Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાન્દ્રા વર્લી સી લિંક પર 4 કાર અને એમ્બ્યુલન્સ અથડાતા 5ના મોત

મુંબઈ (Mumbai)ના બાંદ્રા વર્લી (Bandra Worli) સી લિંક (Sea Link)  પર  બુધવારે વહેલી સવારે 3.30 વાગ્યે એક દર્દનાક અકસ્માત થયો હતો.  અહીં પહેલેથી જ અકસ્માતગ્રસ્ત થયેલી કાર અને એક એમ્બ્યુલન્સ સાથે  વધુ 3 વાહનો અથડાયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે પાંચેય વાહનોના ફુરચા ઉડી ગયા હતા.  આ હૃદયદ્રાવક અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે à
બાન્દ્રા વર્લી સી લિંક પર 4 કાર અને એમ્બ્યુલન્સ અથડાતા 5ના મોત
મુંબઈ (Mumbai)ના બાંદ્રા વર્લી (Bandra Worli) સી લિંક (Sea Link)  પર  બુધવારે વહેલી સવારે 3.30 વાગ્યે એક દર્દનાક અકસ્માત થયો હતો.  અહીં પહેલેથી જ અકસ્માતગ્રસ્ત થયેલી કાર અને એક એમ્બ્યુલન્સ સાથે  વધુ 3 વાહનો અથડાયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે પાંચેય વાહનોના ફુરચા ઉડી ગયા હતા.  આ હૃદયદ્રાવક અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
કરુણ અકસ્માત કેવી રીતે થયો
મળતી માહિતી મુજબ, આ પહેલા બાંદ્રા વરલી સી લિંક પર એક કાર ક્રેશ થઈ હતી. ઘાયલોને લેવા માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. પરંતુ આ પહેલા એમ્બ્યુલન્સ ઘાયલોને લઈ જાય તે પહેલાં  વધુ 3 વાહનો એમ્બ્યુલન્સ અને પહેલાથી જ અકસ્માત ગ્રસ્ત થયેલી કાર સાથે અથડાયા હતા. મામલાની પોલીસને જાણ કરાતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

અકસ્માતમાં 4 થી 5 લોકોની હાલત અત્યંત નાજુક
મળેલી માહિતી મુજબ અકસ્માતમાં 10 ઘાયલ થયા હતા જેમાં ઘાયલ 4 થી 5 લોકોની હાલત ખૂબ જ ચિંતાજનક છે. હાલ તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે અને પોલીસે તેમના પરિવારજનોને પણ જાણ કરી છે. સાવચેતીના ભાગરૂપે બાંદ્રાથી વરલી સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.
Advertisement

Tags :
Advertisement

.