વડાપ્રધાનશ્રી કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી લવાયેલા 8 ચિત્તાઓને છોડશે, જાણો રસપ્રદ વાતો
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે નામીબિયાથી લવાયેલા 8 ચિત્તાને મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં છોડશે. 1952માં દેશમાંથી ચિત્તા લુપ્ત થયા હતા અને ત્યારબાદ પહેલો મોકો છે કે દેશમાં ચિત્તાનું આગમન થઇ રહ્યું છે. આવો જાણીએ ચિત્તા વિશે રસપ્રદ વાતો 1947માં દેશના છેલ્લા 3 ચિત્તાનો શિકાર મધ્ય પ્રદેશના કોરિયા રિયાસતના રાજા રામાનુજ પ્રતાપસિંહ દેવે કર્યો હતોચિત્તા શબ્દ સંસ્કૃત શબà
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે નામીબિયાથી લવાયેલા 8 ચિત્તાને મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં છોડશે. 1952માં દેશમાંથી ચિત્તા લુપ્ત થયા હતા અને ત્યારબાદ પહેલો મોકો છે કે દેશમાં ચિત્તાનું આગમન થઇ રહ્યું છે. આવો જાણીએ ચિત્તા વિશે રસપ્રદ વાતો
1947માં દેશના છેલ્લા 3 ચિત્તાનો શિકાર મધ્ય પ્રદેશના કોરિયા રિયાસતના રાજા રામાનુજ પ્રતાપસિંહ દેવે કર્યો હતો
ચિત્તા શબ્દ સંસ્કૃત શબ્દ ચિત્રક પરથી આવ્યો છે
1918થી 1945 દરમિયાન દેશમાં 200 ચિત્તા આયાત કરાયા હતા
ચિત્તો પર સેકન્ડમાં 3 છલાંગ લગાવે છે અને 23 ફૂટ લાંબીન છલાંગ લગાવી શકે છે
ચિત્તો વાઘ, શેર અને દીપડાની તુલનામાં સૌથી નાનું પ્રાણી છે
ચિત્તાની આંખ હંમેશા સીધી દિશામાં હોય છે જેથી તે માઇલો દુર જોઇ શકે છે
ચિત્તાનું હ્રદય સિંહની તુલનામાં સાડા ત્રણ ગણું મોટું હોય છે
ચિત્તો પોતાનો શિકાર 200થી 300 મીટરના દાયરામાં જ કરે છે. તે શિકાર પાછળ માત્ર 1 મિનીટ જ દોડે છે
ચિત્તાના શરીર પર અંદાજે 2 હજારથી વધુ કાળા ટપકાં હોય છે
ચિત્તો દિવસે જ શિકાર કરે છે કારણ કે તે રાત્રે ઓછું જોઇ શકે છે
ચિત્તાના સામાન્ય રીતે 3થી 5 બચ્ચાં હોય છે
ચિત્તાની ઉંમર અંદાજે 10થી 12 વર્ષની હોય છે.
Advertisement