ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

MV Lila Norfolk Hijacked: Indian Navy એ અરબ સમુદ્રમાં દુશ્મનોને માત આપી

MV Lila Norfolk Hijacked: સોમાલિયાના દરિયાકાંઠે અપહરણ કરાયેલ ભારતીય MV Lila Norfolk પર ભારતીય સુરક્ષા દળ MARCOS ના જાબાઝ કમાન્ડ પહોંચી ગયા છે. ભારતીય  MARCOS કમાન્ડો દ્વારા જહાજ પરથી 15 ભારતીયોને સુરક્ષીત બચાવવામાં આવ્યા છે. નેવીએ હેલિકોપ્ટર ઉતાર્યા છે અને...
10:35 PM Jan 05, 2024 IST | Aviraj Bagda
Indian Navy defeated the enemy in the Arabian Sea

MV Lila Norfolk Hijacked: સોમાલિયાના દરિયાકાંઠે અપહરણ કરાયેલ ભારતીય MV Lila Norfolk પર ભારતીય સુરક્ષા દળ MARCOS ના જાબાઝ કમાન્ડ પહોંચી ગયા છે. ભારતીય  MARCOS કમાન્ડો દ્વારા જહાજ પરથી 15 ભારતીયોને સુરક્ષીત બચાવવામાં આવ્યા છે. નેવીએ હેલિકોપ્ટર ઉતાર્યા છે અને સમુદ્રી લુંટેરાઓને MV Lila Norfolk છોડવાની ચેતવણી આપી છે.

Indian Navy Mission

આ ઘટના પર સેનાના અધિકારીઓને કહ્યું કે MV Lila Norfolk જહાજ પર હાજર તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. મરીન કમાન્ડોએ ઓપરેશન શરૂ કરી દીધું છે. કમાન્ડો જહાજ પર ઉતરી ગયા છે. Hijack કરાયેલા જહાજમાં 15 ભારતીયો હાજર હતા.

આ જહાજને સોમાલિયાના કિનારે અરબી સમુદ્રમાં Hijack કરવામાં આવ્યું હતું. દરિયાકિનારે Hijack કરાયેલા આ જહાજ પર લાઇબેરિયાનો ધ્વજ જોવા મળ્યો હતો. Indian Navy ના વિમાન સતત જહાજ પર નજર રાખી રહ્યા હતા. જહાજમાં સવાર ભારતીય ક્રૂ મેમ્બરો સાથે પણ વાતચીત કરવામાં આવી હતી.

MV Lila Norfolk Hijacked

Indian Navy એ શું કહ્યું?

ભારતીય યુદ્ધ જહાજ INS ચેન્નાઈએ MV Lila Norfolk ને બપોરે 3.15 કલાકે રોકવામાં આવ્યું હતું. Indian Navy ના મેરીટાઇમ પેટ્રોલિંગ એરક્રાફ્ટ અને ડ્રોન અરબી સમુદ્ર પર સતત નજર રાખી રહ્યા છે. નેવીએ કહ્યું કે અમે MPA, Predator, MQ9B અને ઈન્ટિગ્રલ હેલોસ દ્વારા જહાજ પર સતત નજર રાખી રહ્યા છીએ.

UK મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) એ 4 જાન્યુઆરી લાઇબેરિયન ફ્લેગવાળા કાર્ગો જહાજ MV Lila Norfolk ને હાઇજેક કરવાની ઘટનાની જાણ કરી હતી. UKMTO એ બ્રિટિશ લશ્કરી સંસ્થા છે જે વ્યૂહાત્મક જળમાર્ગોમાં વિવિધ જહાજોની હિલચાલ પર નજર રાખે છે.

આ પણ વાંચો: SIT : મોડલ દિવ્યા પાહુજા હત્યા કેસમાં SITની રચના, હવે આ અધિકારીઓ કરશે તપાસ

Tags :
Arab-seaGujaratFirstHijackedindianavyINSmarcosmissionMV Lila Norfolk Hijacked
Next Article