ઇસ્લામમાં મુતાહ-ઔરત તેરી યહી કહાની,આંચલ મેં દૂધ આંખો મેં પાની...
અહેવાલ - કનુ જાની
UCC-સમાન સિવિલ કોડ કેમ?..અને મુસ્લિમ મૌલાઓ અને લઘુમતીઓના હિતચિંતકોનો આટલો પ્રચંડ વિરોધ કેમ? આ પહેલાં કલમ 370 અને 35Aના આમૂલ પરીવર્તનનો વિરોધ થયેલો અને મોદી સરકારની પ્રતિબધ્ધતા અને ચાણક્ય નીતિને કારણે વિરોધની એ પીપૂડી કોઈએ સાંભળી નહીં.આતંકવાદ અને અલગાવવાદથી બેહાલ કાશ્મીરનું જીવન થાળે પડ્યું. પ્રવાસન ઉધ્યોગ ધમધમતો થયો. મોદી સરકારે કાશ્મીર માટે જે વિકાસનીતિ ઘડી અને અમલમાં મૂકી એનાં પરિણામ વિશ્વએ જોયાં. મુસ્લિમ સ્ત્રીઓ માટે અભિશાપ એવા ત્રણ તલાકની નાબૂદી કાયદો ઘડી એક જ ઝાટકે કરી નાખી.હજીય મુસ્લિમ બિરાદરોની બળતરા મટી નથી.
કોઈ પણ સમાજની બહેનદીકરીઓ સમાજની કુરીતિના કારણે એકવીસમી સદીમાં પીએન ગુલામથી ય બદતર જિંદગી જીવે એ મોદી સરકાર ન જ ચલાવી લે. ભાજપ સરકારના આ વલણના કારણે કહેવાતા મૌલવીઓ, સ્મજસુધારકો અને વિદેશના માતબર ફંડિંગથી ચાલતી સંસ્થાઓ 'મોદી વિરોધ'કરી એમની દુકાનો ચલાવવા માટે એ દેશમાં અને વિદેશમાં ઝેરી પ્રચાર પ્રસાર કરવાની જ. સમાન સિવિલ કોડ બિલ ન આવે એ માટે પહેલેથી જ વિરોધમાં ક્રાઉં ક્રાઉં શરૂ થઈ ગયું છે. આ એ જ લોકો છે જે મુસ્લિમ તુષ્ટિકરણના કોંગ્રેસના ઓક્સીજન પર જીવતા હતા. યાદ છે ને - 1985માં સુપ્રીમ કોર્ટે શાહબાનુ કેસમાં ચૂકાદો આપેલો અને તલ્લાકશુદા આધેડ મહિલા શાહબાનુને મહિને પચીસ રૂપિયાનું ભરણપોષણ ભથ્થું મળે એવો હૂકમ કરેલો એ? ત્યારે તત્કાલિન વડાપ્રધાને લોકસભામાં બિલ પાસ કરાવીને એ ચૂકાદો જ નકામો કરી નાખેલો અને મુસ્લીમ તુષ્ટિકરણનો વરવો દાખલો બેસાડેલો.
સ્ત્રી માત્ર દેહ-એને વળી આત્મા શું? અને સ્વમાન શું?
ઇસ્લામમાં 'સ્ત્રી એ ખેતર છે એટલે ફાવે એમ ખેતી કરો' ની પુષ્ટિ છે. આપણે બુરખા પ્રથાની તો વાત જ નથી કરતા. પીએન એક કુરિવાજ તો મુસ્લિમ બાનુઓના દેહવ્યાપારને તુષ્ટિ કરે છે એ છે "મુતાલહ" પહેલાં મુતાહ સમજીએ. Nikah mut'ah અરબી: نكاح المتعة, રોમનભાષામાં: nikāḥ al-mutʿah, શાબ્દિક રીતે "આનંદ લગ્ન" માત્ર વાસના સંતોષવા માટે લગ્ન; કામચલાઉ લગ્ન, અથવા સિઘેહ (ફારસી: صيغه، ازدواج موقت)
કુરાન અને સુન્ની શાસ્ત્રોમાંથી પૂરાવા
...Except the forbidden women) the rest are lawful unto you to seek them with gifts from your property (i.e., dowry), provided that you desire protection (from sin), not fornication. So for whatever you have had of pleasure (Istamta’tum) with them by the contract, give unto them their appointed wages as a duty. And there is no sin for you in what you both agree (in extending the contract) after fulfilling the (first) duty. Lo! Allah is ever Knower, Wise. (Qur’an 4:24) કરાર દ્વારા તમે તેમની સાથે જે કાંઈ આનંદ (ઈસ્તમતાતુમ) મેળવ્યો છે, ફરજ તરીકે દુલ્હનને નિયત વેતન (મેહર) આપો. અને કરાર પૂરો થયે જો બંનેની સહમતી હોય તો (કોન્ટ્રાક્ટ લંબાવવામાં) તેમાં તમારા માટે કોઈ પાપ નથી.
