Auraiya માં હત્યા, લગ્નના 15 દિવસ પછી પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની સોપારી આપી
- પતિને મારવા પત્નીએ પ્રેમી સાથે મળી કાવતરૂ ઘડ્યુ
- પોલીસે આપોરીઓની ધરપકડ કરી
- CCTV ફૂટેજના આધારે હત્યારાઓની ઓળખ થઈ
Auraiya murder case : મેરઠમાં સૌરભ રાજપૂત હત્યા કેસની જેમ જ ઔરૈયા જિલ્લામાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સહારા વિસ્તારમાં એક વ્યક્તિને મારવા તેની જ પત્નીએ સોપારી આપી હોવાના સમાચાર બહાર આવ્યા છે. પત્નીએ તેના પ્રેમી સાથે મળીને હત્યા કરવાનો કોન્ટ્રાક્ આપ્યો હતો. પોલીસ અધિકારીઓએ આ માહિતી આપી છે. આ કેસમાં પોલીસે આરોપી પત્ની, તેના પ્રેમી અને પૈસા માટે હત્યા કરનાર ગુનેગારની ધરપકડ કરી છે.
શું કહ્યુ પોલીસે ?
ઔરૈયા જિલ્લાના સહારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના 19 માર્ચે બની હતી. આ ઘટના બની ત્યારે દિલીપ યાદવ (25) અને પ્રગતિ યાદવ (22) ના લગ્નને માંડ 15 દિવસ જ થયા હતા. સહાર પોલીસ સ્ટેશનના પ્રભારી પંકજ મિશ્રાએ કહ્યું, 'ઘટનાના દિવસે, 19 માર્ચ, પોલીસને માહિતી મળી કે એક યુવક ખેતરમાં ઘાયલ અવસ્થામાં પડ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકને સારવાર માટે બિધુના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કર્યો હતો અને પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી હતી.
તેમણે કહ્યું, “દિલીપને 19 માર્ચની રાત્રે સૈફઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ગ્વાલિયર અને પછી 19 માર્ચે આગ્રા લઈ જવામાં આવ્યો. જ્યારે તેની હાલત ગંભીર થઈ ગઈ, ત્યારે તેના પરિવારે તેને 20 માર્ચે ઔરૈયાની એક હોસ્પિટલમાં દાખલ કર્યો. બીજા દિવસે, 21 માર્ચની રાત્રે તેનું અવસાન થયું. આ પછી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું.
આ પણ વાંચો : SC : જસ્ટિસ વર્માને અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફરની આપી મંજૂરી
CCTV ફૂટેજના આધારે હત્યારાઓની ઓળખ
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે CCTV ફૂટેજના આધારે હત્યારાઓની ઓળખ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આરોપીઓની ઓળખ દિલીપ યાદવની પત્ની પ્રગતિ યાદવ, તેના પ્રેમી અનુરાગ ઉર્ફે મનોજ અને રામજી ચૌધરી તરીકે થઈ છે. પોલીસ અધિક્ષક (SP) અભિજીત આર. શંકરે જણાવ્યું કે, પ્રગતિ અને તેના પ્રેમી અનુરાગ ઉર્ફે મનોજે સાથે મળીને દિલીપની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
હત્યા કેવી રીતે થઈ?
SP એ જણાવ્યું કે, આરોપીઓએ દિલીપની હત્યા માટે રામજી ચૌધરીને 2 લાખ રૂપિયાની સોપારી આપી હતી. ત્યારબાદ ચૌધરીએ દિલીપને કપટથી બોલાવ્યો અને તેને મોટરસાઇકલ પર બેસાડી ખેતરમાં લઈ ગયો, જ્યાં તેણે દિલીપને પહેલા માર માર્યો અને પછી ગોળી મારી દીધી. આ પછી, દિલીપ મરી ગયો છે એમ વિચારીને તે ત્યાંથી ભાગી ગયો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે દિલીપના લગ્ન આ મહિને 5 માર્ચે પ્રગતિ સાથે થયા હતા. પ્રગતિનો પ્રેમ સંબંધ એ જ ગામના અનુરાગ સાથે હતો. પ્રગતિ અને તેના પ્રેમીએ મળીને દિલીપને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું હતું અને 2 લાખ રૂપિયાની સોપારી આપીને અછલડાના રહેવાસી રામજી ચૌધરીને દિલીપની હત્યા કરવાનું કામ સોંપ્યું હતું.
આ પણ વાંચો : Mumbai Fire: ધારાવી મોટી દુર્ઘટના,એક પછી એક 13 સિલિન્ડરમાં બ્લાસ્ટ