મુસ્લિમ મતદારો, 11 મુસ્લિમ ઉમેદવાર છતા BJP નો હિંદૂ ઉમેદવાર સૌથી આગળ
Kundarki By Poll Result : મુરાદાબાદની કુંદરકી વિધાનસભા સીટ પર મોટો ઉલટફેર થઇ રહ્યો છે. મુસ્લિમ બહુમતીવાળા કુંદરકીમાં એક માત્ર હિંદુ ઉમેદવારે લીડ મેળવી છે. અહીં ભાજપના રામવીર ઠાકુર 50 હજારથી વધારે મતની લીડ કરી રહ્યા છે. બીજી તરફ સપાના કદ્દાવર નેતા અને ઉમેદવાર હાઝી મોહમ્મદ રિઝવાન 12 વાગ્યા સુધી માત્ર 7 હજાર વોટ જ પ્રાપ્ત કરી શક્યા.
યુપીની ચૂંટણીમાં મોટો ઉલટફેર
યુપીની પેટાચૂંટણીમાં મુરાદાબાદની કુંદરકી વિધાનસભા સીટ પર મોટી ઉલટફેર જોતી જોવા મળી રહી છે. મુસ્લિમ બહુમતી કુંદરકીમાં એકમાત્ર હિંદુ ઉમેદવારે ખુબ જ મોટી લીડ મેળવી લીધી છે. અહીં ભાજપના રામવીર ઠાકુર 50 હજારથી વધારે મતથી લીડ કરી રહ્યા છે. બીજી તરફ સપાના કદ્દાવર નેતા અને ઉમેદવાર હાજી મોહમ્મદ રિઝવાન 12 વાગ્યા સુધી માત્ર 7 હજાર મત જ મેળવી શક્યા. ચાલી રહેલા વલણ અનુસાર કુંદરકીથી ભાજપના રામવીર ઠાકુરની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.
11 મુસ્લિમ ઉમેદવાર વચ્ચે 1 હિંદુ ઉમેદવાર
ઉલ્લેખનીય છે કે, કુંદરકી પેટાચૂંટણીમાં 11 મુસ્લિમ ઉમેદવારોની વચ્ચે ભાજપના એકમાત્ર હિંદુ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા. બીજી તરફ સપએ જે હાજી મોહમ્મદ રિઝવાનને પોતાના ઉમેદવાર બનાવ્યા તેમનું રાજનૈતિક અનુભવ આશરે 40 વર્ષનો છે. પહેલીવાર 2002 માં કુંદરકી સીટથી ચૂંટણી જીત્યા હતા.
1993 થી ભાજપ ક્યારે આ બેઠક નથી જીત્યું
જો કે 2007 માં બસપાના હાજી અકબર સામે હારી ગયા હતા. જો કે 2012 અને 2017 માં તેમણે પરત ફરતા સતત બે વખત કુંદરકી સીટ પર જીત નોંધી હતી. આ સીટો સપાના ગઢ માનવામાં આવી રહી છે. જો કે આ વખતે ભાજપે સપાના ગઢમાં ગાબડું પાડ્યું છે. જે અખિલેશ યાદવ માટે કોઇ મોટા સપનાથી કમ નથી.
કઇ રીતે ભાજપે વધારી લીડ
પરિણામોને જોતા સવાલ ઉઠી રહ્યા છે કે, શું કુંદરકીમાં મુસ્લિમ મતોના તૃષ્ટિકરણનો ફાયદો ભાજપને મળ્યો? સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અગ્રેસિવ કેમ્પેઇન પણ પાર્ટીનો ફાયદો થયો. રામવીર ઠાકુર પણ મુસ્લિમ મતદાતાઓ વચ્ચે પકડ બનાવવા માટે દરેક શક્ય પ્રયાસો કરી રહ્યા હતા. ભાજપના મુસ્લિમ વિંગ અને મુસ્લિમ નેતાઓએ કુદરકીમાં ધામા નાખ્યા હતા અને ચૂંટણી પ્રચાર કર્યો હતો. સમાજવાદી પાર્ટી ઉમેદવારની વિરુદ્ધ એટીઇનકમ્બન્સી પણ જોવા મળી રહી છે. લોકલ નેતાઓ અને જુથની વાત પણ કહી રહ્યા છે.
11 મુસ્લિમ ઉમેદવારો માત્ર ભાજપે ઉતાર્યા હિંદુ ઉમેદવાર
કુંદરકી પેટાચૂંટણીમાં ભાજપથી રામવીર ઠાકુર, બસપાથી રફતુલ્લાહ જાન, AIMIM ના હાફિઝ વારિસ અને આઝાદ સમાજ પાર્ટીથી ચાંદ બાબૂ મેદાનમાં હતા. જ્યારે સપાના હાઝી મોહમ્મદ રિઝવાન સૌથી મજબુત ઉમેદવાર માનવામાં આવતા હતા. જો કે પરિણામોમાં આ જોવા મળ્યું નહોતું અત્રે ઉલ્લેખનીય છે કે, યુપી પેટા ચૂંટણીમાં સૌથી વધારે મતદાન પણ કુંદરકીમાં થયું હતું. અહી 57 ટકા કરતા વધારે મતદાન થયું હતું.
આ સીટ પર 60 ટકાથી વધારે મુસ્લિમ વોટર છે. તેવામાં જે સીટ પર વધારે મુસ્લિમ વોટર છે, તે સીટ પર સૌથી વધારે મતદાન થયું. જે સીટ પર સપાના મુસ્લિમ નેતાને ટિકિટ આપી અને ભાજપ 1993 થી ચૂંટણી નથી જીત્યું તે સીટ પર મોટો ઉલટફેર વિપક્ષને ચોંકાવની રહ્યા છે.
હાઝી રિઝવાનનું નિવેદન
કુંદરકી રિઝલ્ટ પર સપા ઉમેદવાર હાજી રિઝવાને રિએક્ટ કર્યું,તેમણે કહ્યું કે, ચૂંટણીમાં ધાંધલી થઇ છે. સરકારે મત જ નહીં પડવા દિધા હવે શું મતગણતરિ માટે તૈયાર હો. આ સરકારમાં લઘુમતી અનસેફ છે. કુંદરકીમાં ચૂંટણી ફરીથી કરાવવામાં આવે. યુપી પોલીસ પર કોઇ વિશ્વાસ નથી.