Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિવાળીની સફાઇમાં મળેલા ભંગારથી કેન્દ્રએ કમાયા 254 કરોડ, ત્રણ સપ્તાહ ચાલ્યું અભિયાન

ત્રણ અઠવાડિયા ચાલ્યું સ્વચ્છતા અભિયાન દિવાળીના અવસર પર દરેક ઘરની સફાઈ કરવામાં આવે છે, પરંતુ આનાથી મોટી રકમ ભાગ્યે જ કોઈને મળી હશે. કેન્દ્ર સરકારે દિવાળીની સફાઈ દરમ્યાન એકઠા થયેલા ભંગારમાંથી 254 કરોડ રૂપિયાની રકમ મેળવી છે. આ રકમ કેન્દ્ર સરકારના વિભાગો સાથે જોડાયેલી ઓફિસોમાંથી નીકળતા ભંગારના વેચાણમાંથી મળી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે મંગળવારે જણાવ્યું હતું કે આ સ્વચ્છ
દિવાળીની સફાઇમાં મળેલા ભંગારથી કેન્દ્રએ કમાયા 254 કરોડ  ત્રણ સપ્તાહ ચાલ્યું અભિયાન
ત્રણ અઠવાડિયા ચાલ્યું સ્વચ્છતા અભિયાન 
દિવાળીના અવસર પર દરેક ઘરની સફાઈ કરવામાં આવે છે, પરંતુ આનાથી મોટી રકમ ભાગ્યે જ કોઈને મળી હશે. કેન્દ્ર સરકારે દિવાળીની સફાઈ દરમ્યાન એકઠા થયેલા ભંગારમાંથી 254 કરોડ રૂપિયાની રકમ મેળવી છે. આ રકમ કેન્દ્ર સરકારના વિભાગો સાથે જોડાયેલી ઓફિસોમાંથી નીકળતા ભંગારના વેચાણમાંથી મળી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે મંગળવારે જણાવ્યું હતું કે આ સ્વચ્છતા અભિયાન દિવાળી પહેલા ત્રણ અઠવાડિયા સુધી ચાલ્યું હતું. તેમાંથી જે કચરો નીકળ્યો હતો તે વેચાયો હતો,જેમાં અઢીસો કરોડથી વધુની રકમ મળી આવી. 
ભંગાર દુર થવાથી મોટાપાયે જગ્યા ખાલી થઇ 
આ ઉપરાંત આ ભંગાર દુર થવાથી 37 લાખ ચોરસ ફૂટ જગ્યા ખાલી થઇ છે. હવે આ જગ્યાનો ઉપયોગ અન્ય હેતુઓ માટે થઈ શકશે.
31 ઓક્ટોબર સુધી ચાલશે આ અભિયાન 
સ્વચ્છતા અભિયાનના બીજા રાઉન્ડની શરૂઆતથી જ કેન્દ્ર સરકારના વિભાગો સ્વચ્છતા અભિયાનમાં લાગેલા હતા. મંત્રીએ જણાવ્યું કે તમામ વિભાગો 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે. આ અભિયાન હેઠળ બિનઉપયોગી ફાઇલો અને અન્ય સામગ્રી વેચવામાં આવી રહી છે. આ સિવાય પર્યાવરણને યોગ્ય રાખવા જેવી બાબતોને પ્રાથમિકતા આપવામાં આવશે. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં સ્વચ્છતા અભિયાને જન આંદોલનનું સ્વરૂપ લીધું છે.
જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન કામો પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યા છે. કુલ 40 લાખ ફાઈલોની સમીક્ષા કરવામાં આવી હતી. 3 લાખથી વધુ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. 
Advertisement
Tags :
Advertisement

.