Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓક્સિજન લેવલ ઘટવાના કારણે નેપાળના રાષ્ટ્રપતિ AIIMSમાં લેશે સારવાર, દિલ્હી એરપોર્ટ પહોંચ્યા

નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા છે. ઓક્સિજન લેવલમાં ઘટાડો થવાના કારણે તેમને AIIMS દિલ્હીમાં દાખલ કરવામાં આવશે. તમને જણાવી દઈ કે, 18 એપ્રિલના રોજ તેમનું ઓક્સિજન લેવલ ઘટી જતાં તેમને કાઠમંડુના મહારાજગંજ સ્થિત ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં...
ઓક્સિજન લેવલ ઘટવાના કારણે નેપાળના રાષ્ટ્રપતિ aiimsમાં લેશે સારવાર  દિલ્હી એરપોર્ટ પહોંચ્યા

નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા છે. ઓક્સિજન લેવલમાં ઘટાડો થવાના કારણે તેમને AIIMS દિલ્હીમાં દાખલ કરવામાં આવશે.

Advertisement

તમને જણાવી દઈ કે, 18 એપ્રિલના રોજ તેમનું ઓક્સિજન લેવલ ઘટી જતાં તેમને કાઠમંડુના મહારાજગંજ સ્થિત ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ડોક્ટર્સનું કહેવું છે કે તેમના ફેફસામાં ઈન્ફેક્શન છે. એક મહિનામાં બીજી વખત રાષ્ટ્રપતિની તબિયત લથડી છે.

Advertisement

એક મહિનામાં બીજી વખત કરાયા એડમિટ

અગાઉ 2 એપ્રિલે, રાષ્ટ્રપતિને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. રાષ્ટ્રપતિના મુખ્ય સલાહકાર સુરેશ ચાલીસેએ જણાવ્યું હતું કે રામ ચંદ્ર પૌડેલે પેટમાં તીવ્ર દુખાવાની ફરિયાદ કરી હતી. તે સમયે પણ તેમને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.

Advertisement

Tags :
Advertisement

.