષ પૂર્ણ કરી રહ્યું છે અને આપણે 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ. આ ઉજવણીને ઉજવવા માટે ભારત સરકાર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધન કરશે. દિલ્હીના લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસની ઉજવણી શરૂ થઇ છે. દેશના 76માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી દેશના અલગ-અલગ ભાગોમà
આઝાદીના 75 વર્ષ પૂર્ણ  pm મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ
ભારત તેની આઝાદીનું 75મું વર્ષ પૂર્ણ કરી રહ્યું છે અને આપણે 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ. આ ઉજવણીને ઉજવવા માટે ભારત સરકાર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધન કરશે. દિલ્હીના લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસની ઉજવણી શરૂ થઇ છે.
Advertisement

દેશના 76માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી દેશના અલગ-અલગ ભાગોમાં તિરંગો ફરકાવવામાં આવશે, જેના માટે દેશભરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જણાવી દઇએ કે, વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર જઇને પ્રાર્થના કરી. ત્યારબાદ તેઓ રાજઘાટથી લાલ કિલ્લા માટે રવાના થયા. 

તિરંગો ફરકાવતા પહેલા વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. જેના માટે ટીમમાં આર્મી, નેવી, એરફોર્સ અને દિલ્હી પોલીસના એક-એક અધિકારી અને 20-20 માણસો હશે. ગાર્ડ ઓફ ઓનરનું નેતૃત્વ વિંગ કમાન્ડર કુણાલ ખન્ના કરશે. વડાપ્રધાનના ગાર્ડમાં એરફોર્સની ટુકડીનું કમાન્ડ સ્ક્વોડ્રન લીડર લોકેન્દ્ર સિંહ કરશે, આર્મી ટુકડીનું નેતૃત્વ મેજર વિકાસ સાંગવાન કરશે અને નૌકાદળની ટુકડીનું નેતૃત્વ લેફ્ટનન્ટ કમાન્ડર અવિનાશ કુમાર કરશે. દિલ્હી પોલીસ ટુકડીને એડિશનલ ડીસીપી (પૂર્વ દિલ્હી) અચિન ગર્ગ કમાન્ડ કરશે.
Advertisement

વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ પહેલીવાર દિલ્હીના લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો. ત્યારબાદ, દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર, લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, ત્યારબાદ વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધન કરે છે. ભારતીયોએ આઝાદી મેળવવા માટે ઘણા વર્ષો સુધી સંઘર્ષ કર્યો હતો. દેશને આઝાદ કરાવવા માટે ઘણા લોકોએ બલિદાન આપ્યા અને પ્રિયજનો ગુમાવ્યા. અંગ્રેજોના હાથે ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ જીવ ગુમાવ્યા. ત્યારબાદ આખરે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને બ્રિટિશ રાજથી આઝાદી મળી. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. 

દર વર્ષે 15મી ઑગસ્ટના રોજ, ભારતીયો સંપૂર્ણ ઉત્સાહ અને ઉમંગ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે અને તે નાયકોને યાદ કરે છે જેમણે આપણને આઝાદી અપાવવામાં મદદ કરી હતી. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, મૌલાના આઝાદ, સરદાર પટેલ, સુભાષ ચંદ્ર બોઝ, બીઆર આંબેડકર સહિતના અસંખ્ય લોકોના નેતૃત્વમાં ભારતને આઝાદી મળી. આ દિવસ આપણા બહાદુર નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનનું પ્રતિક છે જેમણે પોતાના દેશવાસીઓની ખાતર પોતાનો જીવ આપી દીધો. 
ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને 15 ઓગસ્ટ 1947ને સ્વતંત્રતા દિવસ તરીકે નક્કી કરવાનો નિર્ણય લીધો હતો. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ પ્રથમ વખત સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર તિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. આ રીતે ભારત અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયું.
Advertisement
Tags :
Advertisement

.