Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

EVM Machine Hacked: મુંબઈમાં શિંદે ગુટની શિવસેનાના ઉમેદવાર અને EVM મશિનમાં મોટો ઘટસ્ફોટ

EVM Machine Hacked:  મુંબઈ ઉત્તર પ્રશ્ચિમ લોકસભા બેઠક પર આવેલા પરિણામોને લઈ વિવાદ વધતો જાય છે. આ લોકસભા બેઠક પર શિંદે ગુટની શિવસેનાના ઉમેદવાર રવિન્દ્ર વાયકરને 48 મત મળ્યા હતાં. જે બાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) ના ઉમેદવાર અમોલ ગજાનન...
evm machine hacked  મુંબઈમાં શિંદે ગુટની શિવસેનાના ઉમેદવાર અને evm મશિનમાં મોટો ઘટસ્ફોટ

EVM Machine Hacked:  મુંબઈ ઉત્તર પ્રશ્ચિમ લોકસભા બેઠક પર આવેલા પરિણામોને લઈ વિવાદ વધતો જાય છે. આ લોકસભા બેઠક પર શિંદે ગુટની શિવસેનાના ઉમેદવાર રવિન્દ્ર વાયકરને 48 મત મળ્યા હતાં. જે બાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) ના ઉમેદવાર અમોલ ગજાનન કિર્તિકર દ્વારા મતદાન મથક પર ગેરનીતિ કરવામાં આવી હોય, તેવું સામે આવ્યું હતું. તો આ મામલે Mumbai Police એ શિંદે ગુટના સાંસદ Ravindra Waikar અને મંગેશ પાંડિલકર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

Advertisement

  • મંગેશ પાંડિલકર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે

  • EVM મશિન સાથે જોડાયેલા ફોનનો ઉપયોગ કર્યો

  • EVM મશિન દ્વારા ચૂંટણી ના થવી જોઈએ

એક અહેવાલ અનુસાર 4 જૂન લોકસભા ચૂંટણીની મત ગણતરીના દિવેસે આચાકસંહિતા હોવા છતાં, મંગેશ પાંડિલકરને મતદાન મથક પર ફોનનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. તેના કારણે મુંબઈ Police દ્વારા Mangesh Pandilkar વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત મતદાન મથક પર હાજર Election Commisssion ના અધિકારી જેમણે Mangesh Pandilkar ને ફોન આપ્યો હતો. તેનું પણ નામ સામેલ કરવામાં આવ્યું છે.

Advertisement

EVM મશિન સાથે જોડાયેલા ફોનનો ઉપયોગ કર્યો

જોકે મતદાન મથક પર EVM મશિનમાં ગેરનીતિ થઈ હોવાનો અનેક નેતાઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત Election Commisssion ના અધિકારીઓને આ અંગે સૂચના પાઠવવામાં આવી છે. તો આ ઘટનામાં Police તપાસમાં સામે આવ્યું હતું કે, મંગેશ પાંડિલકરે EVM મશિન સાથે જોડાયેલા ફોનનો ઉપયોગ કર્યો હતો. તો આ ફોનનો ઉપયોગ EVM મશિનને અનલોક કરવા માટે કરવામાં આવ્યો હતો.

EVM મશિન દ્વારા ચૂંટણી ના થવી જોઈએ

આ ઘટનાને લઈ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ પણ ભારતીય Election Commisssion અને સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. તો બીજી તરફ તાજેતરમાં Tesla અને X.com ના માલિક Elon Musk દ્વારા એક પોસ્ટ કરીને આ મામલને લઈ સવાલ ઉભા કરવામાં આવ્યા છે. તે ઉપરાંત તેમણએ અમેરિકાની ચૂંટણીને લઈ પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે EVM મશિન દ્વારા ચૂંટણી ના થવી જોઈએ.

Advertisement

આ પણ વાંચો: NEET PAPER LEAK : કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ સ્વીકારી પરિણામોના ગેરરીતિની વાત, કહ્યું – કોઈ પણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં

Tags :
Advertisement

.