Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

New criminal laws: ભારતીય કાનૂન વ્યવસ્થામાં નવા ફોજદારી કાયદોનો સમાવેશ કરવામાં આવ્યો

New criminal laws: કેન્દ્ર સરકારે ભારતીય ન્યાયિક સંહિતા (BNS), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BSS) અને ભારતીય પુરાવા અધિનિયમ (BNSSS) માં નવા કાયદાને 1 જુલાઈ, 2024 ના રોજ લાગુ કરવામાં આવશે. ભારતના વિવિધ કાયદાઓમાં મહત્ત્વના ફેરફારો કર્યા ભારતની સંસદે ભારતીય ન્યાય...
new criminal laws  ભારતીય કાનૂન વ્યવસ્થામાં નવા ફોજદારી કાયદોનો સમાવેશ કરવામાં આવ્યો

New criminal laws: કેન્દ્ર સરકારે ભારતીય ન્યાયિક સંહિતા (BNS), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BSS) અને ભારતીય પુરાવા અધિનિયમ (BNSSS) માં નવા કાયદાને 1 જુલાઈ, 2024 ના રોજ લાગુ કરવામાં આવશે.

Advertisement

ભારતના વિવિધ કાયદાઓમાં મહત્ત્વના ફેરફારો કર્યા

ભારતની સંસદે ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ (BNS), ભારતીય પુરાવા અધિનિયમ (BSS) અને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (BNSSS) ના અમલીકરણ દ્વારા વર્તમાનમાં કાર્યરત કાયદાઓમાં મહત્ત્વના ફેરફારો કર્યા છે.

Advertisement

સરકાર દ્વારા કાયદાઓની સૂચી જાહેર કરવામાં આવી

આ નવા કાયદાઓ ક્રમાંક પ્રમાણે 1860 ના સંહિતા, 1872 ના સાક્ષ્ય અધિનિયમ અને 1973 ના અપરાધિક પ્રક્રિયા સંહિતાને સ્થાને લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે ભારતીય ન્યાય સંહિતા 2023 માં પ્રસ્થાપિત કરવામાં આવેલા નવા કાયદાઓ નીચે પ્રમાણે છે.

Advertisement

  • નવા કરાયદાના આધારે બાળકો અને મહિલાઓના ગુનાહિત કાર્યોને એક શ્રૃંખલા નીચે આવરી લેવામાં આવશે.
  • કલમ 511 ને ઘટાડીને 358 કરવામાં આવી સાથે કાર્યક્ષમતા માટે સુવ્યવસ્થિત કાયદો નક્કી કરવામાં આવ્યો
  • નાના-મોટા ગુનાઓ માટે સજાના ભાગરૂપે સમુદાય સેવાની શરૂઆત, ન્યાય માટે વધુ પુનઃસ્થાપિત સુધારાત્મક પરિવર્તન અને ફેરાફારોના પ્રતિકરૂપ ગણાશે.
  • ભારતની બહાર આચરવામાં આવેલા ગુનાઓ માટે ઉશ્કેરવાનું ગુનાહિત કાર્ય અને ભારતીય કાનૂનના અધિકાર ક્ષેત્રને વિસ્તારથી દર્શાવવામાં આવ્યું છે.
  • સમકાલીન સામાજિક મુદ્દાઓને સંબોધવા માટે ખોટા બહાના હેઠળ જાતીય સંભોગ અને સ્નેચિંગ જેવા નવા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
  • આધુનિક કાયદાકીય સિદ્ધાંતોને અનુરૂપ સંગઠિત અપરાધ અને આતંકવાદી કૃત્યો પરની જોગવાઈઓનો અમુક ગુનાઓમાં લિંગ-તટસ્થ સુધારણા કરવામાં આવી છે.
  • રાજદ્રોહના કાયદાને હટાવવાની સાથે રાષ્ટ્રીય એકતાને જોખમમાં મૂકતા કૃત્યો પર નવા વિભાગોની રજૂઆત તેમજ અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે.
  • માનસિક આરોગ્ય સંભાળ અધિનિયમ 2017 ની અનુરૂપ કાનૂની માળખાની તરફેણમાં 'આત્મહત્યા કરવાનો પ્રયાસ' ના ગુનાને દૂર કરવામાં આવ્યો છે.
  • વિવિધ પ્રકારના ગુનાઓ માટે દંડમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં ચોરી, ગંભીર ઈજા, અને જાણી જોઈને અથવા બેદરકારીપૂર્વક કૃત્યોનો સમાવેશ થાય છે.
  • 'બાળક' અને 'ટ્રાન્સજેન્ડર' માટે આધુનિક વાસ્તવિકતાઓ સાથે 'જંગમ મિલકત' અને 'દસ્તાવેજ'ની વ્યાખ્યાઓનો સમાવેશ કરવા અપડેટ કરવામાં આવી છે.
  • વધુ ન્યાયપૂર્ણ અને સમકાલીન કાનૂની વ્યવસ્થાના ધ્યેય સાથે જેલની અને મોતની સજામાં વધુ અપડેટ અને તર્કસંગત સુધારાઓ કરવામાં આવ્યા છે.
  • આ સુધારાઓ એકીકરણ, સમકાલીન સુસંગતતા, લિંગ તટસ્થતા અને પ્રતિશોધ અને સુધારા વચ્ચેના સંતુલન પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીને આધુનિક બનાવવા તરફના એક મોટા પગલાનો સંકેત આપે છે.

આ પણ વાંચો: Alliance: કોંગ્રેસ-આપનું ગઠબંધન! આ પાંચ રાજ્યોમાં એક સાથે લડશે લોકસભાની ચૂંટણી

Tags :
Advertisement

.