Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

NandNagri Delhi: બે લોકોની હત્યા કરી ખુદને મારી ગોળી, ઘટનામાં પોલીસ અધિકારીનું પણ મોત

Nandanagri Delhi: દેશની રાજધાની દિલ્હીમાં છાસવારે ક્રાઇમની ઘટનાઓ બનતી રહે છે. દિલ્હીના નંદનગરી (Nandanagri) વિસ્તારમાં કાલે એક વ્યક્તિએ બે લોકોની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. બે લોકોની હત્યા કર્યા બાદ તેણે ખુદને પણ ગોળી મારી દીધી હતી. તમને જણાવી...
03:44 PM Apr 17, 2024 IST | VIMAL PRAJAPATI
Delhi

Nandanagri Delhi: દેશની રાજધાની દિલ્હીમાં છાસવારે ક્રાઇમની ઘટનાઓ બનતી રહે છે. દિલ્હીના નંદનગરી (Nandanagri) વિસ્તારમાં કાલે એક વ્યક્તિએ બે લોકોની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. બે લોકોની હત્યા કર્યા બાદ તેણે ખુદને પણ ગોળી મારી દીધી હતી. તમને જણાવી દઈએ કે, આ ઘટનામાં દિલ્હી પોલીસમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પોલીસે સબ ઇન્સ્પેક્ટર દિનેશ શર્માનું મોત થઈ ગયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી દિનેશને પહેલાથી જ સબ ઇન્સ્પેક્ટર દિનેશ શર્માને ઓળખતો હતો, પરંતુ તેણે હત્યા શા માટે કરી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

પોલીસે સબ ઇન્સ્પેક્ટર દિનેશ શર્માનું મોત

મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે મુકેશ નામના આરોપીએ ગઈ કાલે રાત્રે 11:45 વાગ્યે મીત નગર ફ્લાયઓવર પર ફાયરિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન દિલ્હી પોલીસના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર દિનેશ શર્મા તેમજ અમિત નામના એક રાહદારીને ગોળી વાગી હતી. ગોળી વાગવાથી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર દિનેશનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

બે લોકોની હત્યા કરી ખુદને માળી ગોળી

આ ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો ગોળી લાગવાથી અમિત પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. નોંધનીય છે કે, અમિતને સારવાર માટે હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યો હતો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી મુકેશે ખુદ પોતાને પણ ગોળી મારી દીધી હતી. જેથી તેનું પણ ઘટના સ્થળે મોત થઈ ગયું હતું.જેથી આ મામલે અત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આ મામલે પોતાની તપાસ હાથ ધરી

ઉલ્લેખનીય છે કે, આ બાબતે Delhi પોસીનાના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, આરોપી મુકેશ એએસઆઈ દિનેસ શર્માને પહેલાથી જ જાણતો હતો. પરંતુ મુકેશ કેમ આ પગલું ભર્યું તે બાબતે અત્યારે પણ કુતુહલ સર્જાયેલો છે. અત્યાર સુધી પણ આ બાબતે કોઈ ઠોર માહિતી સામે નથી આવી. જેથી પોલીસે આ મામલે પોતાની તસાપ તેજ કરી છે.

આ પણ વાંચો: Ram Navami 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેલિકોપ્ટરમાં બેસીને નિહાળ્યું રામ લલ્લાનું ‘સૂર્ય તિલક’

આ પણ વાંચો: માતા-પિતાએ બાળકને જોખમમાં મુકી કરી આરામની સવારી, જુઓ Video

આ પણ વાંચો: Surya Tilak: રામ લલ્લાને સૂર્યનું તિલક, લાખોની સંખ્યામાં રામભક્તો રહ્યા ઉપસ્થિત

Tags :
Crime NewsDelhiDelhi Crime NewsDelhi NewsDelhi news todayDelhi PoliceNand Nagri DelhiNandNagri Delhinational newsToday's National NewsTop National NewsVimal Prajapati
Next Article