આ એક ખાનગી અને મૌખિક અસ્થાયી લગ્ન કરાર છે જે શિયા ઇસ્લામમાં પ્રચલિત છે-જેમાં લગ્નની અવધિ અને મહેર હોવું આવશ્યક છે. અગાઉથી ઉલ્લેખિત અને સંમત થયા છે તેવો મૌખિક અથવા લેખિત ફોર્મેટમાં કરવામાં આવેલ ખાનગી કરાર છે. ઇસ્લામમાં લગ્નના અન્ય સ્વરૂપોની જેમ લગ્ન કરવાના ઇરાદાની ઘોષણા અને શરતોની સ્વીકૃતિ જરૂરી છે પણ આ સ્વીકૃતિ કોની? મૌલાનાઓની. હૈદરાબાદ અને ખાસ તો કેરળમાં આ પ્રથા છે.હજારો મુતાલા આજે ય થાય છે. ખાસ તો અરબ દેશોમાથી શેખો ભટ આવી એમને મનગમતી છોકરીઓને લગ્ન કરી લઈ જાય છે.કરાર પૂરો થયે નક્કી થયેલું મેહર ચૂકવી એ છોકરીને કાં તો પાછી મોકલાય છે... કાં બીજા અય્યાશ શેખ સાથે સોદો કરી એના જનાનખાનામાં મોકલી દેવાય છે. અરેરાટી ઉપજાવે એવી આ કુપ્રથા ઇસ્લામમાં હલાલ છે એટલે કે કાયદેસર છે.
One night maraaige-દુલ્હન એક રાત કી
'કેરાલા સ્ટોરીઝ'ફિલ્મ વિષે સૌ કોઈ જાણે છે પણ 'One night maraige વિષે ભાગ્યેજ કોઈ જાણતું હશે. "એએમમી, તમને મુબારકવાદ. તમને સત્તરમો દામાદ મળ્યો." હૈદરાબાદમાં રિક્ષા ચલાવતા સિરજૂદ્દીનની અઢાર વરસની દીકરી રેહાનાબેગમનો એની અમ્માને મોકલેલ આ સંદેશ છે. રેહાના માત્ર ચૌદ વરસની હતી ત્યારે એની શાદી દુબઈના 55 વરસના એક શેખ સાથે કરવામાં આવેલી. શાદીની અવધિ પૂરી થઈ એટ્લે એ શેખે સગર્ભા રેહાનાને મુંબઈના એક રેલ્વે સ્ટેશનની બહાર ભગવાન ભરોસે છોડી દીધી. હતાશ રેહાના ટિચાતી ટિચાતી ઘેર પહોંચી તો એના અબ્બુએ ઇનો ગર્ભપાત કરાવી બે મહિનામાં જ એનાં લગ્ન કતારના 60 વરસના શેખ સાથે કરાવી દીધાં. રેહાનાને બીજો શૌહર કતાર લઈ ગયો. એક બે મહિના એને ભોગવી અને બારોબાર કતારમાં જ બીજા શેખને વેચી મારી. બસ,સિલસિલો ચાલુ રહ્યો. ચાર વરસમાં એની ચૌદ શાદી થઈ.કુલ સોળ શાદી થઈ, સત્તરમી શાદી વખતે રેહાનાને અઢારમી વખત 'કુબુલ હૈ,કુબુલ હૈ,કુબુલ હૈ' કરવું પડ્યું. આજે ય ઇસ્લામમાં " ઔરત તેરી યહી કહાની, આંચળ મેં દૂધ આંખો મેં પાની" વાળી સ્થિતિ છે. The Economics Times અખબારના એક આંકડા મુજબ લગભગ નવ હજાર જેટલી ચૂકરીઓ મુતાહ કરારની ભોગ બનેલી છે.
