Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

New Army Chief: સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ સંભાળ્યો કાર્યભાર

New Army Chief: જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આર્મી સ્ટાફના 30મા નવા સેનાઅધ્યક્ષ બન્યા છે. રવિવારે આર્મી સ્ટાફના 30મા ચીફ (COAS) તરીકે ચાર્જ સંભાળ્યો હતો.. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પહેલા જનરલ મનોજ પાંડેએ આ જવાબદારી લીધી હતી. દ્વિવેદી આ પદ સંભાળશે તેવી જાહેરાત...
new army chief  સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ સંભાળ્યો કાર્યભાર

New Army Chief: જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આર્મી સ્ટાફના 30મા નવા સેનાઅધ્યક્ષ બન્યા છે. રવિવારે આર્મી સ્ટાફના 30મા ચીફ (COAS) તરીકે ચાર્જ સંભાળ્યો હતો.. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પહેલા જનરલ મનોજ પાંડેએ આ જવાબદારી લીધી હતી. દ્વિવેદી આ પદ સંભાળશે તેવી જાહેરાત 11 જૂને કરવામાં આવી હતી. ત્યારે હવે આજે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. આ પ્રસંગે તેઓએ પરિવારના વડીલ સભ્યોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

Advertisement

યુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ કરી અર્પણ

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ નવા આર્મી ચીફ તરીકે કાર્યભાર સંભાળ્યો. જે બાદ તેઓએ પોતાના ભાઈ અને અન્ય સંબંધીઓના ચરણ સ્પર્શ કર્યા હતા. આ પહેલા જનરલ દ્વિવેદીને . તેમણે ગઈકાલે 30 જૂને જનરલ મનોજ પાંડે પાસેથી આર્મી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની પણ મુલાકાત લીધી જ્યાં તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી.

Advertisement

અપાયુ ગાર્ડ ઓફ ઓનર

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને દિલ્હીમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમણે ગઈકાલે એટલે કે 30મી જૂને જનરલ મનોજ પાંડે પાસેથી આર્મી ચીફનો ચાર્જ સંભાળ્યો હતો.

Advertisement

સેના દરેક પડકારોનો સામનો કરવા તૈયાર- ઉપેન્દ્ર દ્વિવેદી

આ દરમિયાન આર્મી ચીફે કહ્યું કે આ મારા માટે ખૂબ જ ગર્વ અને સન્માનનો પ્રસંગ છે કે મને ભારતીય સેનાનું નેતૃત્વ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. ભારતીય સેનાની ભવ્ય પરંપરા આપણા સૈનિકોના બલિદાન અને યોગદાનના પાયા પર આધારિત છે. હું તે બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે ફરજની લાઇનમાં પોતાનું બલિદાન આપ્યું છે. આજે ભારતીય સેના આધુનિકીકરણના માર્ગ પર આગળ વધી રહી છે. આ દિશામાં ભારતીય સેના સંપૂર્ણ આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે હંમેશા તૈયાર છે. હું દેશ અને ભારતીય નાગરિકોને ખાતરી આપું છું કે ભારતીય સેના દરેક પડકારનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે

આ પણ  વાંચો  - Assam : ટ્રાન્સજેન્ડર ગર્લે બિકિનીમાં ફોટો શેર કરતાં જ….

આ પણ  વાંચો  - Delhi News : દેશમાં નવા કાયદા હેઠળ દિલ્હીમાં પ્રથમ કેસ નોંધાયો

આ પણ  વાંચો  - NEET UG રિટેસ્ટનું પરિણામ જાહેર,આ રીતે ચેક કરો

Tags :
Advertisement

.