Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

National Film Awards :70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત

National Film Awards: 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત, 'કંતારા' સ્ટાર રિષભ શેટ્ટી બન્યો શ્રેષ્ઠ અભિનેતા National Film Awards-70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાતની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પુરસ્કાર ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંનું એક માનવામાં આવે છે. આ...
03:58 PM Aug 16, 2024 IST | Kanu Jani

National Film Awards-70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાતની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પુરસ્કાર ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંનું એક માનવામાં આવે છે.

આ વર્ષના પુરસ્કારો વિશે ઉત્તેજના તેની ટોચ પર છે, કારણ કે તે 2022 માં રિલીઝ થયેલી ફિલ્મો માટે છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો દેશભરમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ દિગ્દર્શક અને અન્ય તકનીકી શ્રેણીઓ સહિત વિવિધ શ્રેણીઓમાં આપવામાં આવે છે.

ફિલ્મ પ્રેમીઓ અને ઈન્ડસ્ટ્રીના લોકો માટે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ વર્ષે કઈ ફિલ્મો અને કલાકારો રાષ્ટ્રીય પુરસ્કારોમાં પ્રભુત્વ જમાવશે. ગયા વર્ષના એવોર્ડ સમારોહમાં ઘણી મહાન ફિલ્મો અને કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ વર્ષે પણ એવી જ અપેક્ષા છે.

વિજેતાઓ વિષે ઉત્સુકતા 

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના ડાયરેક્ટોરેટ ઑફ ફિલ્મ ફેસ્ટિવલ્સ દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું આયોજન કરવામાં આવે છે. આ પુરસ્કારો ભારતીય સિનેમાના વિવિધ પાસાઓને પ્રોત્સાહિત કરવા અને સન્માન આપવાનું મહત્વનું માધ્યમ છે.

આ વર્ષની જાહેરાત સાથે ફિલ્મ રસિકોની આતુરતાનો અંત આવશે.  

આ છે પુરસ્કાર વિજેતાઓ
  1. શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ- કાર્તિકેય 2
  2. શ્રેષ્ઠ તમિલ ફિલ્મ- PS-1
  3. શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ- KGF 2
  4. શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ- ગુલમોહર
  5. શ્રેષ્ઠ ફીચર ફિલ્મ- અટ્ટમ (મલયાલમ)
  6. શ્રેષ્ઠ દિગ્દર્શક- સૂરજ બડજાત્યા (ઉંચાઈ)
  7. બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર- પ્રમોદ કુમાર- ફૌજા (હરિયાણવી ફિલ્મ)
  8. શ્રેષ્ઠ એક્શન ડિરેક્શન- KGF 2
  9. બેસ્ટ એનિમેશન- બ્રહ્માસ્ત્ર 1- ધર્મ
  10. બેસ્ટ ડાયલોગ્સ- ગુલમહોર
  11. શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી- પીએસ-1
  12. રાષ્ટ્રીય, સામાજિક, પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફિલ્મ- કચ્છ એક્સપ્રેસ- ગુજરાતી
  13. આરોગ્યપ્રદ મનોરંજન પ્રદાન કરતી શ્રેષ્ઠ ફિલ્મ - કંતારા
  14. શ્રેષ્ઠ સંગીત નિર્દેશક- પ્રીતમ- બ્રહ્માસ્ત્ર-1
  15. શ્રેષ્ઠ સંગીત નિર્દેશન પૃષ્ઠભૂમિ- AR રહેમાન- PS-1
  16. શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન- એ.આર. રહેમાન- પીએસ-1
  17. શ્રેષ્ઠ પુરૂષ ગાયક- અરિજીત સિંહ-કેસરિયા-બ્રહ્માસ્ત્ર-1
  18. શ્રેષ્ઠ અભિનેતા- ઋષભ શેટ્ટી- કંતારા
  19. શ્રેષ્ઠ અભિનેત્રી- નિત્યા મેનન- તિરુચિત્રંબલમ
  20. શ્રેષ્ઠ અભિનેત્રી- માનસી પારેખ- કચ્છ એક્સપ્રેસ (ગુજરાતી ફિલ્મ)
  21. શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી - નીના ગુપ્તા - ઊંચાઈ
  22. શ્રેષ્ઠ સહાયક અભિનેતા - પવન રાજ મલ્હોત્રા - ફૌજા (હરિયાણવી ફિલ્મ)
  23. શ્રેષ્ઠ ફિલ્મ વિવેચક- દીપક દુઆ
  24. નોન-ફીચર કેટેગરીમાં વિજેતાઓની યાદી...
  25. શ્રેષ્ઠ નોન ફીચર ફિલ્મ - બીરુબાલા, હરગીલા (આસામ)
  26. શ્રેષ્ઠ સ્ક્રિપ્ટ - કૌશિક સરકાર - મોનો નો અવેર
  27. શ્રેષ્ઠ સંગીત નિર્દેશન- વિશાલ ભારદ્વાજ-ફુરસત હિન્દી
  28. શ્રેષ્ઠ દિગ્દર્શન - મરિયમ ચાંડી - ફોર્મ ડી શેડો
  29. શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ (30 મિનિટ) - ઔન્યતા (આસામ)
  30. શ્રેષ્ઠ નોન ફીચર સામાજિક અને પર્યાવરણીય મૂલ્ય - ઓન ધ બ્રિંક સીઝન 2 - ગરિયાલ
  31. શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી- મોનસ્ટર્સ ઓફ ધ જંગલ (મરાઠી)   

આ પણ વાંચો- Assembly Election Date Announcement : જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણીની તારીખો જાહેર

Next Article