Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વસંત પંચમીના તહેવારથી પ્રેરિત ગણતંત્ર દિવસ પર PMની પાઘડીએ ફરી જમાવ્યું આકર્ષણ

દર વખતે ગણતંત્ર દિવસ (Republic Day)પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ખાસ ટોપી અથવા પાઘડીમાં જોવા મળે છે. તેઓ ગણતંત્ર દિવસ 2023 પરેડ સમારોહમાં ખૂબ જ આકર્ષક પાઘડીમાં જોવા મળ્યા હતા. આજે વડાપ્રધાને પહેરેલી પાઘડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ઉત્તરાખંડની બ્રહ્મકમલ ટોપી (પહાડી ટોપી) પહેરી હતીછેલ્લી વખત વર્ષ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ઉત્તરાખંડની બ્રહà
વસંત પંચમીના તહેવારથી પ્રેરિત ગણતંત્ર દિવસ પર pmની પાઘડીએ ફરી જમાવ્યું આકર્ષણ
દર વખતે ગણતંત્ર દિવસ (Republic Day)પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ખાસ ટોપી અથવા પાઘડીમાં જોવા મળે છે. તેઓ ગણતંત્ર દિવસ 2023 પરેડ સમારોહમાં ખૂબ જ આકર્ષક પાઘડીમાં જોવા મળ્યા હતા. આજે વડાપ્રધાને પહેરેલી પાઘડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. 

2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ઉત્તરાખંડની બ્રહ્મકમલ ટોપી (પહાડી ટોપી) પહેરી હતી
છેલ્લી વખત વર્ષ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ઉત્તરાખંડની બ્રહ્મકમલ ટોપી (પહાડી ટોપી) પહેરી હતી. આ માહિતી ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પોતે ટ્વિટ કરીને આપી હતી.

પીએમ મોદીએ વસંત પંચમીને ધ્યાનમાં રાખીને આ પાઘડી પહેરી હતી
દર વખતે ગણતંત્ર દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ટોપી અથવા પાઘડીમાં જોવા મળે છે. તેઓ ગણતંત્ર દિવસ 2023 પરેડ સમારોહમાં ખૂબ જ આકર્ષક પાઘડીમાં જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીએ વસંત પંચમીને ધ્યાનમાં રાખીને આ પાઘડી પહેરી હતી. અત્યાર સુધી પીએમ મોદી અનેક પ્રસંગોએ બાંધેજ વર્કની પાઘડીમાં જોવા મળ્યા છે, આજે તેમની પાઘડી પણ બંધેજ વર્કની છે. આ વખતે પીએમની પાઘડીમાં પીળો અને કેસરી રંગ જોવા મળ્યો હતો.
Advertisement


2015થી પીએમ નરેન્દ્ર મોદી ગણતંત્ર દિવસ પર આકર્ષક પોશાકમાં જોવા મળે છે
2015થી પીએમ નરેન્દ્ર મોદી ગણતંત્ર દિવસ પર આકર્ષક પોશાકમાં જોવા મળે છે. વડાપ્રધાન બન્યા બાદ 2015ની પ્રથમ પરેડમાં પીએમ રાજસ્થાની બાંધણી પાઘડીમાં જોવા મળ્યા હતા. 2016ના પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન પીળી પાઘડી પહેરનાર તે સૌપ્રથમ હતા. 2017 પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન, પીએમ સફેદ બોર્ડર સાથે ગુલાબી પાઘડીમાં જોવા મળ્યા હતા. 2018ના પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન વડાપ્રધાને લાલ અને પીળી પાઘડી પહેરી હતી. વર્ષ 2019માં પીએમએ સોનેરી પટ્ટીઓવાળી લાલ પાઘડી પહેરી હતી. વર્ષ 2021માં PMએ જામનગરના રાજવી પરિવાર દ્વારા ભેટમાં આપેલી લાલ પાઘડી પહેરી હતી. છેલ્લી વખત વર્ષ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડની બ્રહ્મકમલ ટોપી (પહાડી ટોપી) પહેરી હતી. આ માહિતી ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પોતે ટ્વિટ કરીને આપી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.