PFI પર 5 વર્ષનો પ્રતિબંધ, જાણો કયા ચોંકાવનારા પુરાવા મળ્યા
કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ મૂક્યો છે. ઘણા રાજ્યોએ PFI પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં NIA અને તમામ રાજ્યોની પોલીસ અને એજન્સીઓએ PFIના પરિસરમાં દરોડા પાડ્યા હતા અને 300થી વધુ લોકોની અટકાયત અને ધરપકડ કરી હતી. ગૃહ મંત્રાલયે PFI ને 5 વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે. PFI અને તેની સાથે સંલગ્ન 9 સંસ્થાઓ સામે પણ પ્રતિબંધીત કાર્યવાહી
કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ મૂક્યો છે. ઘણા રાજ્યોએ PFI પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં NIA અને તમામ રાજ્યોની પોલીસ અને એજન્સીઓએ PFIના પરિસરમાં દરોડા પાડ્યા હતા અને 300થી વધુ લોકોની અટકાયત અને ધરપકડ કરી હતી. ગૃહ મંત્રાલયે PFI ને 5 વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે. PFI અને તેની સાથે સંલગ્ન 9 સંસ્થાઓ સામે પણ પ્રતિબંધીત કાર્યવાહી કરવામાં આવી છે.
ટેરર લીંકનો આરોપ
અગાઉ NIA દ્વારા દેશભરના તમામ રાજ્યોમાં આ સંગઠન વિરુદ્ધ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન અનેક મહત્વપૂર્ણ પુરાવા એજન્સીઓને હાથ લાગ્યા હતા. જેમાં ટેરર લીંક ના આરોપ પણ સામેલ છે.
સંલગ્ન 9 સંસ્થા સામે પણ કાર્યવાહી
પીએફઆઈ ઉપરાંત રિહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન (RIF), કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (CFI), ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ (AIIC), નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન (NCHRO), નેશનલ વુમન ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશન અને રિહેબ ફાઉન્ડેશન , કેરળ જેવા સહયોગી સંગઠનો પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
તાજેતરમાં અનેક સ્થળે દરોડા પાડ્યા હતા
22 સપ્ટેમ્બર અને 27 સપ્ટેમ્બરે NIA, ED અને રાજ્ય પોલીસે PFI પર દરોડા પાડ્યા હતા. દરોડાના પ્રથમ રાઉન્ડમાં PFI સાથે જોડાયેલા 106 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. દરોડાના બીજા રાઉન્ડમાં, PFI સાથે જોડાયેલા 247 લોકોની ધરપકડ તથા અટકાયત કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓને PFI વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા છે. આ પછી તપાસ એજન્સીઓએ ગૃહ મંત્રાલય પાસે કાર્યવાહીની માંગ કરી હતી. તપાસ એજન્સીઓની ભલામણ પર ગૃહ મંત્રાલયે PFI પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે.
અનેક મુદ્દામાં સક્રીય
પટના-ફુલવારી શરીફમાં ગજવાઈ હિંદની સ્થાપના માટે એક મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું, જેમાં તાજેતરમાં NIAએ પણ દરોડા પાડ્યા હતા. તેલંગાણા નિઝામાબાદમાં કરાટે ટ્રેનિંગના નામે PFI હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપી રહી હતી. આ કેસમાં NIAએ દરોડા પણ પાડ્યા છે. કર્ણાટક પ્રવીણ નેત્રુ હત્યા કેસમાં PFI કનેક્શન સામે આવ્યું છે. જેમાં NIA તપાસ કરી રહી છે ઉપરાંત હિજાબ વિવાદ અને તાજેતરના વિરોધ દરમિયાન PFI ના ભંડોળની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી હતી. નાગરિકતા કાયદાને લઈને ઉત્તર પ્રદેશમાં હિંસા થઈ હતી, જેમાં PFI સાથે સંકળાયેલા આરોપીઓ પાસેથી વાંધાજનક સામગ્રી, સાહિત્ય SCD મળી આવ્યું હતું, જેના આધારે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા સંગઠન પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો.
PFI 15 રાજ્યોમાં સક્રિય છે
PFI હાલમાં દિલ્હી, આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, કેરળ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, હરિયાણા, તમિલનાડુ, તેલંગાણા, મધ્ય પ્રદેશમાં સક્રિય છે.
Advertisement