UP : 'એક પર એક ફ્રી', નોઈડામાં દારુની દુકાનો પર લાગી લાંબી કતારો
- એક પર એક ફ્રી સ્કીમ હેઠળ દારુનું વેચાણ
- દારૂ પ્રેમીઓમાં ઉત્સાહ
- દુકાનો પર લાંબી કતારો
sale of liquor in UP : નવા નાણાકીય વર્ષ પહેલા ઉત્તર પ્રદેશમાં મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. જૂના કોન્ટ્રાક્ટરો દારુનો સ્ટોક ખાલી કરી રહ્યા છે તેવામાં ઘણા ઠેકાઓ પર તો એક પર એક ફ્રી સ્કીમ હેઠળ બોટલ વેચાઈ રહી છે. જેના કારણે દારૂ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને દુકાનો પર લાંબી કતારો જોવા મળી રહી છે.
ઉત્તર પ્રદેશમાં દારૂ પ્રેમીઓ માટે સારા દિવસો આવી ગયા છે. હાલમાં નોઈડા સહિત તમામ જિલ્લાઓમાં અને લગભગ તમામ દુકાનો પર એક પર એક ફ્રી સ્કીમ હેઠળ દારૂનું વેચાણ ચાલુ છે. આ સમાચાર ફેલાતા જ દારૂની દુકાનો પર દારુ પ્રેમીઓની લાંબી કતારો લાગી રહી છે. સ્થિતિ એવી છે કે જે લોકો સામાન્ય રીતે હાફ કે ફુલ એક દારૂની બોટલ ખરીદતા હતા તેઓ પણ આજે પેટી ખરીદી રહ્યા છે. નવું નાણાકીય વર્ષ શરૂ થવાનુ હોવાના કારણે આ સ્થિતિ બની છે.
દારૂના નવા કોન્ટ્રાક્ટ શરૂ થશે
વાસ્તવમાં, નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થવાનુ છે. સાથે જ, દારૂના નવા કોન્ટ્રાક્ટ શરૂ થશે. જો જૂના કોન્ટ્રાક્ટરને નવો કોન્ટ્રાક્ટ નહીં મળે, તો તેણે પોતાની દુકાન બંધ કરવી પડશે. આવી સ્થિતિમાં, બધા કોન્ટ્રાક્ટરોએ તેમના ગોદામોમાં સંગ્રહિત સ્ટોક ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ માટે મોટાભાગની દુકાનો પર જૂનો સ્ટોક ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કેટલીક દુકાનો પર એક સાથે એક ફ્રી બોટલ આપવામાં આવી રહી છે, જ્યારે કેટલીક દુકાનો પર દારૂની કિંમત અડધી કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : Kunal Kamra સામે નોંધાઈ FIR, એકનાથ શિંદે પર કરી હતી વિવાદિત ટિપ્પણી
ઠેકાઓ પર લાંબી કતારો
આ સમાચારે વાઇન પ્રેમીઓમાં ખુશી ફેલાવી દીધી છે. મંગળવારે બપોરે, નોઈડામાં મોટી સંખ્યામાં લોકો દારૂની દુકાનો પર પહોંચ્યા. સખત તડકો હોવા છતાં, તેઓ કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા અને તેમની પસંદગીના દારૂનો સ્ટોક ખરીદ્યા પછી જ બહાર નીકળ્યા. ઘણા લોકો દુકાનોમાંથી બોટલો નહીં પણ આખે આખા બોક્સ લઈને બહાર નીકળતા જોવા મળ્યા. મુઝફ્ફરનગર, ગાઝિયાબાદ, મેરઠ, આગ્રા, બલિયા અને ગાઝીપુર જેવા જિલ્લાઓમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી.
લોકો કામ પડતા મુકી દારુની દુકાને પહોંચ્યાં
એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઘણા લોકો તો તેમની ઓફિસમાંથી રજા લઈ અને કેટલાક પોતાના વેપાર કે દુકાનો બંધ કર્યા પછી દારૂની દુકાનો પર પહોંચ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ ઓફિસમાંથી અડધી રજા લઈને આવ્યા છે, તેઓએ માત્ર એક દિવસનો જ નહીં પણ આગામી મહિના માટે પણ સ્ટોક એકત્રિત કર્યો. એતો નક્કી જ છે કે આટલો સસ્તો દારૂ આગામી એક વર્ષ સુધી ઉપલબ્ધ નહીં થાય. નવા કરાર શરૂ થયા પછી દારૂના ભાવમાં વધુ વધારો થશે.
આ પણ વાંચો : Free Liquor: આ રાજયમાં દારૂના શોખીનોની બલ્લે બલ્લે!