Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'કોઈ શબ્દ પર પ્રતિબંધ નથી', લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બિનસંસદીય શબ્દો પર સ્પષ્ટતા કરી

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ 'અસંસદીય શબ્દો' પર થયેલા વિવાદ મુદ્દે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે કોઈ શબ્દ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી. સંસદની કાર્યવાહીમાંથી હટાવાયેલા શબ્દોની પસંદગીના વિવાદ પર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે- આ 1959થી ચાલુ રહેલ નિયમિત પ્રથા છે. 'કોઈ શબ્દ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી,' તેમણે કહ્યું. કે અગાઉ, વિરોધ પક્ષોએ ગુરુવારે 'જુમલાજીવી' અને અન્ય કેટલાàª
 કોઈ શબ્દ પર પ્રતિબંધ નથી   લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બિનસંસદીય શબ્દો પર સ્પષ્ટતા કરી
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ 'અસંસદીય શબ્દો' પર થયેલા વિવાદ મુદ્દે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે કોઈ શબ્દ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી. સંસદની કાર્યવાહીમાંથી હટાવાયેલા શબ્દોની પસંદગીના વિવાદ પર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે- આ 1959થી ચાલુ રહેલ નિયમિત પ્રથા છે. "કોઈ શબ્દ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી," તેમણે કહ્યું. કે અગાઉ, વિરોધ પક્ષોએ ગુરુવારે 'જુમલાજીવી' અને અન્ય કેટલાક શબ્દોને 'અસંસદીય અભિવ્યક્તિ'ની શ્રેણીમાં રાખવા માટે સરકાર પર નિશાન સાધ્યું હતું. કેટલાક પક્ષોએ કહ્યું કે તેઓ પ્રતિબંધના આદેશનું પાલન કરશે નહીં અને આ શબ્દોનો ઉપયોગ કરશે.  
 કાર્યવાહીમાંથી શબ્દો દૂર કરવાનો નિર્ણય લેવાયો 
જો કે કોંગ્રેસે લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુને પણ આ નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે. આ મુદ્દે લોકસભા અધ્યક્ષે કહ્યું, "સભ્યો તેમના વિચારો વ્યક્ત કરવા માટે સ્વતંત્ર છે, તે અધિકાર કોઈ છીનવી શકે નહીં, પરંતુ તે સંસદની ગરિમા અનુસાર હોવું જોઈએ. સંદર્ભ અને અન્ય સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓને ધ્યાનમાં લીધા પછી કાર્યવાહીમાંથી શબ્દો દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો. લોકસભા સ્પીકરે કહ્યું, "અગાઉ આવા અસંસદીય શબ્દોનું પુસ્તક પણ બહાર પાડવામાં આવતું હતું. કાગળોનો બગાડ ટાળવા માટે, અમે તેને ઇન્ટરનેટ પર મૂક્યું છે. કોઈ પણ શબ્દો પર પ્રતિબંધ નથી, અમે તેને હટાવી દીધો છે. શબ્દોનું સંકલન બહાર પાડવામાં આવ્યું છે. " બિરલાએ કહ્યું, "શું તેઓએ (વિરોધીઓએ) આ 1,100 પાનાનો શબ્દકોશ (અસંસદીય શબ્દો સહિત) વાંચ્યો છે, જો તેઓએ ગેરસમજ ફેલાવી ન હોત. તે 1954,1986, 1992, 1999, 2004, 2009, 2010માં હતી. ત્યારબાદ  2010થી વાર્ષિક ધોરણે આવી પુસ્તિકા બહાર પાડવામાં આવતી જ હતી."
 પસંદગીયુક્ત શબ્દો દૂર કરવામાં આવ્યા એવું કંઈ નથી
તેમણે કહ્યું, "જે શબ્દો દૂર કરવામાં આવ્યા છે તે વિપક્ષો તેમજ સત્તામાં રહેલા પક્ષ દ્વારા સંસદમાં કહેવામાં અને ઉપયોગમાં લેવાય છે. માત્ર વિપક્ષ દ્વારા ઉપયોગમાં લેવાતા શબ્દોને પસંદગીયુક્ત કરીને દૂર કરવામાં આવ્યા એવું  કંઈ નથી. કોઈ પણ શબ્દો પર પ્રતિબંધ નથી, આ એવાં શબ્દો હતા. જેમાં અગાઉ વાંધો હતો તેથી તેને દૂર કરાયાં છે.
Advertisement
Tags :
Advertisement

.