Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશના 56 પૂર્વ અધિકારીઓની આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરવાની માગ

દેશના 56 પૂર્વ અમલદારોએ ચૂંટણી પંચને પત્ર લખીને આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરવાની માંગ કરી છે. પૂર્વ અધિકારીઓએ ચૂંટણી પંચને લખેલા પત્રમાં કહ્યું છે કે અરવિંદ કેજરીવાલે સનદી અધિકારીઓ પર પાયાવિહોણા આરોપો લગાવ્યા છે. અધિકારીઓએ માંગ કરી છે કે પંચે બંધારણમાં આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને આમ આદમી પાર્ટી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ અને તેની માન્યતા રદ કરવી જોઈએ.પત્રમાં અરવà
દેશના 56 પૂર્વ અધિકારીઓની આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરવાની માગ
દેશના 56 પૂર્વ અમલદારોએ ચૂંટણી પંચને પત્ર લખીને આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરવાની માંગ કરી છે. પૂર્વ અધિકારીઓએ ચૂંટણી પંચને લખેલા પત્રમાં કહ્યું છે કે અરવિંદ કેજરીવાલે સનદી અધિકારીઓ પર પાયાવિહોણા આરોપો લગાવ્યા છે. અધિકારીઓએ માંગ કરી છે કે પંચે બંધારણમાં આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને આમ આદમી પાર્ટી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ અને તેની માન્યતા રદ કરવી જોઈએ.
પત્રમાં અરવિંદ કેજરીવાલ દ્વારા રાજકોટમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સને ટાંકવામાં આવી છે. આરોપ છે કે અરવિંદ કેજરીવાલે આ પ્રેસ કોન્ફરન્સમાં સનદી અધિકારીઓને આમ આદમી પાર્ટીની તરફેણમાં કામ કરવાની કડક ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે જો તેઓ આમ નહીં કરે તો થોડા મહિના પછી ગુજરાતમાં સત્તા પર આવ્યા પછી, જે અધિકારીઓ તેમની વાત નહીં સાંભળે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. 
આ ભૂતપૂર્વ અધિકારીઓએ 3 સપ્ટેમ્બરે રાજકોટમાં કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સને ટાંકીને કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રીએ અમલદારોને આમ આદમી પાર્ટીની તરફેણમાં કામ કરવા માટે ઉશ્કેર્યા હતા જેથી પાર્ટી ચૂંટણી જીતી શકે. ભૂતપૂર્વ અધિકારીઓએ, સીઈસીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, લલચાવવાના આવા પ્રયાસો લોકતાંત્રિક માળખા પર મોટી અસર કરે છે.
 તેમણે લખ્યું કે દિલ્હીના મુખ્યમંત્રીએ વારંવાર પુનરોચ્ચાર કર્યો છે કે સરકારી કર્મચારીઓએ AAP પાર્ટીની જીત માટે કામ કરવું જોઈએ.
નિવૃત્ત અધિકારીઓએ જણાવ્યું હતું કે કેજરીવાલ તેમના પક્ષના પ્રચાર માટે ગુજરાતના સરકારી કર્મચારીઓનો ઉપયોગ કરી રહ્યા છે. કેજરીવાલે હોમગાર્ડ, પોલીસકર્મીઓ, આંગણવાડી કાર્યકરો, સરકારી ડ્રાઇવરોને આગામી ચૂંટણીમાં પાર્ટી માટે કામ કરવાની અપીલ કરી છે.
પૂર્વ અધિકારીઓનું કહેવું છે કે કોઈપણ રાજ્યમાં સિવિલ સર્વન્ટનું કામ માત્ર સરકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનું હોય છે. તેમને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ કોઈપણ પક્ષ માટે કામ કરી શકતા નથી.
ચૂંટણી પંચમાં લખવામાં આવેલા પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે અરવિંદ કેજરીવાલના આ નિવેદનો બાદ સામાન્ય જનતાનો સરકારી કર્મચારીઓ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. સામાન્ય જનતાને હવે એવું લાગી રહ્યું છે કે જાણે દરેક સરકારી કર્મચારી કોઈને કોઈ રાજકીય પક્ષ માટે કામ કરે છે.
આટલું જ નહીં, નિવૃત્ત બ્યુરોક્રેટ્સે કહ્યું કે કેજરીવાલે મફત વીજળી, શિક્ષણ અને જો આમ આદમી પાર્ટીને સમર્થન મળે તો મહિલાઓના ખાતામાં 1000 રૂપિયા નાખવાની વાત કરી છે. જ્યારે મોટાભાગના નોકરિયાતો કેજરીવાલની આ નીતિને ખોટી માની રહ્યા છે. એટલું જ નહીં, કેજરીવાલે સરકારી કર્મચારીઓને ઘણી વખત લાલચ આપીને પાર્ટી માટે કામ કરવાની અપીલ પણ કરી છે. આ તમામ નિવેદનોને જોતા ચૂંટણી પંચ પાસે આમ આદમી પાર્ટીની સદસ્યતા રદ કરવાની માંગ કરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.