ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

NTA એ જાહેર કર્યું JRF UGC NET નું પરિણામ, કેવી રીતે ચેક કરશો? આ રહી રીત

JRF UGC Result December 2024: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ (UGC NET ડિસેમ્બર 2024) ના પરિણામો જાહેર કરી દીધા છે.
09:43 AM Feb 23, 2025 IST | VIMAL PRAJAPATI
UGC NET December 2024 Results
  1. UGC NET ડિસેમ્બર 2024 ના પરિણામો જાહેર થયા છે
  2. કમિશને અંતિમ આન્સર કી પણ જાહેર કરી દીધી
  3. કુલ 08,49,166 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી

UGC NET Result December 2024: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ (UGC NET ડિસેમ્બર 2024) ના પરિણામો જાહેર કરી દીધા છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી તેઓ ugcnet.nta.ac.in પરથી UGC NET પરિણામ/સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકે છે. કમિશને અંતિમ આન્સર કી પણ જાહેર કરી દીધી છે.

UGC NET ડિસેમ્બર 2024 નું પરિણામ કેવી રીતે જોવું?

આ પણ વાંચો: દુનિયાભરના લોકો ભારતમાં બનેલ સૌથી સસ્તો iPhone 16eનો ઉપયોગ કરશે, જાણો શું છે કિંમત

ડિસેમ્બર 2024 માં યોજાઈ હતી UGC NET પરીક્ષા

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ડિસેમ્બર 2024 માં UGC NET પરીક્ષાનું આયોજન કર્યું હતું. જે 85 વિષયોને આવરી લેતી કમ્પ્યુટર-આધારિત પરીક્ષા (CBT) હતી. આ પરીક્ષા નવ દિવસમાં યોજાઈ હતી, જેમાં 266 ભારતીય શહેરોમાં 558 કેન્દ્રો પર 16 સત્રો યોજાયા હતાં. ઉમેદવારોની વાત કરવામાં આવે તો તેમાં કુલ 08,49,166 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂર્ણ થયા પછી, NTA એ 31 જાન્યુઆરી, 2025 ના રોજ પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડી છે. નોંધનીય છે કે, ઉમેદવારોને 03 ફેબ્રુઆરી, 2025 સુધી પ્રતિ પ્રશ્ન 200 રૂપિયાની બિન-રિફંડપાત્ર ફી ચૂકવીને વાંધો ઉઠાવવાની તક આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Instagram:જો વારેવારે આ ભૂલો કરતાં હોય તો થઈ જાવ સાવધાન!

JRF UGC NET પ્રમાણપત્રની માન્યતા કેટલી હોય?

JRF UGC NET પ્રમાણપત્ર પરિણામ જાહેર થયાની તારીખથી 3 વર્ષ માટે માન્ય રહેતું હોય છે. જ્યારે સહાયક પ્રોફેસરના પદ માટે આવી કોઈ મર્યાદા રાખવામાં આવેલી નથી. ખાસ કરીને વાત કરવામાં આવે તો દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો JRF UGC NET ની પરીક્ષા આપતાં હોય છે. ઘણાં લોકો પીએચડી માટે તો ઘણાં લોકો માત્ર પ્રોફેસર બનવા માટે JRF UGC NET ની પરીક્ષા આપતા હોય છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
JRF UGC NET resultJRF UGC NET ResultsNational Testing AgencyNTA declares UGC NET December 2024 resultsNTA declares UGC NET resultsUGC NETUGC NET December 2024 ExamUGC NET December 2024 resultsUGC NET Result
Next Article