આ કુરિવાજનો ભોગ બનનાર ગરીબીમાં જીવતા મુસ્લિમ પરિવારની દીકરીઓ જ બને છે. આ રિવાજ આજકાલનો નથી, સદીઓથી ચાલે છે. મુતાહને 'અરબ કલ્યાણમ' જેવુ રૂપકડુ નામ અપાયું છે. સકેરળ મારી મસાલા અને જહાજ નિર્માણ માટે પ્રખ્યાત હતું. એટલે વ્યાપાર દેશવિદેશ થતો. ખાસ તો અરબસ્તાનથી આરબ વેપારીઓ ખૂબ આવતા.એ જમાનામાં.છઠ્ઠી સદીથી આરબ વેપારીઓ આવતા એવો ઈતિહાસમાં ઉલ્લેખ છે. ભારતની પહેલી મસ્જિદ ઇ.સ.629 માં કેરળમાં આરબોએ જ બંધાવેલી. વહાણ બનાવવામાં લગભગ વરસેક લાગી જતું ત્યાં સુધી અરબોએ અહી જ રહેવું પડતું અને બીજા વેપારીઓ પણ પાંચ સીએચએચ મહિના તો રોકાતા. એ એકલા જ રહેતા એટલે સ્ત્રીદેહની ભૂખ સંતોષવા જ 'અરબ કલ્યાણમ'નો ઉદભવ થયો. કેરળની સ્થાનિક કન્યાઓ સાથે એ મેહર આપી શાદી કરી લેતા. એ સગવડ ભર્યું રહેતું. ગરીબ મુસ્લિમો માટે એમની દીકરીઓ કમાણી કરી આપતી. એક શેખ જાય પછી બીજો તૈયાર જ રહેતો. અલબત્ત,અવૈધ સંતાનો કેરળમાં વધી ગયાં પણ સમાજને એની ક્યાં પડી હતી.'બાળક અને કૂકડાં ગમે ત્યાં છરી ખાય' એ ન્યાયે બાળકો આપમેળે મોટાં થતાં.
આજે પણ થિરુવંતપૂરમ,કુન્નુર,કોઝિકોડ,માલપુરમમાં આ પ્રથા ધમધમે છે. હવે તો એજન્ટો પણ કાર્યરત છે.સ્વાભાવિક છે કે અરબો પાસેથી એ તગડી રકમ વસૂલે છે.સોનું ચાંદી અને મોંઘી ભેટસોગાદો મળે એમાય એજંટ એની કટકી કરી જ લે. છોકરીઓ શોધવી અઘરૂ નથી. કેટલાક અનાથાલયો તો એજન્ટોને છોકરીઓ પૂરી પાડે છે. અનાથાલયની મોટાભાગની છોકરીઓને માબાપે ગરીબીના કારણે જ મૂકી હોય છે. હવે તો શેખોને અનેક છોકરીઓ બતાવવામાં આવે છે અને એમાથી એ પસંદ કરે છે.સુંદર છોકરીના ભાવ ઊંચા મળે છે. હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ કેરળમાં પચાસ જેટલા અને હૈદરાબાદમાં પાંત્રીસ જેટલા એજન્ટો કાર્યરત છે.નોંધપાત્ર હકીકત તો એ છે કે એજંટોમાં પચાસ ટકા જેટલી સ્ત્રીઓ છે. હવે મૂળવાત. જો સમાન સિવિક કોડ આવે તો સ્ત્રીઓને પૈતૃક અને સાસરી પક્ષમાં ભાગ તો મળે જ પણ શાદી,તલાક,હલાલા,મુતાહ જેવી પ્રથાઓ બંધ થઈ જાય. બોલો,સમાન સિવિલ કોડનો વિરોધ મુસ્લિમ સ્થાપિત હિતો કરે જ ને? અને દ્રઢનિશ્ચયી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાન સિવિલ કોડ લાવ્યા વિના જંપશે ખરા?
આ પણ વાંચો - શાહબાનો કેસ…અને UCCની ચર્ચા શરુ થઇ..વાંચો સમગ્ર કેસ….!
આ પણ વાંચો - યૂનિફોર્મ સિવિલ કોડ…! વાંચો,આ કાયદાની તરફેણ અને વિરોધની દલીલો..!
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