National News: લ્યો બોલો! આ વ્યક્તિને તરસ જ નથી લાગતી, પાણી પીધાને 13 વર્ષ થયા
National News: કોઈ પણ જીવને પાણી વિના ચાલી શકે નહીં. પાણી વિના તેના જીવનની કલ્પના કરવી ઘણી મુશ્કેલ હોય છે. ત્યાં મનુષ્યની વાત કરવામાં આવે તો માણસને પણ રોજ પાણીની જરૂર પડે છે. ઇશ્વરે આપણું શરીર ખુબ જ વિચારીને બનાવ્યું છે. માણસનું આખું શરીર પાણી પર જ નિર્ભર હોય છે. સામાન્ય રીતે માણસને જીવવા માટે પાણીની જરૂર પડે જ છે. પરંતુ જો કે, તેમને કોઈ એમ કહે કે, પાણી વિના પણ કોઈ માણસ જીવી રહ્યું છે તો? શું આ વાત માનવામાં આવે?
પાણી વિના પણ કોઈ રહીં શકે એમ?
મળતી વિગત પ્રમાણે જમશેદપુર ગામના એક વ્યક્તિએ એવો દાવો કર્યો છે કે, તે 13 વર્ષથી પાણી પીધા વિના જીવી રહ્યો છે. સામાન્ય રીતે કોઈ માણસ પાણી વિના માત્ર 3 જ દિવસ સુધી જીવી શકે છે. પરંતુ આ દાવાને એક વ્યક્તિએ ખોટો સાબિત કરી બતાવ્યો છે. જમશેદપુરના ટેલ્કો ઘોડા બંદાના સુધાંશુ કુમારે એક અજીબ દાવો કર્યો છે. સુધાંશુનું કહેવું છે કે, તેમણે છેલ્લા 13 વર્ષથી પાણી જ નથી પીધું. તેવો પાણી પિધા વિના જ જીવી રહ્યાં છે. એવું નથી કે, પાણીની કમીને કારણે તેને કોઈ બીમારી થઈ હોય, તે અત્યારે એકદમ સ્વસ્થ્ય છે અને તેને ક્યારે પાણી પીવાની ઈચ્છા થતી પણ નથી. આવા અજીબ દાવાને લઈને અત્યારે સુધાંશુ ખુબ જ ચર્ચામાં આવી રહ્યાં છે.
સુધાંશુનો દાવો છે કે તેને તરસ જ નથી લાગતી
સુધાંશુનું કહેવું છે કે, તેણે પાણી વિના જીવવાનું સીખી લીધું છે. 13 વર્ષથી તેણે એક પણ વખત પાણી પીધું નથી. ક્યારેક ક્યારેક દૂધ પી લેતા હોય છે. તેના સિવાય તેમના ભોજનની વાત કરવામાં આવે તો તેઓ માત્ર સલાડ ખાય છે. સુધાંશુએ વધુમાં જણાવ્યું કે, તેઓ સંપૂર્ણ રીતે શાકાહારી છે. જોકે, સુધાંશુએ આને માતા રાણીનો આશીર્વાદ માન્યો છે. સુધાંશુના જણાવ્યા પ્રમાણે વાત કરવામાં આવે તો, તેમને જીવવા માટે પાણીની જરૂર પડતી જ નથી.
View this post on Instagram
પુરાવા આપવામાં સુધાશું તૈયાર નથી
સુધાંશુ પોતાના દાવાની કોઈ સબુત આપી શક્યો નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કોઈ મેડિકલ ટીમે આ વાતની પુષ્ટિ કરી છે, તો સુધાંશુએ કહ્યું કે ઘણા પત્રકારો તેમના ઘરે આવ્યા હતા. જો તમે ઈચ્છો તો તમારા પરિવારના સભ્યોને પણ પૂછી શકો છો. તેણે આટલા વર્ષોથી પાણી પીધું નથી. એટલું જ નહીં, સુધાંશુએ કહ્યું કે તેને ઠંડી પણ નથી લાગતી. તેણે પોતાના જીવનની આખી શિયાળાની મોસમ સ્વેટર વિના વિતાવી. જોકે, સુધાંશુ પાસે આ વાતનો પુરાવો પણ નથી.