Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Muzaffarnagar :UP માં ચાર ટાઈમ બોમ્બ સાથે STF એ એકની કરી ધરપકડ

Muzaffarnagar : UP ના મુઝફ્ફરનગર (Muzaffarnagar) માં STF (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ)એ મોટી દુર્ઘટના ટાળી છે. STFએ અહીંથી ચાર ટાઈમ (Time-Bomb )બોમ્બ મળ્યા છે અને આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ જાવેદ તરીકે થઈ છે...
muzaffarnagar  up માં ચાર ટાઈમ બોમ્બ સાથે stf એ એકની કરી ધરપકડ

Muzaffarnagar : UP ના મુઝફ્ફરનગર (Muzaffarnagar) માં STF (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ)એ મોટી દુર્ઘટના ટાળી છે. STFએ અહીંથી ચાર ટાઈમ (Time-Bomb )બોમ્બ મળ્યા છે અને આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ જાવેદ તરીકે થઈ છે અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

Advertisement

મેરઠથી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ બોલાવવામાં આવી હતી

Advertisement

મળતી માહિતી અનુસાર  જાવેદની શુક્રવારે સવારે નગર કોતવાલી વિસ્તારના કલાપર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. બોમ્બને ડિફ્યુઝ કરવા માટે મેરઠથી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે, ટૂંક સમયમાં અમે તેના તળિયે પહોંચીશું. પોલીસને ગુરુવારે સાંજે બોમ્બ મળી આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ બોમ્બ મુઝફ્ફરનગરમાં જ બનાવવામાં આવી રહ્યા હતા.

Advertisement

આરોપી મહિલાના સંપર્કમાં હતો

જાવેદ શેખ આ બોમ્બ સપ્લાય કરવા માટે ઈમરાના નામની મહિલાના સંપર્કમાં હતો. ઈમરાના મૂળ શામલીની છે અને હાલ મુઝફ્ફરનગરના ખાલાપરમાં રહે છે. ઈમરાનાની ગતિવિધિઓને પણ ખૂબ જ શંકાસ્પદ ગણાવવામાં આવી છે. માહિતી બાદ આરોપી જાવેદની એસટીએફએ ધરપકડ કરી હતી.

ઈમરાના ફરાર થઈ ગઈ

જાવેદ શેખની ધરપકડ બાદ ઈમરાના ફરાર થઈ ગઈ છે. હાલ એસટીએફ, એટીએસ અને અન્ય એજન્સીઓ ઈમરાનની શોધમાં લાગેલી છે. ઈમરાનની ધરપકડ બાદ જ સામે આવશે કે આ ટાઈમ બોમ્બનું શું થવાનું હતું.

આ પણ વાંચો - Gujarat High Court: વડાપ્રધાનની શૈક્ષણિક લાયકાત પર સવાલો ઉઠાવતા લોકોને મળ્યો કાયદોનો ફટકો

Advertisement

.